
મહિન્દ્રાએ નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ સાથે પિકઅપ સેગમેન્ટમાં ખળભળાટ મચાવ્યો, રેન્જ શરૂ થાય છે રૂ. 7.85 લાખથી
~ નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જને આકર્ષક કિંમતે અદ્વિતીય સુવિધાઓ અને પ્રદર્શન
આપવા માટે બનાવવામાં આવી છે ~
~ માઇલેજ, પ્રદર્શન, આરામ, સલામતી અને ઉત્પાદકતા પર ઉત્કૃષ્ટ મૂલ્ય પ્રદાન કરે છે,
જે વધુ નફાકારકતા તરફ દોરી જાય છે~
~ ગ્રાહકો પ્રત્યે મહિન્દ્રાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવા માટે નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ: અત્યાધુનિક સુવિધાઓ સાથેનું નવું વાહન અને તે પણ એ જ કિંમતે ~
- પ્રભાવશાળી 3050 mm કાર્ગો બેડ સહિત 1.3t થી 2t સુધીની પેલોડ ક્ષમતા, આ સેગમેન્ટમાં ઉદ્યોગમાં પ્રથમ
- શ્રેષ્ઠ પાવર અને ટોર્ક સાથેનું નવું m2Di એન્જિન તેને વધુ ભારને સરળતાથી હેન્ડલ કરવામાં સક્ષમ બનાવે છે
- છ ભાષાઓમાં મોબાઇલ એપ્લિકેશન પર સુલભ 50થી વધુ ફીચર્સ સાથે iMAXX કનેક્ટેડ સોલ્યુશન દ્વારા સંચાલિત શક્તિશાળી ફ્લીટ મેનેજમેન્ટ ટેક્નોલોજી, જે વ્હીકલ ટ્રેકિંગ, રૂટ પ્લાનિંગ, એક્સપેન્સ મેનેજમેન્ટ, જીઓ-ફેન્સિંગ અને વ્હીકલ હેલ્થ મોનિટરિંગ માટે મહત્વની આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે.
- બે સિરીઝમાં ઉપલબ્ધ – HD સિરીઝ (HD 2.0L, 1.7L અને 1.7, 1.3) અને સિટી સિરીઝ (સિટી 1.3, 1.4, 1.5 અને સિટી CNG)
મુંબઈ, 2023: ભારતની નંબર વન પિકઅપ બ્રાન્ડ બોલેરો પિક-અપના નિર્માતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ (M&M) આજે તેની ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ લોન્ચ કરી છે. રૂ. 7.85 લાખની (એક્સ-શોરૂમ) કિંમતથી શરૂ થતી ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જને ગ્રાહકો અને ઓપરેટરોને અભૂતપૂર્વ મૂલ્ય પૂરું પાડતા શક્તિશાળી ફીચર્સ અને પ્રદર્શન પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી છે.
હળવા, વધુ કોમ્પેક્ટ અને વર્સેટાઈલ ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ પેલોડ ક્ષમતા, ઇંધણ કાર્યક્ષમતા, સલામતી અને એકંદર ડ્રાઇવિંગ અનુભવ માટે નવા બેન્ચમાર્ક સેટ કરે છે. તે પહેલાં કરતાં વધુ મૂલ્ય પ્રદાન કરવા માટે સ્માર્ટ એન્જિનિયરિંગનો પણ સમાવેશ કરે છે.
નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ રૂ. 24,999ના ન્યૂનતમ ડાઉન પેમેન્ટ પર બુક કરી શકાય છે, મહિન્દ્રા સરળ ખરીદી અને માલિકી અનુભવ માટે આકર્ષક ધિરાણ યોજનાઓ પણ ઓફર કરે છે.
ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ એક નવા પ્લેટફોર્મ સાથે ગેમ ચેન્જર બનવાનું વચન આપે છે, જે બોલેરોના ડીએનએ એવા મજબૂતાઈ, કઠિનતા, વિશ્વસનીયતા, ઓછો જાળવણી ખર્ચ અને ઉચ્ચ પુનર્વેચાણ મૂલ્યના સમાનાર્થી એવા મુખ્ય મૂલ્યો અને શક્તિઓને વહન કરે છે. તે બોલેરોની ન્યૂનતમ અને ટાઈમલેસ ડિઝાઇન લેંગ્વેજને પણ જાળવી રાખે છે જે દેશભરના શહેરી રસ્તાઓ અને હાઇવે પર પ્રભુત્વ ધરાવે છે.
