IPLમાં સાત અઠવાડિયામાં ૧૫૦૦ કરોડથી વધુ વખત વીડિયો વ્યૂ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી, જીઓ સિનેમા એપ તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહી છે. હાલ જીઓ સિનેમા પરIPLિવનામૂલ્યે બતાવવામાં આવે છે. ટાટા આઈપીએલના કારણે ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જીઓ સિનેમાનો વ્યૂઈંગ ટાઈમ જબ્બર વધી ગયો છે. જીઓ સિનેમા ડિજિટલ સ્પોર્ટ્સ જોવા બાબતે વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરી ચુકયું છે. પ્રથમ સાત અઠવાડિયામાં જીઓના વીડિયો વ્યૂ ૧૫૦૦ કરોડથી વધુ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મંગળવારે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચ પણIPL ની અત્યાર સુધીની સૌથી વધુ વ્યૂઅરશીપ સુધી પહોંચી ગઈ છે. બીજી ઈનિંગની અંતિમ ઓવરોમાં દર્શકોની સંખ્યા વધીને ૨.૫ કરોડ થઈ ગઈ હતી. લોકો જીઓસિનેમા તરફ આકર્ષિત થઈ રહ્યાં છે. ડિજિટલ કોક્નરન્સીની દ્રષ્ટિએ આ સિઝન ગેમ-ચેન્જર રહી છે. અગાઉ ૨૦૧૯માં સર્જાયેલો ૧૮.૭ મિલિયન દર્શકોનો આઈપીએલ રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે.

આ સિઝનમાં ૧૩થી પણ વધુ મેચોમાં એક સાથે ૧૮ મિલિયન દર્શકો જોતાં હોવાનો આંકડો વટી ગયો છે. જીઓસિનેમાએ અગાઉ બે વારIPLના પીક કોક્નરન્સીનો રેકોર્ડ તોડયો હતો. ૧૨ એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના મુકાબલા દરમિયાન કોક્નરન્સી ૨.૨૩ કરોડ રહી હતી. પાંચ દિવસ પછી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સના મુકાબલા દરમિયાન આંકડો ૨.૪ કરોડ સુધી પહોંચ્યો હતો અને પોતાનો જ રેકોર્ડ તોડી દીધો હતો.

અત્યાર સુધી જીઓસિનેમા ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. દર્શકોને વધુ સારો અનુભવ આપવા માટે જીઓસિનેમા દ્વારા ૩૬૦-ડિગ્રી વ્યુઇંગ ફીચર બહાર પાડવામાં આવ્યું છે, જે ડિજિટલી ઇમર્સિવ ફેન એંગેજમેન્ટના પાવરની તાકાત બતાવશે. દર્શકોએ ભોજપુરી, પંજાબી, મરાઠી અને ગુજરાતી સહિત વિવિધ ભાષામાં મેચનો આનંદ માણ્યો છે અને મલ્ટી-કેમ,4K,હાઇપ મોડ જેવી ડિજિટલ-ઓન્લી ફીચર્સનો પણ આનંદ લીધો છે.

આ સિવાય હાઇલાઇટ્સ, વિરાટ કોહલી, હાર્દિક પંડયા, ફાફ ડુ પ્લેસિસ, રાશિદ ખાન, ડેવિડ મિલર ટોપ પ્લેયરના ઇન્ટરવ્યુ સહિત ટીમો સાથેની પાર્ટનરશીપ દ્વારા પણ એક્સાઈટિંગ કોન્ટેન્ટ દર્શકો સુધી પહોંચાડયું છે. જીઓસિનેમાએIPL ૨૦૨૩ ના ડિજિટલ સ્ટ્રીમિંગ માટે પાર્ટનરશીપ કરી હોય તેવી ૨૬ ટોપ બ્રાન્ડ્સ છે. જેમાં કો-પ્રેસેન્ટીંગ સ્પોન્સોરDream11, કો-પાવર્ડ જીઓમાર્ટ, ફેનપે, Tiago EV, જીઓ (એસોસિયેટ સ્પોન્સર)Appy Fizz,ET Money, કેસ્ટ્રોલ, TVS, ઓરિયો, બિંગો, સ્ટિંગ, આજીઓ, હાયર, રૂપે, લૂઈ ફિલીપ જીન્સ, અમેજોન, રેપિડો, અલ્ટ્રાટેક સિમેન્ટ, પૂમા, કમલા પસંદ, કિંગફિશર પાવર સોડા, જીંદાલ પેન્થર TMT રબર, સાઉદી ટુરિઝમ, સ્પોટિફઆય અનેAMFIનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.