માઇક્રોમેક્સે In2B લોન્ચ કર્યો – ‘નો હેંગ ફોન’

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ટ્રૂ વાયરલેસ સ્ટીરિયો ઇયરબડ્સ – એરફંક 1 અને એરફંક 1 પ્રો સાથે ઓડિયો સેગમેન્ટમાં પ્રવેશ કર્યો
30 જુલાઇ, 2021: ભારતની પોતાની સ્માર્ટફોન અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ માઇક્રોમેક્સે આજે બજેટ સેગમેન્ટમાં ‘ઇન્ડિયા કા નો હેંગ ફોન-In2Bલોન્ચ કર્યો. બ્રાન્ડ ટ્રૂ વાયરલેસ સ્ટીરિયો ઇયરબડ્સ – એરફંક 1 અને એરફંક 1 પ્રો ની પ્રથમ શ્રેણી સાથે ઓડિઓ એક્સેસરીઝ કેટેગરીમાં પણ પ્રવેશ કર્યો છે.બજેટ સેગમેન્ટમાં રજૂ કરાયેલIn1Bપછી માઇક્રોમેક્સ In2BArm mali G52 GPUસાથે શક્તિશાળી ARM Cortect A75 આર્કિટેક્ચર આધારિત ઓક્ટા-કોર પ્રોસેસર સાથે આવે છે, જે હેંગ થયા (અટકયા) વગર ઉત્તમ પર્ફોર્મન્સ અને એપનો 50 ટકા ઝડપી સ્ટાર્ટઅપ આપે છે. તેના અત્યંત ઝડપી અનલોક સાથે તમે ફોનને ફેસલોક દ્વારા250 માઇક્રોસેકન્ડ્સ અને ફિંગરપ્રિન્ટ દ્વારા 350 માઇક્રોસેકન્ડ્સમાં અનલોક કરી શકો છો. તેથી આ ફોન ખાતરી કરશે કે ‘અબ ઇન્ડિયા ચલે નોન સ્ટોપ’10000નીચેના વર્ગમાં રજૂ કરવામાં આવેલIn1Bફોન 4 + 64 અને 6 + 64GBRAM વેરીએન્ટમાં આવે છે અને 45% વધુ સારું પર્ફોર્મન્સ આપે છે. In2Bત્રણ વૈભવી કલર્સ બ્લેક, બ્લુ અને ગ્રીન માં ઉપલબ્ધ છે.તે 6 ઓગસ્ટ 2021 થી micromaxinfo.com અને www.flipkart.com પર અનુક્રમે રૂ.7,999 અને રૂ.8,999 પર ઉપલબ્ધ રહેશે.માઇક્રોમેક્સે ઓડિઓ કેટેગરીમાં એરફંક ટ્રુ વાયરલેસ સ્ટીરિયો ઇયરબડ્સ સાથે પ્રવેશ કર્યો છે અને 2 મોડેલ લોન્ચ કર્યા છે:

