એમજી મોટર્સે ભારત માટે 5 વર્ષનો બિઝનેસ રોડમેપ તૈયાર કર્યો: કામગીરીના ભારતીયકરણ પર ભાર મૂકાશે
- શેરહોલ્ડિંગ ડાઇલ્યુટ કરવાની યોજના; 2-4 વર્ષમાં બહુમતી ભારતીયોની માલિકીની હશે
- વધુ સ્થાનિકીકરણ અને લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા સમાજ પર અર્થપૂર્ણ અસર પર ભાર મૂકાશે
- વિસ્તરણનો આગળનો તબક્કો: ગુજરાતમાં બીજો પ્લાન્ટ સંયુક્ત ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 3,00,000 યુનિટ સુધી વધારશે
- 4-5 નવી કાર લોન્ચ કરવામાં આવશે, મોટાભાગે EVs
- EV પોર્ટફોલિયો ભારતમાં કુલ વેચાણમાં 65-75% સુધીનું યોગદાન આપશે
- રૂ. 5,000 કરોડથી ઉપરનું રોકાણ આયોજન
- 2028 સુધીમાં કુલ 20,000 કર્મચારીઓનું શ્રમબળ
- ગુજરાત પ્લાન્ટમાં બેટરી એસેમ્બલી યુનિટ
- સંયુક્ત સાહસો અને/અથવા થર્ડ–પાર્ટી મેન્યુફેક્ચરિંગ દ્વારા સેલ મેન્યુફેક્ચરિંગ અને હાઇડ્રોજન ફ્યુઅલ–સેલ ટેક્નોલોજીનું અન્વેષણ કરવું
ગુરુગ્રામ : 99-વર્ષનો સમૃદ્ધ વારસો ધરાવતી આઇકોનિક બ્રિટિશ ઓટોમોબાઇલ બ્રાન્ડ MG મોટર ઇન્ડિયા આજે તેના વ્યૂહાત્મક 5-વર્ષના બિઝનેસ રોડમેપની જાહેરાત કરી. જે સાતત્યપૂર્ણ વૃદ્ધિ અને સમાજ પર અર્થપૂર્ણ અસર માટે બિઝનેસ ઓપરેશન્સના ભારતીયકરણ પર ભાર મૂકશે. આ આયોજનની મુખ્ય પહેલોમાં સ્થાનિકીકરણ અને લેટેસ્ટ ટેકનોલોજી લાવી અને તેનું સ્થાનિકીકરણ કરવું, આગામી 2-4 વર્ષમાં ભારતીય શેરહોલ્ડિંગ વધારવું, માલિકીવાળી અથવા થર્ડ-પાર્ટી ફેસિલિટીઝ મારફતે સેલ મેન્યુફેક્ચરિંગ અને ક્લીન હાઇડ્રોજન-સેલ ટેક્નોલોજીમાં એક્સપ્લોરિંગ સહિત કાર્યક્રમોની વ્યાપક શ્રેણી મારફતે 2028 સુધીમાં પોતાના ઓપરેશન્સમાં સ્થાનિક સોર્સિંગ અને મેન્યુફેક્ચરિંગ વધારવું, ગુજરાતમાં બીજા પ્લાન્ટ સાથે ઉત્પાદન ક્ષમતા વધારવી, ઇલેક્ટ્રિક વ્હિકલ્સ (EV)ની વ્યાપક શ્રેણી રજૂ કરવી, નવી પ્રોડક્ટ રજૂ કરવીનો સમાવેશ થાય છે. MG મોટર ઇન્ડિયા રૂ. 5,000 કરોડથી વધુનું રોકાણ કરવાનું અને 2028 સુધીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને ભેગા મળીને 20,000 કર્મચારીઓનું કુલ શ્રમબળ ઉભું કરવાનું લક્ષ્ય ધરાવે છે.
MG મોટર ઇન્ડિયા તેની વૃદ્ધિ યોજનાના ભાગરૂપે, ગુજરાતમાં બીજી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માંગે છે. કંપની અત્યારે 1,20,000 વાહનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે નવા પ્લાન્ટ સાથે બંને પ્લાન્ટની સંયુક્ત ક્ષમતા સાથે આ ઉત્પાદન ક્ષમતા વધીને 3,00,000 વાહન થશે. કંપની 4-5 નવી કાર લોન્ચ કરવા માંગે છે, જેમાં મોટાભાગે EV મોડલ છે અને 2028 સુધીમાં EV પોર્ટફોલિયોમાંથી 65-75% વેચાણ હાંસલ કરવા માંગે છે. ઇલેક્ટ્રિક વાહનોને વ્યાપકપણે અપનાવવામાં મદદ કરવા માટે, MG મોટર ઇન્ડિયા EV યુનિટ્સના સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવશે અને ગુજરાતમાં પ્લાન્ટની અંદર બેટરી એસેમ્બલી યુનિટની સ્થાપના કરશે.
ભારતના મુખ્ય મેન્યુફેક્ચરિંગ હબ બનવાના મિશનમાં યોગદાન આપવા તેમજ તેને સમર્પિત રહેવા પર ભાર મુકતા MG મોટર ઇન્ડિયા હાઇડ્રોજન ફ્યુઅલ સેલ અને સેલ મેન્યુફેક્ચરિંગ સહિતની એડવાન્સ્ડ ક્લીન ટેક્નોલોજીસમાં રોકાણ કરશે તેમજ સંયુક્ત સાહસો અને થર્ડ-પાર્ટી મેન્યુફેક્ચરિંગ મારફતે EV પાર્ટ્સનું સ્થાનિક ઉત્પાદન વધારશે.
