દુકાનો પર વિશ્વસનીય અને સુવિધાજનક પેમેન્ટ ટ્રેકિંગ માટે PhonePe શરુ કરે છે સ્માર્ટ સ્પીકર

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતના અગ્રણી ફિન્ટેક પ્લેટફોર્મ, PhonePeએ દુકાનો પર વિશ્વસનીય અને સુવિધાજનક પેમેન્ટ ટ્રેકિંગ માટે સ્માર્ટ સ્પીકરના લૉન્ચ વિશે જાહેરાત કરી હતી. સ્માર્ટ સ્પીકર હાલમાં 8 શહેરોમાં અને 100 હજાર કરતાં વધુ ઉપકરણોનો ઉપયોગ PhonePe મર્ચન્ટ પાર્ટનર દ્વારા થઈ રહ્યો છે.

આ લૉન્ચ અંગે વાત કરતાં, PhonePeના ઑફલાઈન બિઝનેસના હેડ, વિવેક લોચેબે જણાવ્યું,’’PhonePe પર અમારા મર્ચન્ટ પાર્ટનરને તેમનો બિઝનેસ સરળ રીતે ચલાવવા અને વિકસાવવા માટે માટે અમે સતત નવું કરી રહ્યા છીએ. સ્માર્ટ સ્પીકર લૉન્ચ કરતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ અને તેને સમગ્ર ભારતમાં રજૂ કરી રહ્યા છીએ. અમે સેટ અપ અને ઈન્સ્ટોલેશન ખર્ચ ખૂબ જ વ્યાજબી રાખ્યો છે કારણકે અમારું લક્ષ્ય ભારતભરના દરેક વેપારીને સ્માર્ટ સ્પીકરનો એક્સેસ આપવાનું છે.’’

The PhonePe સ્માર્ટ સ્પીકર 11 ભારતીય ભાષાઓમાં પેમેન્ટ નોટિકિફિશન આપે છે, તે 4 દિવસ સુધીની બેટરી લાઈફ, પ્રારંભિક સેટ-અપ ખર્ચ અને ઘરે ઈન્સ્ટોલ કરવાનો ખર્ચ ફક્ત રુ.50 તેમજ રુ.50/મહિના જેટલા ઓછા માસિક ભાડા સાથે આવે છે. લૉન્ટ ઑફરના ભાગરુપે, સેટ અપ અને માસિક ભાડું બંને ફક્ત રુ.1 પર મળશે, જે વેપારીને દર મહિને 25 કરતાં વધુ ટ્રાન્ઝેક્શન આપે છે. તેમજ ઉપકરણ કોઈપણ મેનુફેક્ચરિંગ ખામી સામે આજીવન રિપ્લેસમેન્ટ સાથે આવે છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.