M&Mના ઓટોમોટિવ ડિવિઝનના પ્રમુખ શ્રી વિજય નાકરાએ જણાવ્યું હતું કે, “મેક ઇન ઇન્ડિયા પહેલ માટે ખૂબ જ પ્રતિબદ્ધ કંપની તરીકે, અમે અગ્રેસર અને વિકાસશીલ પ્રોડક્ટ્સ માટે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ જે માત્ર ગ્રાહક કેન્દ્રિત જ નથી પરંતુ ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપવાની અમારી પ્રતિબદ્ધતાને પણ છતી કરે છે. મહિન્દ્રા ખાતે, અમે અમારા ગ્રાહકોને વિકાસ અને સમૃદ્ધિને સક્ષમ કરતા અનેકવિધ લાક્ષણિકતાઓ ધરાવતા વાહનો પૂરા પાડીને તેમના જીવનને સમૃદ્ધ બનાવવાનો સતત પ્રયાસ કરીએ છીએ. નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ અત્યાધુનિક સુવિધાઓ, અદ્વિતીય શક્તિ, મહત્તમ પેલોડ ક્ષમતા અને ઉચ્ચ માઇલેજ પ્રદાન કરે છે, જે વચન આપે છે કે દરેક મુસાફરી ડ્રાઇવરો માટે ઉત્પાદક અને થાકરહિત છે. તે સાચા અર્થમાં મહત્તમ અનુભવ ઈચ્છતી કોઈપણ વ્યક્તિ માટે યોગ્ય પસંદગી તરીકે બહાર આવે છે. આ પ્રોડક્ટ રેન્જ સાથે ગ્રાહકોને અપ્રતિમ મૂલ્ય પૂરું પાડવા અને પિક-અપ સેગમેન્ટમાં શ્રેષ્ઠતાના નવા ધોરણો સ્થાપિત કરવા માટે મહિન્દ્રાની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવતા અમને આનંદ થાય છે.”
M&Mના ઓટોમેટિવ ટેક્નોલોજી એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રેસિડેન્ટ શ્રી આર. વેલુસામીએ જણાવ્યું હતું કે, “ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જને શક્તિશાળી બનાવતા અત્યંત બહુમુખી નવા પ્લેટફોર્મનો વિકાસ એ મહિન્દ્રા રિસર્ચ વેલી ખાતે એન્જિનિયરોની સમર્પિત ટીમ દ્વારા ત્રણ વર્ષથી વધુના નવીનતમ કામગીરીનું પરિણામ છે. આની સફળતાના પાસાં 1.3t થી 2t સુધીની વિવિધ કાર્ગો લંબાઈ અને પેલોડ ક્ષમતાની બે સિરીઝની પ્રોડક્ટ્સ ઓફર કરવાની ક્ષમતા છે, જેનાથી કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વધારો થાય છે અને તે ડીઝલ અને સીએનજીની પસંદગી પણ ઓફર કરે છે. અમે આ એપ્લીકેશન માટે m2Di એન્જિનને નોંધપાત્ર રીતે અપગ્રેડ કર્યું છે, જેમાં 2t સુધીના પેલોડ્સને પહોંચી વળવા માટે ટોર્ક અને પાવર વધારવામાં આવ્યો છે અને પ્રભાવશાળી ઇંધણ કાર્યક્ષમતા પણ પ્રદાન કરી છે. સાથેસાથે, અમારી પાસે કાર જેવી ઇન્ટિગ્રેટેડ iMAXX કનેક્ટિવિટી ટેક્નોલોજી છે, જે સેગમેન્ટમાં પ્રથમ છે. આ તમામ અદ્વિતીય વિશેષતાઓ સાથે ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ અમારા ગ્રાહકો માટે ડ્રાઇવિંગ અનુભવને વધારીને વધુ ઉત્પાદકતા અને કમાણી સંભવિતતા પ્રદાન કરે છે.”
