સીએટએ એસયુવીમાટેભારતમાં તમામ વિસ્તારો માટે શ્રેષ્ઠ ટાયર ક્રોસડ્રાઇવ પ્રસ્તુત કર્યા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અગ્રણી ટાયર ઉત્પાદક સીએટ લિમિટેડએ આજે ભારતમાં એસયુવી માટે એના હાઇ-પર્ફોર્મન્સ, ઓલ-ટેરેન ટાયર્સ ક્રોસડ્રાઇવનું લોકાર્પણ કર્યું હતું. ક્રોસડ્રાઇવમાં સીએટની અદ્યતન 3ડી સાઇપ ટેકનોલોજી અને મજબૂત શોલ્ડર ડિઝાઇન સામેલ છે, જે ટાયરને તામ વિસ્તારોમાં ઉપયોગિતા માટે અનુકૂળ બનાવે છે. ટાયરના નવા કાર્બન બ્લેક ટ્રેડ કમ્પાઉન્ડ શ્રેષ્ઠ પકડ પૂરી પાડે છે તેમજ ઇંધણદક્ષતા વધારે છે. તેનું ઇન્દોરમાં અદ્યતન ઓટો ટેસ્ટિંગ ટ્રેક ‘નેટ્રેક્સ’ અને ઇન્દોર નજીક માઇલ્ડ ઓફ-રોડિંગ પર સઘન પરીક્ષણ થયું છે.

આ લોંચ પર સીએટ ટાયર્સ લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી અર્નબ બેનર્જીએ કહ્યું હતું કે, “ક્રોસડ્રાઇવ એસયુવી માટે ઓલ-ટેરિન ટાયર સેગમેન્ટમાં અમારી પ્રીમિયમ ઓફર પૈકીની એક છે. ક્રોસડ્રાઇવ માટે નવી ટેકનોલોજી અને ડિઝાઇનોની પ્રસ્તુતિથી અમારા ગ્રાહકોને સલામતી સાથે પડકારજનક અને વિવિધ વિસ્તારોમાં સફળતા મેળવવામાં મદદ પ્રાપ્ત થશે, તો વાહનની ઇંધણદક્ષતા પણ વધશે. અમે ઓફ-રોડિંગ ક્ષમતાઓ અને શહેરમાં ઉપયોગ માટે ક્રોસડ્રાઇવનું સઘન પરીક્ષણ કર્યું છે તથા આ બંને પ્રકારના માર્ગો પર શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે. ક્રોસડ્રાઇવની પ્રસ્તુતિ તમામ વિસ્તારોમાં આત્મવિશ્વાસ સાથે ફરવા ભારતમાં ઉત્સાહી એસયુવી માલિકોને સક્ષમ બનાવીને દરરોજ સલામત અને સ્માર્ટર મોબિલિટી માટે અમારા પ્રયાસોમાં વધુ એક પગલું છે. એસયુવી ઉપભોક્તાઓ માટે સીએટ ક્રોસડ્રાઇવની મુખ્ય ખાતરી છે – ‘ડિસ્કવરિંગધન્યૂયુ.’ ”

ક્રોસડ્રાઇવ ટાયર્સ તમામ પ્રકારની એસયુવી 4X2 અને 4X4 માટે ખાસ ડિઝાઇન કરેલા છે. ક્રોસડ્રાઇવ ટાયરની તમામ અગ્રણી દુકાનોમાં વિવિધ સાઇઝમાં ઉપલબ્ધ છે, જેમાં સીએટના એક્સક્લૂઝિવ આઉટલેટ્સ, સીએટ શોપ્પી અને ટાયર સ્ટોપ સામેલ છે. સીએટએ મહિન્દ્રા જેવી ઓઇએમ સાથે જોડાણ પણ શરૂ કર્યું છે, જેથી થાર જેવી તેનાં વિશેષ ઓલ-ટેરિન વાહનો માટે ક્રોસડ્રાઇવ પ્રદાન કરી શકાય. સીએટએ ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં ક્રોસડ્રાઇવ ટાયર્સ પ્રસ્તુત કરવાની યોજના બનાવી છે.

પ્રોડક્ટ વિશે વધારે માહિતી સીએટની વેબસાઇટ (www.ceat.com) પરથી મળી શકશે
CEAT Ltd (www.ceat.com)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.