ક્યાં અને કેટલો ખર્ચ કરી રહ્યાં છે તમારા બાળકો, આ મોબાઈલ એપથી રાખી શકશો તેના ઉપર નજર

ગેઝેટ્સ
ગેઝેટ્સ

તમે નોકરીયાત છો કે પછી પોતાનો વ્યવસાય કરી રહ્યાં છો, બચત અને રોકાણ કરવાની સલાહ તમામ લોકો આપે છે. ઘરનું બજેટ બગડે નહીં અને ભવિષ્યમાં આવનારી મોટી જરૂરતો ઉપર કોઈ મુશ્કેલી ન થાય તેના માટે આર્થિક જોગવાઈઓ જરૂરી હોય છે. એક્સપર્ટ જણાવે છે કે, ફાઈનાન્શીયલ એજ્યુકેશન અને પ્લાનીંગ ઘરના બાળકોને કિશોરાવસ્થાથી જ શીખડાવવી જોઈએ. સ્કુલ કોચિંગ, આવવા જવા માટે, કેટલોક ખાવા માટે, સ્કુલની જરૂરતોની ખરીદી કે પછી અન્ય જરૂરી કામો માટે બાળકોને પોકેટમની દેવામાં આવે છે. પરંતુ માતા-પિતાને બાળકોની ચિંતા રહેતી હોય છે કે તેમના બાળકો ખોટી વસ્તુઓમાં તો ખર્ચ નહીં કરેને.

માં-બાપ કે ગાર્જિયન્સને આ વાતને લઈને હંમેશા મુશ્કેલી રહેતી હોય છે. તે જાણી નથી શકતા કે પોકેટ મનીને બાળકો ક્યાં ખર્ચી રહ્યાં છે. પરંતુ હવે ઘબરાવવાની જરૂરત નથી. પેટીએમના પૂર્વ વરિષ્ઠ અધિકારી શંકર નાથ અને અંકિત ગેરાના સ્ટાર્ટઅપે આ ટેન્શનને દુર કરવા માટે એક એપ લોન્ચ કરી છે. જેમાં ગાર્જિયન તે જાણી શકે છે કે બાળકો ક્યાં ખર્ચ કરે છે અને તેની સાથે જ આ એપ બાળકોને બચતનો પાઠ પણ શીખવશે.

ડિઝીટલ પોકેટ મની એપ જૂનિયો બાળકો ઉપર કેન્દ્રિત છે. શંકર નાથ અને અંકિત ગેરાએ સપ્ટેમ્બરમાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. દિલ્લીમાં આ સ્ટાર્ટઅપને પાછલા જ મહિનામાં પોતાના એંજલ રાઉન્ડમાં 10 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે અને હવે એપ લોન્ચ કરી દીધી છે. આ એપનો બનાવવાનો ઉદ્દેશ બાળકોને પોતાના માતા-પિતાની મદદથી પોતાની પોકેટ મની અને બચત શીખવવાની અને જોગવાઈઓ શીખડાવવાની છે. દાવો કરવામાં આવ્યો છે કે આ માધ્યમથી ઓછી ઉંમરના બાળકોમાં નાણાકીય જ્ઞાન અને અનુશાસન પ્રાપ્ત કરશે.

આ એપના માધ્યમથી તત્કાલ પોકેટ મની ટ્રાન્સફર તો થશે જ આ એપ માતા-પિતાને બાળકો દ્વારા કરવામાં આવેલા ખર્ચનો રેકોર્ડ રાખવાની સુવિધા પણ આપે છે. જૂનિયો એપના માધ્યમથી માતા-પિતા પોતાના બાળકોને આ એપ ડેલી ટાસ્ક દઈને તેની સુવિધાઓની સાથે જોડી શકે છે. આ એપ એટીએમમાંથી ઉપાડની સુવિધા નિર્ધારિત કરવા જેવી સુવિધાઓ પણ આપે છે. સાથે જ ગાર્જિયનને એપનો ઉપયોગ કરીને કોઈ પણ સમયે કાર્ડ રદ્દ કરવાની સુવિધા આપે છે.

જૂનિયોના સહ-સંસ્થાપક અંકિત ગેરાના જણાવ્યા પ્રમાણે બાળકો પર કેન્દ્રિત પેમેન્ટ પ્લેટફોર્મ ભારતમાં એક નવી અવધારણા છે. જેમ જેમ આપણે કેશલેસ ઈકોનોમી તરફ આગળ વધી રહ્યાં છીએ, ડિઝીટલ ચૂકવણીની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. આવનારા વર્ષોમાં આ વધારે વધશે. આ દિશામાં બાળકો ઉપર કેન્દ્રિત ડિઝીટલ પોકેટ મની એપ લોન્ચ કરવામાં આવી છે. તેણે કહ્યું કે, જૂનિયોના લોન્ચની સાથે અમે આર્થિક રૂપે સ્માર્ટ અને સશક્ત યુવા પેઢી બનાવવાની કલ્પના કરીએ છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.