મહિન્દ્રાએ આ બ્રાંડ પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં 20 લાખથી વધુ પિક-અપ યુનિટ વેચ્યા છે. ભારત માટે અને ભારતમાં જ ડિઝાઈન કરેલી અને બનેલી આ વાહનોની રેન્જ દેશની લોજિસ્ટિક્સ જરૂરિયાતોને અનુરૂપ છે, જે તેને દેશના લાસ્ટ-માઇલ લોજિસ્ટિક્સ નેટવર્કની કરોડરજ્જુ બનાવે છે.
ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ બે રેન્જમાં આવે છે – HD સિરીઝ (HD 2.0L, 1.7L અને 1.7, 1.3) અને સિટી સિરીઝ (સિટી 1.3, 1.4, 1.5 અને સિટી CNG) – અને તેને ગ્રાહકોને ઉચ્ચ કાર્યકારી અને કમાણી ક્ષમતા તેમજ સરળ અને આનંદદાયક ઓન-રોડ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. વધુમાં, નવી રેન્જ ઉચ્ચ પેલોડ ક્ષમતા, બહેતર માઇલેજ અને પ્રદર્શન, સુધારેલ આરામ અને સલામતી તેમજ અત્યંત વિશ્વસનીય અને કાર્યક્ષમ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન પ્રદાન કરે છે.
કિંમતની વિગતો (એક્સ-શોરૂમ) નીચે મુજબ છેઃ
સિટી રેન્જ | એચડી રેન્જ | |||
સિટી 1.3 LX CBC | રૂ. 7.85 લાખ | એચડી 1.7 LX CBC | રૂ. 9.26 લાખ | |
સિટી 1.3 LX | રૂ. 7.95 લાખ | એચડી 1.7 LX | રૂ. 9.53 લાખ | |
સિટી 1.4 LX CBC | રૂ. 8.22 લાખ | એચડી 1.7L LX | રૂ. 9.83 લાખ | |
સિટી 1.4 LX | રૂ. 8.34 લાખ | એચડી 2.0L LX CBC | રૂ. 9.99 લાખ | |
સિટી 1.5 LX CBC | રૂ. 8.22 લાખ | એચડી 2.0L LX | રૂ. 10.33 લાખ | |
સિટી 1.5 LX | રૂ. 8.34 લાખ | |||
સિટી CNG | રૂ. 8.25 લાખ | |||
VXi વેરિયન્ટની કિંમત LX વેરિયન્ટ કરતાં રૂ. 25,000થી રૂ. 30,000 જેટલી વધુ છે
ગોલ્ડ કલરની કિંમત વ્હાઈટ કલરથી રૂ. 5,000 વધુ છે
એનેક્સર – ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ વિશે
મેક્સ પર્ફોર્મન્સ
બોલેરો મેક્સ પિક-અપની ડિસ્રપ્ટિવ રેન્જમાં 52.2kW/200Nm અને 59.7kW/220Nmની શક્તિ અને ટોર્ક નોડ્સ છે અને તે ડીઝલ તથા સીએનજી વિકલ્પો સાથે મહિન્દ્રાના અદ્યતન m2Di એન્જિન દ્વારા સંચાલિત છે. નવી શ્રેણી 1.3t થી 2t સુધીની બહુવિધ પેલોડ ક્ષમતાઓ સાથે આવે છે, કાર્ગો બેડની લંબાઈ 3050 મીમી સુધીની છે જે માલના પરિવહન માટે વધુ લોડ ક્ષમતા સુનિશ્ચિત કરે છે.
મેએક્સએક્સ ટેકનોલોજી
સમગ્ર બોલેરો મેક્સ પિક-અપ રેન્જ iMAXX કનેક્ટેડ સોલ્યુશનથી સજ્જ છે જે ગ્રાહકો અને ફ્લીટ માલિકોને તેમના ફોન પર iMAXX એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમના વાહનોનું સરળતાથી નિરીક્ષણ કરવાની સુવિધા આપે છે. આ એપ છ ભાષાઓમાં ઉપલબ્ધ છે – અંગ્રેજી, હિન્દી, તમિલ, કન્નડા, તેલુગુ અને મલયાલમ – જે વપરાશકર્તાઓ માટે સમગ્ર ભારતમાં કામ કરવાનું સરળ બનાવે છે. વાહન ટ્રેકિંગ, રૂટ પ્લાનિંગ, એક્સપેન્સ મેનેજમેન્ટ, જીઓ-ફેન્સિંગ અને હેલ્થ મોનિટરિંગ સહિત 50થી વધુ સુવિધાઓ સાથે, iMAXX ફ્લીટ મેનેજમેન્ટ અને અન્ય ઘણું સુધારવા માટે મહત્વની આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે.
