સેમસંગે ગેલેક્સીના એ52એસ 5જી સાથે ભારતમાં 5જી પોર્ટફોલિયો વિસ્તાર્યોઃ શક્તિશાળી ઈનોવેશન્સ વિશાળ દર્શકો સુધી પહોંચક્ષમ બનાવ્યાં 

ગેઝેટ્સ
ગેઝેટ્સ 56

ભારતની સૌથી વિશ્વાસપાત્ર સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ભારતમાં ગેલેક્સી એ52એસ 5જીના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી, જે સાથે વિશાળ દર્શકોને તેણે શક્તિશાળી ઈનોવેશન્સને પહોંચક્ષમ બનાવ્યાં છે. ગેલેક્સી એ52એસ 5જી સેમસંગ 5જી ગેરન્ટી ઓફર કરવા માટે સેમસંગના ગેલેક્સી એ સિરીઝ પોર્ટફોલિયોમાં બીજો 5જી સ્માર્ટફોન છે, જે #BeFutureReady માટે જોતા ગ્રાહકો માટે તેને આદર્શ પસંદગી બનાવે છે. ગેલેક્સી એ52એસ 5જી 120Hz રિફ્રેશ રેટ, ઈનફિનિટી-O ડિસ્પ્લે, OIS સાથે 64MP ક્વોડ કેમેરા, પાણી અને ધૂળ પ્રતિરોધક IP67 રેટિંગ અને વધુ જેવા લોકપ્રિય ઈનોવેશન્સ સાથે આવે છે.ગેલેક્સી A52s 5Gની કિંમત INR 35999 6GB+128GB માટે અને INR 37499 8GB+128GB વેરિયન્ટ માટે રખાઈ છે. ગેલેક્સી A52s 5G 1લી સપ્ટેમ્બર, 2021થી રિટેઈલ સ્ટોર્સ, Samsung.com અને અગ્રણી ઓનલાઈન પોર્ટલો પર મળશે.

“ઈનોવેશન્સ બધા માટે પહોંચક્ષમ બનાવવાની ગેલેક્સી A સિરીઝની ફિલોસોફી ચાલુ રાખતાં અમને ભારતમાં ગેલેક્સી A52s 5G લોન્ચ કરવાની ખુશી થાય છે. સ્ટાઈલિશ ડિઝાઈન શક્તિશાળી સ્નેપડ્રેગન 778G પ્રોસેસર અને 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે, OIS એનેબલ્ડ કેમેરા અને IP67 રેટિંગ જેવા સેગમેન્ટમાં શ્રેષ્ઠ ફીચર્સ સાથે પૂરક છે, જેને લઈ ગેમિંગ, કન્ટેન્ટ ક્રિયેશન અને ઘણા બધા માટે તેને પરફેક્ટ પેકેજ બનાવે છે. 12 બેન્ડ્સ સપોર્ટની સેમસંગની 5G ગેરન્ટી અને OS અપગ્રેડ્સના 2 વર્ષ સાથે ગ્રાહકો 5Gના લાભો અનુભવનારા પ્રથમમાંથી એક હોવાની ખાતરી રાખી શકે છે,”એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ માર્કેટિંગના સિનિયર ડાયરેક્ટર અને હેડ આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.