ઓલા ઈલેક્ટ્રિકે અમદાવાદમાં D2C પહોંચ વધારીઃ બે નવાં એક્સપીરિયન્સ સેન્ટરો શરૂ કર્યાં

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અમદાવાદ, 2023: ભારતની અગ્રણી ઈલેક્ટ્રિક વાહન કંપની ઓલા ઈલેક્ટ્રિક દ્વારા રાષ્ટ્રવ્યાપી તેની ડાયરેક્ટ- ટુ- કન્ઝ્યુમર હાજરી વધારવા માટે તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે અનેક અન્ય શહેરો સાથે અમદાવાદમાં બે નવાં ઓલા એક્સપીરિયન્સ સેન્ટર (ઈસી) શરૂ કર્યા હોવાની ઘોષણા કરી છે. આ નવા રજૂ કરવામાં આવેલાં ઈસી મકરબામાં એસજી હાઈવે સર્વિસ રોડ પર અને મેમનગરની સુશીલ નગર સોસાયટીમાં ડ્રાઈવ-ઈન રોડ પર સ્થિત હોઈ નવરંગપુરા, જશોદાનગર, જીઆઈડીસી નરોડા, ઓધવ, ચાંદખેડા અને મકરબામાં અગાઉ શરૂ કરવામાં આવ્યા તેના સહિત અમદાવાદમાં ઓલા એક્સપીરિયન્સ સેન્ટરની કુલ સંખ્યા આઠ પર પહોંચી છે.

ઓલા એક્સપીરિયન્સ સેન્ટરો ખાસ ગ્રાહકોને એક છત હેઠળ સેવાઓની વ્યાપક શ્રેણી ઓફર કરવા માટે તૈયાર કરાયાં છે. આ સેન્ટરોને કારણે ગ્રાહકો S1 અને S1 Pro સ્કૂટરો ટેસ્ટ રાઈડ કરી શકશે અને ખરીદી પ્રક્રિયામાં નિષ્ણાતનું માર્ગદર્શન પ્રાપ્‍તકરી શકશે. ગ્રાહકોને ઓલા એપ થકી તેમની ખરીદીને આખરી આપવા પૂર્વે ફાઈનાન્સિંગ વિકલ્પો વિશે વિગતવાર માહિતી પણ મળી શકશે. ઉપરાંત  સેન્ટરો ઓલા સ્કૂટર્સની વેચાણ પશ્ચાત સંભાળ અને જાળવણી માટે એક છત હેઠળનું સ્થળ તરીકે પણ કામ કરશે. ઓલા હવે 2,50,000 ગ્રાહકોના તેના સમુદાયની ફક્ત 20 કિલોમીટર દૂર હોઈ તેમની બધી સેવાની આવશ્યકતાઓ અને જરૂરતોને આસાન પહોંચ પૂરી પાડશે.

ઓલાએ હાલમાં જ વિવિધ રેન્જની આવશ્યકતાઓ સાથે ગ્રાહકોને પહોંચી વળવા માટે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું હોઈ કુલ છ મોડેલ હવે ઉપલબ્ધ છે. ઓલા S1 રેન્જના દરેક વેરિયન્ટમાં સ્લીક અને મિનિમાલિસ્ટિક ડિઝાઈન સાથે અત્યાધુનિક ટેકનોલોજી અને અસમાંતર કામગીરીનો સમાવેશ થાય છે. S1 અને S1 Pro મોડેલોની અદભુત સફળતાએ ઓલાને 30 ટકાથી વધુ બજારહિસ્સા સાથે અગ્રણી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક બનાવી દીધી છે.

ઓલા ભારતમાં તેનાં પ્રત્યક્ષ સંપર્કસ્થળો વિસ્તારવા માટે નોંધનીય છલાંગ લગાવી રહી છે. આ ઈસીના ઉમેરા સાથે કંપની એપ્રિલના અંત સુધી 500 સંપર્કસ્થળ સુધી પહોંચ વધારશે. ઉપરાંત ઓલા ઈલેક્ટ્રિકે 15મી ઓગસ્ટ સુધી 1000 સંપર્કસ્થળ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે અને તે હાંસલ કરવા માટે આક્રમક રીતે કામ કરી રહી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.