મેક્સ કમ્ફર્ટ
બોલેરો મેક્સ પિક-અપ રેન્જમાં ઘણી બધી સુવિધાઓ સમાવિષ્ટ છે જે શ્રેષ્ઠ આરામ અને કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરે છે. CMVR પ્રમાણિત D+2 બેઠક અને હાઈટ-એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ્સ લાંબી મુસાફરી માટે શ્રેષ્ઠ આરામની ખાતરી આપે છે. કેબિનના બાહ્ય અને આંતરિક ભાગોને પણ સંપૂર્ણપણે પુનઃડિઝાઈન કરવામાં આવ્યા છે જે તેને શહેર અને હાઈવે બંને માટે યોગ્ય બનાવે છે. વાહનને કેબિનમાં સરળ પ્રવેશ અને બહાર નીકળવા માટે પણ ડિઝાઇન કરવામાં આવી છે જે એકંદર આરામને વધારે છે.
મેક્સ સેફ્ટી
બહેતર સલામતી માટે ઇમ્પ્રૂવ્ડ ઓન-રોડ વિઝિબિલિટી, સ્ટેબિલિટી અને હેન્ડલિંગ માટે ટર્ન સેફ લાઇટ્સ અને વિશાળ વ્હીલ ટ્રેક ઉમેરવામાં આવ્યા છે. સિંગલ-પીસ BSO (બોડી સાઇડ આઉટર)થી ઇમ્પ્રૂવ્ડ સ્ટ્રેન્થ અને રિજિડિટી મળે છે. સ્ટ્રેસ-પીન કરેલ સસ્પેન્શન અને ટૂંકા રિઅર ઓવરહેંગ્સ દ્વારા ઉચ્ચ લોડિંગ ક્ષમતા પ્રદાન કરવામાં આવે છે, HSLA (હાઈ સ્ટ્રેન્થ લો એલોય) પાર્ટ્સનો ઉપયોગ વાહનનું ટકાઉપણું સુધારવા માટે કરવામાં આવ્યો છે. આ તમામ સુવિધાઓના સંયોજન સાથે, બોલેરો મેક્સ પિક-અપ રેન્જ વધુ પેલોડ ક્ષમતા અને કાર્ગો ઉપયોગ પ્રદાન કરે છે, જે ભરોસાપાત્ર અને કાર્યક્ષમ પિક-અપ વાહનની શોધમાં હોય તે લોકો માટે તે શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.
ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જની ઉત્કૃષ્ટ સુવિધાઓ |
• સર્વોત્તમ પ્રમાણિત માઇલેજ અને પ્રદર્શન માટે નવું m2DI એન્જિન
• CMVR પ્રમાણિત D+2 બેઠક • આરામ માટે હાઈટ-એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ્સ • OEM ફીટેડ કનેક્ટેડ વ્હીકલ સોલ્યુશન્સ – ફ્લીટ મેનેજમેન્ટ માટે iMaXX કનેક્ટેડ સોલ્યુશન • વધુ સારી લોડેબિલિટી માટે 3050 મીમી સુધીના કાર્ગો બેડ સાથે 2 ટન ઊંચી પેલોડ ક્ષમતા • સંપૂર્ણપણે નવા કેબિન એક્સટિરિઅર અને ઇન્ટિરિયર • રસ્તા પર વધુ સારી દ્રશ્યતા માટે ટર્ન સેફ લાઈટ્સ • 20,000 કિમી સર્વિસ ઇન્ટરવલ • વિશાળ વ્હીલ ટ્રેક • ઉચ્ચ કાર્ગો ઉપયોગ માટે વિશાળ કાર્ગો |
વેરિયન્ટની મહત્વની બાબતો
બોલેરો મેક્સ પિક-અપ એચડી 2.0L |
• ગ્રામીણ અને ડુંગરાળ વિસ્તારો જેવા કઠોર ભૂપ્રદેશમાં પણ પર્ફોર્મ કરવા માટે સજ્જ
