પોર્શની પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક મોડેલ, ટાયકન અને મેકન એસયુવી ભારતમાં આવી પહોંચી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

પોર્શ ઇન્ડિયાએ આજે તેની તદ્દન નવી સંપૂર્ણ ઇલેક્ટ્રિક ટાકન રેન્ડ અને અદ્યતન મેકન કોમ્પેક્ટ એસયુવી એમ બન્નેના લોન્ચ સાથે તાજેતરની મહત્ત્વાકાંક્ષીય યોજનાને આગળ ધપાવી છે, તદુપરાંત અત્યાર સુધીમાં સૌથી શ્રેષ્ઠ ત્રીજા ક્વાર્ટરની વેચાણ કામગીરીને પગલે રાષ્ટ્રીય ડીલર નેટવર્કમાં વિસ્તરણની પણ જાહેરાત કરી છે.

પોર્શ ઈન્ડિયાના બ્રાન્ડ હેડ મેનોલિટો વુજિક કહે છે કે પોર્શે સમૃદ્ધ ભવિષ્ય માટે નિશ્ચિત યોજનાઓ સાથે ભારતીય બજાર પરત્વે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે: સતત પડકારરૂપ રોગચાળા-સંબંધિત પ્રગતિઓ છતાં, અમારા વ્યવસાયે આ માર્કેટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, તેના શ્રેષ્ઠ Q3 પરિણામોના સમયગાળાને  આગળ ધપાવ્યો હતો અને 2021 સુધીમાં પોર્શને દેશમાં સૌથી ઝડપથી વિકસતી લક્ઝરી કાર બ્રાન્ડ્સમાંની એક બનાવી છે. અમારા ડીલરના વિસ્તરણ સાથે સુસંગત રહેવા માટે ટાયકન જેવા ક્રાંતિકારી મૉડલ અને અમારા લોકપ્રિય મૅકનનું નવીનતમ પુનરાવર્તન રજૂ કરવું એ અમે જે યોજના બનાવી રહ્યા છીએ તેનો સકારાત્મક પુરાવો છે. ભારતમાં ભાવિ વ્યાપાર વૃદ્ધિ માટે અમે 2022 દરમિયાન નવા ઉત્પાદન અને સુવિધાઓમાં રોકાણ કરીએ છીએ. આગામી વર્ષની શરૂઆતમાં પ્રથમ ડિલિવરી સાથે ઓર્ડર બુક હવે ટાયકન અને મેકન બંને માટે ખુલ્લી છે.”

નવી મેકન માટે બેઝિક રિટેલ કિંમત રૂ. 8,321,000થી શરૂ થાય છે જ્યારે તમામ નવી ટાયકન રૂ. 15,028,000થી ઉપલબ્ધ છે. બંને નવા મોડલ માટે વેચાણની સત્તાવાર શરૂઆતને અનુરૂપ, પોર્શ ઇન્ડિયા અગાઉના પરિણામો કરતાં વધુ મજબૂત વાર્ષિક વેચાણની આશા સેવી રહી છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.