રેડમી તેની પ્રથમ સ્માર્ટવોચ 13મે એ લોન્ચ કરશે, NFC સપોર્ટ સહિતનાં ફીચર્સ મળશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

શાઓમી આગામી 13 તારીખે લોન્ચિંગ ઈવેન્ટ હોસ્ટ કરવા જઈ રહી છે. આ ઈવેન્ટમાં કંપની તેની વોચ લોન્ચ કરશે. જોકે આ વોચ રેડમી બ્રાન્ડની પ્રથમ સ્માર્ટવોચ છે. આ સ્માર્ટવોચને ચીનમાં પહેલાંથી લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ વોચનાં લોન્ચિંગ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે.

કંપનીએ ટીઝરમાં કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ ચીનમાં તે 299 ચીની યુઆન અર્થાત 3400 રૂપિયામાં લોન્ચ થઈ હતી. ભારતમાં પણ તેની કિંમત 3 હજાર રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે.

રેડમી વોચનાં સ્પેસિફિકેશન

ચીનમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે, વોચમાં 1.4 ઈંચની સ્ક્વેર ડિસ્પ્લે મળશે. તેની પિક્સ્લ ડેન્સિટી 323 ppi હશે. વોચ 2.5D કર્વ્ડ ગ્લાસથી સજ્જ હશે. સ્માર્ટવોચમાં પેમેન્ટ માટે NFC સપોર્ટ મળી શકે છે.

તેમાં હાર્ટ રેટ મોનિટરિંગ મળશે.

સાથે જ તેમાં સાયકલિંગ, વોકિંગ, ટ્રેડમિલ, સ્વીમિંગ સહિતના સ્પોર્ટ્સ મોડ મળશે. આ સ્માર્ટવોચ એન્ડ્રોઈડ અને iOS બંને ડિવાઈસ સાથે કમ્પેટિબલ હશે.

વોચ 230mAhની બેટરીથી સજ્જ હશે, જે 12 દિવસનું બેકઅપ આપશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.