ક્વાલકોમ ક્યૂસીસી 3040વિથ ચિપસેટ સીવીસી 8.0 (ક્લિયર વોઇસ કેપ્ચર)દ્વારા સંચાલિતએરફંક 1 પ્રો માં નોઈઝ અને ઇકો કેન્સલેશન, ઇન્સ્ટન્ટ કનેક્ટિવિટી અને બ્લૂટૂથ 5.2 વી છે. એન્વાયરમેન્ટ નોઇઝ કેન્સલેશન અને ક્વાડ સાથેનો માઇક્રોફોનબહારના અવાજને 25 ડીબી સુધી ઘટાડીને’નોઇઝ નો મોર’ સુનિશ્ચિત કરે છે અને કોલ્સ પર વધુ સારા વોઇસ ક્વોલિટી ની ખાતરી આપે છે. એરફંક 1 પ્રો પાંચ લક્ઝુરિયસ કલર્સ બ્લેક, વ્હાઇટ, બ્લુ, યેલો અને રેડ કલર્સમાં Rs.2499 માં મળશે.એરફંક 1 ખૂબ વધારે મઝા ‘વોઇસ અલ્ટા, ગેમ પુલ્ટા’ સાથે આવે છે, જે તમે કોલ દરમિયાન પુરુષ/સ્ત્રી અવાજ પર સ્વિચ (પરિવર્તન) કરી શકે છે. 3ડી સરાઉન્ડ સાઉન્ડ સ્ટીરિઓ મોડ અને ઓટો કનેક્ટિવિટી અને બ્લૂટૂથ 5.0વી સાથે એરફંક 1 આકર્ષકપાંચ કલર્સ બ્લેક, વ્હાઇટ, બ્લુ, પર્પલ અને યલોમાં Rs.1299 પર ઉપલબ્ધ છે.એરફંક 1 અને 1 પ્રો 18 ઓગસ્ટ 2021 થી micromaxinfo.com અને www.flipkart.com પર ઉપલબ્ધ થશે.

માઇક્રોમેક્સ ઇન્ડિયાના સહ-સ્થાપક રાહુલ શર્માએ આ In2Bલોન્ચ અંગે ટિપ્પણી કરતાં કહ્યું, “અમે અમારા ગ્રાહકો સાથે જોડાયેલા છીએ, તેમની દરેક જરૂરિયાતને સમજીએ છીએ અને આજે જ્યારે આખો દેશ ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે, સ્માર્ટફોન આપણા જીવન અને આજીવિકાનો અભિન્ન ભાગ બની ગયા છે. આવી સ્થિતિમાં સ્માર્ટફોન હેંગ થવો એ ગ્રાહકો માટે સૌથી મોટો પડકાર છે, ખાસ કરીને બજેટ સેગમેન્ટના ગ્રાહકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. In2B‘નો હેંગ ફોન’એક ઉત્તમ પ્રદર્શન પ્રદાન કરતાં શક્તિશાળી પ્રોસેસર, હાઈ રેમ અને બેટરી લાઈફ સાથે આવે છે જેથી ‘ઈન્ડિયા ચલે નોન સ્ટોપ’.સ્માર્ટફોન ઇકોસિસ્ટમમાં વિસ્તરણ કરવા સાથે અમે ઓડિયો સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. અમે ગ્રાહકો માટે બે ફોર્મ ફેક્ટરમાં વોઇસ ચેન્જિંગ ફંક્શન અને ઇએનસી જેવી સુવિધાઓ લાવ્યા છીએ જે તેમને બેજોડ અનુભવ પૂરો પાડશે. ”

માઇક્રોમેક્સ In2B- “નો હેંગ ફોન”
માઇક્રોમેક્સ In2Bભારતનો પહેલો સ્માર્ટફોન છે જે શક્તિશાળી UNISOC T610 પ્રોસેસર દ્વારા સંચાલિત છે અને ગ્રાહકોને અજોડ ગેમિંગ અનુભવ આપે છે. આ શક્તિશાળી પર્ફોર્મન્સ ફોન તેની કેટેગરીમાં સૌથી વધુ Antutu સ્કોર સાથે આવે છે, જે ખાતરી આપે છે કે ફોન ક્યારેય હેંગ ન થાય. તે 6.5 ”મિની ડ્રોપ એચડી પ્લસ ડિસ્પ્લે અને 400 નિટ્સની બ્રાઇટનેસ સાથે આવે છે. In2B13 એમપી અને 2 એમપી એઆઈ ડ્યુઅલ રીઅર કેમેરા અને 5 એમપી સેલ્ફી કેમેરા સાથે આવે છે. ફ્રન્ટ અને રીઅર બંને કેમેરા સિલેકટેબલ બેકગ્રાઉન્ડ બ્લરને સપોર્ટ કરે છે અને પ્રોફેશનલ પોટ્રેટ માટે અદભૂત બોકેહ ઇફેક્ટ સાથે આવે છે. ઇન2બીમાં એફએચડી વિડિઓ રેકોર્ડિંગ અને અનોખાપ્લે અને પોજ રેકોર્ડિંગ ફીચર સાથે આવે છે.
In2B5000 એમએએચની હેવી ડ્યુટી બેટરી સાથે આવે છે, અને તે 100% મેડ ઇન ઇન્ડિયા, બોક્સમાં 10વોટ્સ ફાસ્ટ ચાર્જર સાથે આવે છે જેથી તમારા ફોનની બેટરી ક્યારેય ડાઉન ન્ થાય. In2B ડ્યુઅલ VoWiFi, Dual VoLTE અને Dual WiFi (2.4GHz/5GHz) અને Bluetooth v5.0 સાથે ઉત્તમ કનેક્ટિવિટી આપે છે.

