અમદાવાદમાં ઓલા ઈલેક્ટ્રિકે તેનું સૌપ્રથમ એક્સપીરિયન્સ સેન્ટર શરૂ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ ઈલેક્ટ્રિક વેહિકલ્સ કંપની ઓલા ઈલેક્ટ્રિક દ્વારા દેશવ્યાપી D2C ફૂટપ્રિંટ વિસ્તારવાની પ્રક્રિયાના ભાગરૂપે અમદાવાદમાં પ્રથમ ઓલા એક્સપીરિયન્સ સેન્ટર શરૂ કરવાની ઘોષણા કરી હતી. નવું સેન્ટર ડ્રાઈવ ઈન રોડસ નવરંગપુરામાં સ્થછિત હોઈ વિસ્તારના રહેવાસીઓને ઓલા સ્કૂટર અને સેવાઓની તેમની સુવિધા અનુસાર ઝડપી અને આસાન પહોંચ મળશે.

સર્વ સેવાઓ એક છત હેઠળ પૂરી પાડવાના લક્ષ્ય સાથે ઓલા એક્સપીરિયન્સ સેન્ટર ઈવીના શોખીનોને ઓલાની ઈવી ટેકનોલોજીનો અનુભવ કરવા અને વાહનો સંબંધમાં કોઈ પણ માહિતી ભેગી કરવાની અનુકૂળતા આપે છે. તેઓ ગ્રાહકોને ઓલા એપ પર S1 અને S1 Proની ટેસ્ટ રાઈડ્સ ઉપલબ્ધ કરવા, ઓલાના બ્રાન્ડ ચેમ્પિયન્સ પાસેથી ખરીદી કરવા સહાય કરવા, ફાઈનાન્સિંગ વિકલ્પો પર વિગતો મેળવવા અને તેમના ખરીદીના પ્રવાસની પૂર્ણાહુતિ કરવામાં મદદરૂપ થશે. આ એક્સપીરિયન્સ સેન્ટરો ઓલા સ્કૂટરોની સર્વ વેચાણ પશ્ચાત સંભાળ અને જાળવણી માટે એક છત હેઠળ સ્થળો બેગણાં કરશે.

સંબંધિત શ્રેણીઓમાં અત્યાધુનિક સ્કૂટર તરીકે સ્થાનબદ્ધ ઓલા S1 અને S1 Pro સૌથી લોકપ્રિય ફીચર્સ MoveOS સાથે આવે છે, જેમાં મ્યુઝિક પ્લેબેક, નેવિગેશન, કમ્પેનિયન એપ અને રિવર્સ મોડનો સમાવેશ થાય છે, જેમાં S1 Proમાં ઈકો મોડનો અપવાદ છે.
ગયા મહિને દિવાળી દરમિયાન ઓલાએ ફેસ્ટિવ સીઝન ઓફરની ઘોષણા કરી છે, જે હવે 31મી ડિસેમ્બર, 2022 સુધી વિસ્તારવામાં આવશે. ગ્રાહકો ચુનંદાં એક્સપીરિયન્સ સેન્ટરો થકી ખાતરીદાયક 7 દિવસની ડિલિવરી સાથે રૂ. 10,000 સુધી ડિસ્કાઉન્ટ માટે ઓલા S1 Pro ખરીદી શકે છે.

ઓલાનું મજબૂત D2C મોડેલ અને તેનાં એક્સપીરિયન્સ સેન્ટરો થકી પ્રત્યક્ષ સંપર્ક સ્થળોના વિસ્તાર સાથે કંપનીએ દેશવ્યાપી 1 લાખથી વધુ કસ્ટમર ટેસ્ટ રાઈડ્સનું આયોજન કરી દીધું છે. ઓલાનો ભારતમાં 2025 સુધી સર્વ 2Ws ઈલેક્ટ્રિક કરવાનો ધ્યેય દુનિયાને ઈલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તિત કરવામાં યોગદાન આપવા ઈલેક્ટ્રિક વેહિકલ્સનો મજબૂત રોડમેપ નિર્માણ કરવા કામ કરીને વાસ્તવિકતાની નજીક છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.