iQOOએ બેજોડ પર્ફોર્મન્સ અને અલ્ટ્રા ગેમિંગ એક્સપિરિયન્સ સાથે ફુલ્લી લોડેડ ઓફરિંગ Z3 5G લોંચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ 13

બેજોડ પર્ફોર્મન્સ અને રેવોલ્યુશનરી પાવર સાથે iQOOએ ભારતમાં iQOO Z3 લોંચ કર્યો છે. ઉત્તમ પ્રદર્શન, ભાવિ 5જી ક્ષમતા, અદ્ભુત કેમેરા ટેકનીક અને મજબૂત હાર્ડવેર સ્પેસિફિકેશન સાથે iQOO Z3 Gen-Z ગ્રાહકો માટે ખરા અર્થમાં એક #FullyLoaded સ્માર્ટફોન છે.

અદ્યતન ક્વાલકોમ સ્નેપડ્રેગન 768G 5G મોબાઇલ પ્લેટફોર્મ, 55W ફ્લેશચાર્જ અને 64MP ઓટોફોકસ મેઇન કેમેરાથી સજ્જ iQOO Z3 એક ફીચર પેક સ્માર્ટફોન છે. સ્મૂધ અનુભવ માટે 120Hz રિફ્રેશ રેટ અને 180Hz ટચ સેપલિંગ રેટ ધરાવે છે. ફોનને ઓવરહીટિંગથી બચાવવા માટે Z3માં ફાઇવ-લેયર લિક્વિડ કૂલિંગ સિસ્ટમ છે, જે ગેમિંગના પરિપ્રેક્ષ્યમાં લાંબા સમય સુધી સારું પ્રદર્શન સુનિશ્ચિત કરવા માટે ડિવાઇસને હાર્ડ-લોડ ઓપરેશન્સ અંતર્ગત પણ ઠંડુ રાખે છે.

6જીબી+120જીબી વેરિઅન્ટ માટેની કિંમત રૂ. 19,990, 8જીબી+128જીબી વેરિઅન્ટની કિંમત રૂ. 20,990 તથા 8જીબી+256જીબી વેરિઅન્ટની કિંમત રૂ. 22,990ની સાથે Amazon.in અને iQOO.com ઉપર બે કલર વિકલ્પ – એસ બ્લેક અને સાઇબર બ્લૂમાં ઉપલબ્ધ બનશે.

આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં iQOO ના માર્કેટિંગ ડાયરેક્ટર ગગન અરોરાએ જણાવ્યું હતું કે, iQOO Z3ની સાથે અમારું લક્ષ્ય મીડ-રેન્જ સેગમેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન ઉપલબ્ધ કરાવવાનું છે, જેનાથી વધુ ગ્રાહકોને ઝડપી 5G નો અનુભવ પ્રાપ્ત થઇ શકે. ભારતમાં લોંચ થનારા પ્રથમ સ્નેપડ્રેગ 768G પ્રોસેસર સ્માર્ટફોન હોવા તરીકે iQOO Z3 સંપૂર્ણપણે લોડેડ પર્ફોર્મન્સ પાયોનિયર છે, જે સારી ફોટોગ્રાફી અને વિડિયો શુટિંગની ક્ષમતાઓની સાથે Gen-Z ગ્રાહકોની અવિરત ગેમિંગ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, પર્ફોર્મન્સ, ફોટોગ્રાફી, ડિઝાઇન, 5G કનેક્શન અથવા ઇનોવેશનની વાત કરીએ તો iQOOએ હંમેશા ગ્રાહકો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને એવો પ્રોડક્ટ પોર્ટફોલિયો પ્રદાન કર્યો છે, જે તેમની વિવિધ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.

પહેલીવાર અમે Amazon.in ઉપર Z3 માટે નો ક્વેશ્ચન આસ્ક્ડ રિટર્ન પોલીસી લાવી રહ્યાં છીએ.

ફુલ્લી લોડેડ પર્ફોર્મન્સ
iQOO Z3 માં ક્વાલકોમ 768G પ્રોસેસર, 7nm નિર્માણ પ્રક્રિયા અને ઓક્ટા-કોર પ્રોસેસર છે. પ્રાઇમકોરની મુખ્ય ફ્રિકવન્સી 765Gની તુલનામાં 2.4Ghzથી 2.8Ghzમાં અપગ્રેડ કરવામાં આવી છે, સીપીયુ અન જેપીયુના પ્રદર્શનમાં 765Gની તુલનામાં 450000+ના એંટુટુ સ્કોર સાથે 15 ટકાની વૃદ્ધિ થઇ છે. ગ્રાહકો વિવિધ સામાન્ય ઉપયોગના પરિપ્રેક્ષ્યમાં તેનો અનુભવ કરી શકે છે, જેમાં ઇમર્ઝિવ મોબાઇલ ગેમિંગ, સ્પષ્ટ ગ્રાફિક્સ, ઉત્તમ મલ્ટીમીડિયા એનિમેશન તથા સારી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી ફુટેજ સામેલ છે. આ બેજોડ મોબાઇલ પ્લેટફોર્મની સાથે iQOO Z3 5G પાવરનો ઉપયોગ કરીને એક રોમાંચક અને વિવિધ ઉપયોગકર્તા અનુભવ પ્રદાન કરી શકે છે.

iQOO Z3માં 4,400 એમએએચ (ટીવાયપી) બેટરી છે, જે સમગ્ર દિવસ માટે 55W ફ્લેસચાર્જ ટેકનીક ધરાવે છે. સમકાલીન સ્માર્ટફોન યુઝર્સની વ્યસ્ત જીવનશૈલી અનુરૂપ, ડિવાઇસ માત્ર 19 મીનીટમાં 50 ટકા સુધી ચાર્જ થઇ શકે છે અને યુઝર્સ પોતાના ડિવાઇસને માત્ર 50 મીનીટમાં સંપૂર્ણ ચાર્જ કરી શકે છે. પોતાના પર્ફોર્મન્ય પાયોનિયર હોવા તરીકે iQOO Z3માં વીજળી સી તેજ યુઝર ઇનપુટ રેક્ટિવિટી માટે 180Hz ટચ સેપલિંગ રેટની સાથે અલ્ટ્રા-રિસ્પોન્સિવ સ્ક્રીન છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ, ડીસીઆઇ-પી3 વાઇડ કલર ગેમટ અને 120Hz ટેકનીક પણ સામેલ છે, જે ન્યૂનમત ગ્રાફિક્સ બ્લરની સાથે આકર્ષક રંગીન અને શાર્પ વિઝ્યુઅલ ડિસ્પ્લેમાં પરિણમે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.