સેમસંગે અદભૂત કાર્યક્ષમતા, અભૂતપૂર્વ ઝડપ અને ટકાઉપણું ધરાવતી તેની શક્તિશાળી અને વિસ્તૃત 4 ટીબી ટી7 શિલ્ડ પોર્ટેબલ એસએસડી લોન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે તેની સૌથી લેટેસ્ટ એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ PSSD T7 શિલ્ડ (પોર્ટેબલ સોલિડ સ્ટેટ ડ્રાઇવ) રજૂ કરી છે. PSSD T7 શિલ્ડ અદભૂત રીતે સાવ પાતળી ડિઝાઇનમાં 4 TBનું સ્ટોરેજ અને અત્યાર સુધી ક્યારેય જોવા ન મળેલી સ્પીડ અને ટકાઉપણું ધરાવે છે.

આ અંગે સેમસંગ ઇન્ડિયા, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ટરપ્રાઇસ બિઝનેસના વાઇસ પ્રેસિડન્ટ પુનીત શેઠીએ જણાવ્યું હતું કે, “અપગ્રેડેડ PSSD T7 શિલ્ડ વધારવામાં આવેલી 4 ટેરાબાઇટ્સની સ્ટોરેજ કેપિસિટી સાથે વિશિષ્ટ અનુભવ અને સગવડ પૂરી પાડે છે. આ સ્ટોરેજ ડિવાઇસને વિવિધ મેટ્રિક્સ અને વપરાશ કિસ્સાઓ વિચારણામાં લીધા બાદ વિકસાવવામાં આવી છે અને વર્તમાન વૈવિધ્યસભર વપરાશકર્તાઓ અને પ્રવાસીઓ માટે એક અલ્ટીમેટ સ્ટોરેજ ડિવાઇ છે જેઓ ડેટા ટ્રાન્સફર દરમિયાન ઊચ્ચ પરફોર્મન્સ અને નિમ્ન-નિષ્ક્રિયતા ઇચ્છે છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમે અમારા ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતો સમજીએ છીએ જેઓ એક એવી પ્રોડક્ટ્સ ઇચ્છે છે જે કદમાં નાની, નવીન, ટકાઉ અને પરવડે તેવી હોય છે અને સેમસંગની PSSD T7 ગ્રાહકોની આ તમામ જરૂરિયાતો પૂર્ણ કરે છે.”

1,050 MB/s જેટલી ઊચ્ચ ઝડપ ઉપર પહોંચી શકવા માટે સક્ષમ અને ક્રેડિટ કાર્ડ જેટલી કોમ્પેક્ટ સાઇઝ ધરાવતી PSSD T7 શિલ્ડ ક્રિએટિવ પ્રોફેશનલ્સ અને હંમેશા મુસાફરીમાં વ્યસ્ત એડવેન્ચર પસંદ કરતાં લોકોની આદર્શ પસંદગી છે.

PSSD T7 શિલ્ડ નોંધપાત્ર રીતે વેઇટિંગ ટાઇમમાં ઘટાડે છે, જે વપરાશકર્તાઓને ઝડપી અને બ્રેક-ફ્રી વર્કફ્લો પૂરો પાડે છે. આ એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ USB 3.2 Gen2થી પાવર્ડ છે અને અંતર્ગત PCI NVMe ટેક્નોલોજીથી સજ્જ છે જે 1,050/1,000 MB/s સુધીની રિડ/રાઇટ સ્પીડ ઉપલબ્ધ કરે છે. આ ડિવાઇસ ઉપર લેપટોપમાંથી પણ ડાઉનલોડ સમય ઘટીને 4K ક્વૉલિટી 4.8 GB વીડિયો માટે 8.0 સેકન્ડ અને ફૂલ HD 3GB વીડિયો માટે 4.4 સેકન્ડ જોવા મળે છે. PSSD T7 શિલ્ડ 4TB હાઇ રિઝોલ્યુશન વીડિયો કન્ટેન્ટ રેકોર્ડિંગ માટે અનુકૂળ છે કારણ કે તે લાંબા સમયગાળા માટે એકસમાન પરફોર્મન્સ ઉપલબ્ધ કરે છે. સોર્સમાંથી અન્ય ડિવાઇસ ઉપર ટ્રાન્સફર કરવા માટે 1TBનો 12K રિઝોલ્યુશન વીડિયો અંદાજિત માત્ર 22 મિનિટ જેટલો સમય (પ્રતિ સેકન્ડ 50 ફ્રેમ્સ 17:9 DCI, 8:1 કોમ્પ્રેશન કોડેક) લે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.