નિકોન નવીનતમ ‘અનસ્ટોપેબલ ઝેડ 9’નું અનાવરણ કરે છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ફોટોગ્રાફીની દુનિયામાં મોટો બદલાવ આવ્યો છે. નિકોન ઈન્ડિયા પ્રા. લિમિટેડ કે જે નિકોન કોર્પોરેશન ટોકયોની 100% પેટા કંપની છે, તેણે ક્રાંતિકારી ફૂલ ફ્રેમ (નિકોન એફએક્સ- ફોર્મેટ) ઝેડ સીરિઝ મિરરલેસ કેમેરા નવીનતમ નિકોન ઝેડ 9નું અનાવરણ કર્યું છે, જેને પોતાના બેજોડ પ્રદર્શન અને પ્રગતિશિલ ફિચર્સની સાથે અપેક્ષાઓને પાર પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે મિરરલેસ અને નિકોનમાં બન્ને માટે સૌપ્રથમ છે.

યુઝર્સની ક્ષમતામાં વધારો કરતા  Z 9ની રજૂઆત પ્રોફેશનલ્સને સરળતા સાથે સ્ટિલ અને વિડિયો કેપ્ચર કરવાની મંજૂરી આપે છે. નિકોનના સૌપ્રથમ 4-એક્સિસ વર્ટિકલ અને હોરિઝોન્ટલ ટિલ્ટિંગ મોનિટર અને ઈંટીગ્રેટેડ વર્ટિકલ ગ્રિપ સાથે યુઝર્સ સૌથી કપરી પરિસ્થિતિઓમાં પણ આરામથી શ્રેષ્ઠત્તમ પળોની કેપ્ચર કરી શકશે. Z 9 મિરરલેસ કેમેરા વચ્ચે દુનિયાના સૌથી વિશાળ વૈવિધ્યપૂર્ણ સમકાલિન સબ્જેક્ટ ડિટેક્શનની સુવિધા ધરાવે છે, જેમાં દ્રઢ ઓટોફોકસ (AF)ની રજૂઆત અને બ્લેકઆઉટ ગાળા વિના રિયલ-લાઇવ વ્યૂફાઈંડર છે. લોકેશન શૂટ માટે તેને સૌથી વ્યવહારિક કેમેરો બનાવવા માટે યુઝર્સ 125 મિનિટ સુધી શાનદાર 8K ઇન-કેમેરા રેકોર્ડિંગની સાથે શૂટિંગનો આનંદ ઉઠાવનાર પહેલા લોકોમાંથી હશે.

“નવીનતમ નિકોન Z 9 એ એક ફ્લેગશિપ Z શ્રેણીનો મિરરલેસ કેમેરો છે, જે વિશ્વનો શ્રેષ્ઠ, ઇન્ડસ્ટ્રી અને એક જ કેમેરા બોડીમાં નિકોનની પ્રથમ સુવિધાઓ ધરાવે છે. અમને વિશ્વાસ છે કે નવીનતમ Z 9 ફોટોગ્રાફરો અને વિડિયોગ્રાફરોને તેમની દ્રષ્ટિ અને વર્ણનને તસવીરો અને વીડિયો દ્વારા વ્યક્ત કરવામાં સક્ષમ બનાવશે. ફ્લેગશિપ Z 9ને ઉત્કૃષ્ટ ક્ષમતાઓ સાથે યુઝર્સને સશક્ત બનાવવા માટે વિકસિત કરવામાં આવ્યો છે, જ્યારે તે અત્યાધુનિક એર્ગોનોમિક્સની સાથે સુચારૂ સંચાલનની ખાતરી કરતા અત્યંત કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા પ્રદાન કરે છે.” –  તેમ સજ્જન કુમાર, મેનેજિંગ ડિરેક્ટર, નિકોન ઈન્ડિયા પ્રા. લિ.એ જણાવ્યું.  

સજ્જન કુમાર, મેનેજિંગ ડિરેક્ટર, નિકોન ઈન્ડિયા પ્રા. લિ.એ વધુમાં જણાવ્યું, “નવો નિકોન Z 9 ભવ્ય લગ્ન સમારંભના શૂટિંગ, તેજ ગતિની દોડને અમર બનાવતા શૂટિંગ, ક્ષણિક વન્ય જીવોની પળો અને આધુનિક ફેશન શોનું શૂટિંગ કરનારા સર્જકો માટે એક આદર્શ સાથી છે. શ્રેષ્ઠ ક્ષણોને કેપ્ચર કરવાની તેમની શોધમાં પ્રોફેશનલ્સ ખરેખર અજય હશે.”

 

ઉપલબ્ધતાઃ

ન્યૂ Z 9 બોડી ભારતમાં નવેમ્બર 2021ના અંતથી રૂ. 475,995.00/-ની કિંમત પર નિકોન અધિકૃત સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.