• સેગમેન્ટમાં સૌપ્રથમ કાર્ગો બેડની લંબાઈ 3050 મીમી અને 2 ટનનો પેલોડ તેની લોડિંગ ક્ષમતાને કારણે તેને સેગમેન્ટ લીડર બનાવે છે • નવી 2-ટન ક્ષમતા એન્ટ્રી-લેવલ એલસીવી સેગમેન્ટમાં એપ્લિકેશન અને વપરાશને સુલભ બનાવે છે • મજબૂત ચેસિસ અને મજબૂત બોડી • બેસ્ટ-ઇન સેગમેન્ટ 7R16 ટાયર સ્થિરતા સુનિશ્ચિત કરે છે અને લોડિંગ દરમિયાન ઘસારો સહન કરે છે • બાંધકામ, કૃષિ અને મત્સ્યઉદ્યોગ જેવી ડિમાન્ડિંગ એપ્લિકેશન્સ માટે યોગ્ય છે, જે તેને હેવી-ડ્યુટી ડિલિવરી માટે આદર્શ બનાવે છે |
બોલેરો મેક્સ પિક-અપ એચડી 1.7L, 1.7 and 1.3 |
• આ બિગ બોલેરો પિક-અપનું અપગ્રેડેડ વર્ઝન છે
• ફળો અને શાકભાજીના પરિવહન અને અન્ય હેવી લોડ જેવા ઇન્ટરસિટી એપ્લિકેશન્સ માટે રચાયેલ છે • 1.7 અને 1.3 ટનના પ્રભાવશાળી પેલોડ વિકલ્પ અને 3050mm અને 2765mmના કાર્ગો લંબાઈના વિકલ્પો • ક્લાસ લીડિંગ 7R15 ટાયર |
બોલેરો મેક્સ પિક-અપ સિટી 1.5 & 1.4 |
• શહેરની અંદર અવરજવરના ઉપયોગ માટે બનાવાઈ છે અને ફ્લીટ ઓનર્સ તથા વ્યવસાયિક વાહન ખરીદનારાઓ માટે આદર્શ છે જેમને નાની, વધુ ઇંધણ-કાર્યક્ષમ પિકઅપ ટ્રકની જરૂર હોય છે
• તેના 1.5 અને 1.4 ટનના પ્રભાવશાળી પેલોડ વિકલ્પ સાથે, 2640 mm ની કાર્ગો લંબાઈ અને 17.2 કિમી/લિટરની ઇંધણ કાર્યક્ષમતા સાથે, આ વાહન ભીડવાળા શહેરોમાં સામાન પહોંચાડવા માટે યોગ્ય છે. • 200Nmનો ટોર્ક અને મોટા ટાયર કોઈપણ ભારને સરળતાથી વહન કરવાનું સરળ બનાવે છે |
બોલેરો મેક્સ પિક-અપ સિટી 1.3 |
• શહેરની અંદર અવરજવરના ઉપયોગ માટે બનાવાઈ છે અને ફ્લીટ ઓનર્સ તથા વ્યવસાયિક વાહન ખરીદનારાઓ માટે આદર્શ છે જેમને નાની, વધુ ઇંધણ-કાર્યક્ષમ પિકઅપ ટ્રકની જરૂર હોય છે
• તેના 1.3 ટનના પ્રભાવશાળી પેલોડ, 2500 mmની કાર્ગો લંબાઈ અને 17.2 કિમી/લિટરની ઈંધણ કાર્યક્ષમતા સાથે, આ વાહન ભીડવાળા શહેરોમાં સામાન પહોંચાડવા માટે યોગ્ય છે. • 200Nmનો ટોર્ક અને મોટા ટાયર કોઈપણ ભારને સરળતાથી વહન કરવાનું સરળ બનાવે છે |
બોલેરો મેક્સ પિક-અપ સિટી CNG |
• પર્યાવરણને અનુકૂળ ઇંધણ-કાર્યક્ષમ વિકલ્પ શોધી રહેલા વ્યવસાયો માટે યોગ્ય
• 1.2 ટનની પેલોડ ક્ષમતા અને 2500mm ની કાર્ગો લંબાઈ તેને નાના વેપારની ડિલિવરી જરૂરિયાતો અને લોજિસ્ટિક્સ માટે આદર્શ બનાવે છે • એક વિશ્વસનીય અને શક્તિશાળી ઇન્ટ્રા-સિટી ટ્રાન્સપોર્ટ સોલ્યુશન |