MG મોટર ઈન્ડિયાના સીઈઓ એમેરિટસ રાજીવ ચાબાએ ભારતના રોડમેપ પર વધુ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, “MG મોટર ઈન્ડિયાનું ભારત પ્રત્યેનું અતૂટ સમર્પણ અમારી નૈતિકતામાં ઊંડે સુધી સમાયેલું છે. અમે ટકાઉ વૃદ્ધિના અમારા આગળના તબક્કા માટે માર્ગ મોકળો કરી રહ્યા છીએ ત્યારે અમે 2028 માટે સ્પષ્ટ રોડમેપ અને વિઝન તૈયાર કર્યું છે. અમારી વૃદ્ધિની વ્યૂહરચના સ્થાનિકીકરણને મજબૂત કરવા પર કેન્દ્રિત છે, જે સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સાથે વધુ નજીકથી સંરેખિત થઈ રહી છે અને નવીનતા માટે અમારા વચનને સતત વધારીને અને બજારની વિકસતી જરૂરિયાતોને ખંતપૂર્વક પૂરી કરી રહી છે.”
ચાબાએ સમાજ પર સકારાત્મક અસર કરવા માટે કંપનીની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂકતાં કહ્યું કે, “MG મોટર ઈન્ડિયામાં, અમે અર્થપૂર્ણ પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે અમારી પ્રતિબદ્ધતામાં નિશ્ચિત છીએ. અમે અમારા પ્રતિભાશાળી કાર્યબળમાં રોકાણ કરવા અને MG Nurture પ્રોગ્રામ જેવી પહેલો મારફતે ભારતની યુવા પ્રતિભાને પોષવા માટે સમર્પિત છીએ. આ અંતર્ગત અમે 1,00,000 વિદ્યાર્થીઓને EV, કનેક્ટેડ કાર અને ADAS સિસ્ટમ્સ જેવી નવીનતમ તકનીકો પર તાલીમ આપવા માટે 50 સંસ્થાઓ સાથે સહયોગ કરવાની વિચારીએ છીએ.”
ચાબાએ લિંગ વૈવિધ્યતાને પ્રોત્સાહિત કરવા પર કંપની ભાર મૂકી રહી હોવા અંગે જણાવ્યું હતું કે, “અમે વિવિધતાના મૂલ્યને ઓળખીએ છીએ. અમે અમારા કર્મચારીઓની અંદર 37% લિંગ વૈવિધ્યતા હાંસલ કરી છે, અને અમે અમારી સંસ્થાની અંદર વિવિધ ભૂમિકાઓમાં 50% વૈવિધ્યતા લાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
કંપનીએ તેના MG Nurture પ્રોગ્રામ હેઠળ 1,00,000 વિદ્યાર્થીઓને વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે જેમને EV, ADAS અને કનેક્ટેડ કાર ટેક્નોલોજીમાં તાલીમ આપવામાં આવશે. પ્રશિક્ષિત અને કુશળ પ્રતિભા આગામી પેઢીની કારના ઉત્પાદનની વધેલી માંગને પહોંચી વળવા માટે ભવિષ્ય માટે તૈયાર હશે.
MG મોટર ઇન્ડિયા વિશે
યુકેમાં 1924માં સ્થપાયેલ, મોરિસ ગેરેજ વાહનો તેમની સ્પોર્ટ્સ કાર, રોડસ્ટર્સ અને કેબ્રિઓલેટ શ્રેણી માટે વિશ્વ-પ્રસિદ્ધ હતા. બ્રિટિશ વડાપ્રધાનો અને બ્રિટિશ રોયલ ફેમિલી સહિતની ઘણી સેલિબ્રિટીઓ દ્વારા MG વાહનોની તેમની સ્ટાઇલિંગ, લાવણ્ય અને જુસ્સાદાર પ્રદર્શન માટે MG વાહનોની ખૂબ જ માંગ કરવામાં આવી હતી. યુકેમાં એબિંગ્ડન ખાતે 1930માં સ્થપાયેલી MG કાર ક્લબમાં હજારો વફાદાર ચાહકો છે, જે તેને કાર બ્રાન્ડ માટે વિશ્વની સૌથી મોટી ક્લબમાંની એક બનાવે છે. MG છેલ્લા 99 વર્ષોમાં આધુનિક, ભવિષ્યવાદી અને નવીન બ્રાન્ડ તરીકે વિકસિત થઈ છે.
ગુજરાતના હાલોલમાં આવેલી MG મોટર ઇન્ડિયાની અત્યાધુનિક ઉત્પાદન સુવિધા 1,20,000 વાહનો અને 3,000 કર્મચારીઓની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. CASE (કનેક્ટેડ, ઓટોનોમસ, શેર્ડ અને ઈલેક્ટ્રીક) ગતિશીલતાના તેના વિઝનથી પ્રેરિત, અત્યાધુનિક ઓટોમેકરે આજે ઓટોમોબાઈલ સેગમેન્ટમાં સમગ્ર બોર્ડના ‘અનુભવો’માં વધારો કર્યો છે. તેણે ભારતમાં ઘણી ‘પ્રથમ’ રજૂ કરી છે, જેમાં ભારતની પ્રથમ ઈન્ટરનેટ SUV MG Hector, ભારતની પ્રથમ પ્યોર ઇલેક્ટ્રિક ઈન્ટરનેટ SUV MG ZS EV, ભારતની પ્રથમ ઓટોનોમસ (લેવલ 1) પ્રીમિયમ SUV MG ગ્લોસ્ટર, એસ્ટર- ભારતની વ્યક્તિગત સાથેની પ્રથમ SUV AI આસિસ્ટન્ટ અને ઓટોનોમસ (લેવલ 2) ટેક્નોલોજી અને MG કોમેટ EV ધ સ્માર્ટ અર્બન ઇલેક્ટ્રિક વ્હીકલનો સમાવેશ થાય છે.