પોકો ઈન્ડિયા દ્વારા સેગમેન્ટનો સૌથી પરિપૂર્ણ સ્માર્ટફોન #5G ઓલ સ્ટાર પોકો X5 5G લોન્ચ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

India, 2023 – ભારતની અગ્રણી કન્ઝ્યુમર ટેકનોલોજી બ્રાન્ડ્સમાંથી એક પોકો દ્વારા આજે તેની લોકપ્રિય X-સિરીઝ પોકો X5 5G હેઠળ નવો સ્માર્ટફોન લોન્ચ કર્યાની ઘોષણા કરવામાં આવી છે. આકર્ષક વિશિષ્ટતાઓથી સમૃદ્ધ, જેમ કે, ક્વેલ્કોમ ® સ્નેપડ્રેગન® 695 પ્રોસેસર, 6.67″ 120Hz સુપર AMOLED ડિસ્પ્લે, 48MP ટ્રિપલ કેમરા અને 5,000mAh બેટરી સાથે અને 33W ફાસ્ટ ચાર્જિંગના આધાર સાથે પોકો ઈન્ડિયા બજારમાં #The5GAllStar લાવી છે.

લોન્ચ પર બોલતાં પોકો ઈન્ડિયાના કન્ટ્રી હેડ હિમાંશુ ટંડને જણાવ્યું હતું કે, “મધ્ય શ્રેણીના સેગમેન્ટમાં અમારું સ્થાન મજબૂત બનાવતાં પોકો X5 5G અમારો #The5GAllStar ટેકનોલોજી અને ઈનોવેશનનું ઉત્તમ એકીકરણ છે. અમે પોકો X5 5G માટે દુનિયાભરમાંથી અદભુત પ્રતિસાદ જોયો છે અને નવા રજૂ કરવામાં આવેલા પોકો X5 Pro 5Gએ ભારતમાં ફ્લિપકાર્ટ પર ફેબ્રુઆરીના મહિનામાં નં. 1 સ્માર્ટફોનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમને વિશ્વાસ છે કે પોકો X5 5G બજારમાં નવો ચીલો ચાતરશે અને 5G અનુભવમાં નવો દાખલો બેસાડશે.”

પોકો X5 5G સેગમેન્ટમાં સૌથી શક્તિશાળી 5G પ્રોસેસર્સમાંથી એક દ્વારા પાવર્ડ છે. સ્નેપડ્રેગન ® 695 હાઈ- બેન્ડવિથ અને લો- લેટન્સી કનેકશન્સ ઓફર કરે છે. તે 7 5G બેન્ડ્સ સાથે આવે છે અને 2.5Gbps સુધી ડાઉનલોડ સ્પીડ* સાથે ડ્યુઅલ 5G સપોર્ટ ધરાવે છે. સેગમેન્ટમાં આ દુર્લભ 5G સ્માર્ટફોન્સમાં સ્થાન ધરાવતા તેમાં FHD+ સુપર AMOLED ડિસ્પ્લે છે. પોકો X5 5Gમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ પ્રોટેકશન સાથે 6.67″ લાર્જ ડિસ્પ્લે છે, જે યુઝરને ઉચ્ચ સ્તરનો કન્ટેન્ટ વ્યુઈંગ અનુભવ કરાવે છે.

પોકો X5 5Gમાં 48MP f/1.8 પ્રાઈમરી કેમેરા છે, જે બારીકાઈભર્યા પિક્ચર્સ અને વિડિયોઝ મઢી લેવામાં સહાય કરે છે. તેમાં અત્યંત બારીકાઈ માટે 8MP અસ્ટ્રા- વાઈડ કેમેરા અને 2MP મેક્રો સેન્સર પણ છે. પોકો X5 5Gમાં 13MP ફ્ર્ન્ટ કેમેરા પણ છે, જે તમને ઉત્તમ ક્લેરિટી અને બારીકાઈ આપે છે. સ્માર્ટફોન 5,000mAh બેટરીને સપોર્ટ કરે છે, જે વીકએન્ડ થકી સરેરાશ ઉપભોક્તાઓને પૂરતું કામ આપે છે. તે ઈન-બોક્સ 33W ફાસ્ટ ચાર્જર સાથે આવે છે અને ફક્ત 22 મિનિટમાં અડધોઅડધ બેટરી ચાર્જ કરે છે. એર્ગોનોમિક ડિઝાઈન અને સાઈડ ફિંગરપ્રિંટ સેન્સરને સપોર્ટ કરે છે, જે ઝડપી અને વધુ અસરકારક હોઈ પોકો X5 5Gનું વજન 188g છે અને 7.98mm પાતળો છે.

બે સ્ટોરેજ પ્રકાર 6GB+128GB અને 8GB+256GBમાં અને ત્રણ રંગ સુપરનોવા ગ્રીન, વાઈલ્ડકેટ બ્લુ, જેગુઆર બ્લેકમાં પોકો X5 5Gની કિંમત અનુક્રમે INR 18,999 અને INR 20,999 છે. તે 21મી માર્ચથી આરંભ કરતાં ફ્લિપકાર્ટ પર મળશે. આઈસીઆઈસીઆઈ બેન્કનાં કાર્ડસનો ઉપયોગ કરનારા ગ્રાહકોને INR 2,000નું ડિસ્કાઉન્ટ મળશે અને તેમના સ્માર્ટફોન અપગ્રેડ કરવા માગતા હોય તેવા યુઝર્સ માટે INR 2000નું વધારાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.