માઇક્રોમેક્સ એર ફંક 1
માઇક્રોમેક્સ એર ફંક 1 એક વિશિષ્ટ વોઇસ ચેન્જ ફિચર સાથે આવે છે જેના દ્વારાતમે કોલ દરમિયાન મેલ (પુરુષ) / ફિમેલ (સ્ત્રી)વોઇસ બદલી શકો છો. 3ડી સરાઉન્ડ સાઉન્ડ સ્ટીરિયો મોડ અને રાઇટ-લેફ્ટ ચેનલ સ્પ્લિટ સાથેતમે મૂવી અને સંગીતનો વધુ સારો આનંદ માણી શકો છો. તે 5.0 બ્લૂટૂથ સાથે ઉત્તમ કનેક્ટિવિટી આપે છે. એરફંક 15 કલાકનો પ્લેટાઇમ, 1.5 કલાક ચાર્જિંગ કેસ ઓફર કરે છે અને ટાઇપ સી ચાર્જિંગ ઇન્ટરફેસ સાથે આવે છે.IP 44 રેટેડ બિલ્ડ ઇયરફોનને વોટર અને ડસ્ટ પ્રૂફ બનાવે છે. તેમના સ્માર્ટ ટચ કંટ્રોલમાં ગૂગલ આસિસ્ટન્ટ, સિરી વોઇસ કમાન્ડ સપોર્ટનો સમાવેશ થાય છે. એરફંક 1 મોનો અને સ્ટીરિઓ વપરાશને સપોર્ટ કરે છે. એટલે કે, તમે ફક્ત એક ઇયરફોનનો ઉપયોગ કરી શકો છો અને સાથે સાથે અન્ય ઇયરફોનને ચાર્જ કરી શકો છો.

માઇક્રોમેક્સ એર ફંક 1 પ્રો
માઇક્રોમેક્સ એર ફંક 1 પ્રો ઉદ્યોગ જગતની અગ્રણી ક્વાલકોમ ચિપસેટ, સીવીસી 8.0 અને ઇએનસી ટેકનોલોજી સાથે આવે છે અને ક્વોડ માઇક્રોફોનને બહારના અવાજને ઘટાડીને સ્પષ્ટ અવાજ આપે છે. તે બ્લૂટૂથ 5.2 સાથે10 મીટર સુધીની ટ્રાન્સમિશન રેન્જ અને ઝડપી ઓટો-કનેક્ટિવિટી પ્રદાન કરે છે. તેની મોટી બેટરી 32 કલાકનો પ્લેટાઇમ અને 170 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. ઇયરફોન આઇપી 44 રેટેડ છે, જે પાણી, પરસેવો અને ધૂળ સામે સુરક્ષિત છે. તે મોનો અને સ્ટીરિઓ સપોર્ટ, સ્માર્ટ ટચ કન્ટ્રોલ અને વોઇસ આસિસ્ટન્ટ સાથે આવે છે જે સિરી અને ગૂગલ આસિસ્ટન્ટને સપોર્ટ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.