સેમસંગે સ્માર્ટ અને પ્રીમિયમ સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર રેન્જ રજૂ કરી: હવે મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

આ નવી, પ્રીમિયમ લાઈન-અપની સંપૂર્ણ શ્રેણી ભારતમાં સ્થાનિક સ્તરે ઉત્પાદન કરાશે. ચાર બીસ્પોક ગ્લાસ ફિનિશ કલર વિકલ્પો- ગ્લેમ ડીપ ચારકોલ, ક્લીન વ્હાઈટ, ક્લીન નેવી અને ક્લીન પિંકમાં આવે છે. સેમસંગની પ્રોપ્રાઈટી ટેકનોલોજીઓ, જેમ કે, કન્વર્ટિબલ 5-ઈન-1, ફેમિલીહબ™ અને કર્ડ મેસ્ટ્રો+થી સમૃદ્ધ છે. INR 113,000થી શરૂ થતી નવી લાઈન-અપ સર્વ અગ્રગણ્ય ઓફફલાઈન અને ઓનલાઈન રિટેઈલર્સમાં ઉપલબ્ધ બનશે.

ગુરુગ્રામ, ભારત, 13મી જાન્યુઆરી, 2023: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેની ટોપ-ઓફ-લાઈન, પ્રીમિયમ 2023 માટે સાઈડ-બાય-સાઈડ રેફ્રિજરેટર રેન્જ લોન્ચ કર્યાની ઘોષણા કરવામાં આવી હતી. નવી રેન્જ ભારતમાં 100% ઉત્પાદન કરવામાં આવી છે અને કન્ઝ્યુમર ઈનસાઈટ્સને આધારે અનેક ભારત- વિશિષ્ટ ફીચર્સ સાથે આવે છે, જે ગ્રાહકોનું જીવન સુવિધાજનક અને બહેતર બનાવશે.

“અમારી નવી 2023 સાઈડ-બાય-સાઈડ રેફ્રિજરેટર લાઈન-અપ ત્રણ મુખ્ય ભારતીય જરૂરતોને પહોંચી વળે તે રીતે તૈયાર કરાઈ છે, જેમાં મોસમ અથવા અવસર અનુસાર અલગ અલગ રેફ્રિજરેશનની આવશ્યકતાઓ માટે કસ્ટમાઈઝેબલ સ્ટોરેજ, કિચનના ડેકોરમાં ઉમેરો કરતા સુંદર એસ્થેટિક્સ અને કનેક્ટેડ લિવિંગ થકી સુવિધાનો સમાવેશ થાય છે. ઊર્જા કાર્યક્ષમતા અને 20 વર્ષની વોરન્ટી સાથે આ રેફ્રિજરેટરો આધુનિક ભારતીય ગ્રાહકો માટે ઉત્તમ પસંદગી છે. અમે આ સેગમેન્ટમાં માગણી અમારી નવી સાઈડ-બાય-સાઈડ રેફ્રિજરેટર લાઈન-અપથી પ્રેરિત ઉદ્યોગ માટે 100% સુધી વધશે એવી ધારણા રાખીએ છીએ,” એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંહે જણાવ્યું હતું.
સંપૂર્ણ નવી IoT-એનેબલ્ડ લાઈન-અપ કસ્ટમાઈઝેબલ સ્ટોરેજ, ગ્લેમરસ એક્સટીરિયર્સ, કનેક્ટેડ લિવિંગ થકી સુવિધા, નિરંતર મનોરંજન, ઊર્જા કાર્યક્ષમતા અને વધુ જેવી નવા યુગના ભારતીય ગ્રાહકોની વિશિષ્ટ રેફ્રિજરેશનની જરૂરતોને પહોંચી વળે તે રીતે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવી છે.

સૌપ્રથમ તરીકે નવી રેન્જના બધા મોડેલ Wi-Fi એનેબલ્ડ છે અને સેમસંગના ‘પાવરિંગ ડિજિટલ ઈન્ડિયા’ વિઝનને મજબૂત બનાવવા માટે સ્માર્ટ થિંગ્સ એપ ફંકશનાલિટી સાથે સમૃદ્ધ છે.

તે કસ્ટમાઈઝેબલ સ્ટોરેજ જગ્યા માટે કન્વર્ટિબલ 5-ઈન-1 મોડ, અચૂક કૂલિંગ માટે સેમસંગની ટ્વિન કૂલિંગ પ્લસTM ટેકનોલોજી અને કર્ડ મેસ્ટ્રોTM સાથે સમૃદ્ધ છે, જે ઉપભોક્તાઓને ઘરમાં સ્વસ્થ અને હાઈજીનિક રીતે દહીં બનાવવામાં મદદ કરે છે. જગ્યાનો બહેતર ઉપયોગ થાય તે માટે ગ્રાહકો ઉપયોગમાં નહીં હોય ત્યારે દહીં બનાવવાનું કમ્પાર્ટમેન્ટ અલગ કરી શકે છે.

આ નવી રેન્જમાં સેમસંગે પહેલી વાર રેફ્રિજરેશનમાં નવું સીમાચિહન સ્થાપિત કરવા માટે તેની અત્યાધુનિક પ્રોપ્રાઈટરી ટેકનોલોજીઓ એકત્ર લાવી દીધી છે, જેમાં ગ્લેમરની ખૂબી ઉમેરવા માટે બીસ્પોક ગ્લાસ ફિનિશ અને અમર્યાદિત મનોરંજન અને કનેક્ટેડ જીવનનો અનુભવ કરાવવા માટે IoT- એનેબલ્ડ ફેમિલીહબ 7.0નો સમાવેશ થાય છે.

આજના આધુનિક ગ્રાહકો જે પણ કરે તેમાં સ્ટાઈલ ચાહતા હોય છે તે તેમની રુચિ ધ્યાનમાં રાખીને 2023 સાઈડ-બાય-સાઈડ રેફ્રિજરેટર્સ તાર બીસ્પોક ગ્લાસ ફિનિશ રંગના વિકલ્પો ગ્લેમ ડીપ ચારકોલ, ક્લીન વ્હાઈટ, ક્લીન નેવી અને ક્લીન પિંકમાં આવે છે.

કનેક્ટેડ જીવનનો અનુભવ આપવા માટે આ રેફ્રિજરેટરો ફેમિલી હબ 7.0 સાથે આવે છે, જે સ્માર્ટ થિંગ્સ એપ થકી તેમનાં સ્માર્ટ ડિવાઈસીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેમાં અમર્યાદિત મનોરંજન, ફ્રિજમાં શું પડ્યું છે તેને આધારે રેસિપીનાં સૂચનો, ખાદ્યની એક્સપાયરી માટે યાદગીરી વગેરે પણ ઓફર કરાય છે.

નવી લાઈન-અપનું AI એનર્જી સેવિંગ મોડ Wi-Fi આધારિત મશીન લર્નિંગ પર કામ કરે છે, જે ફ્રિજ અને ફ્રીઝરનું ટેમ્પરેટર મહત્તમ બનાવીને 10% સુધી ઊર્જા બચાવે છે.

ઉદ્યોગ પ્રથમ તરીકે તેના ટચ સેન્સર સાથે ઓટો ઓપન ડોરથી નમ્ર સ્પર્શ સાથે દરવાજો ખૂલી જાય છે. આમ, હાથ ખરાબ હોય તો પણ ડોર સેન્સર પર હાથ મૂકતાં જ દરવાજો ખૂલી જશે.

નવી રેન્જ તાજેતરમાં જાહેર કરાયેલી ઉદ્યોગમાં પ્રથમ ડિજિટલ ઈન્વર્ટર મોટર કોમ્પ્રેશર પર 20 વર્ષની વોરન્ટી સાથે આવે છે, જેને લઈ પ્રોડક્ટના ટકાઉપણાની ખાતરી રહે છે અને ગ્રાહકોને મનની શાંતિ પ્રદાન કરે છે.
કિંમત અને ઉપલબ્ધતા
INR 113,000થી શરૂ થતી કિંમતે નવી લાઈન- અપ ચાર બીસ્પોક ગ્લાસ ફિનિશરંગ વિકલ્પો- ગ્લેમ ડીપ ચારકોલ, ક્લીન વ્હાઈટ, ક્લીન નેવી અને ક્લીન પિંકમાં 653L નેટ ક્ષમતામાં ઓફફલાઈન અને ઓનલાઈન રિટેઈલરોમાં આજથી આરંભ કરતાં ઉપલબ્ધ થશે.

વોરન્ટી- નવી લાઈન-અપ ભારતની ઊર્જા કાર્યક્ષમ છે અને પ્રથમ સ્ટાર રેટેડ સાઈડ-બાય-સાઈડ રેફ્રિજરેટરમાં તેના કોમ્પ્રેશર પર 20 વર્ષની કોમ્પ્રેશર વોરન્ટી સાથે આવે છે, જે પ્રોડક્ટના ટકાઉપણાનું વચન આપે છે અને તેની સામે ગ્રાહકોને મનની શાંતિ આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.