ઇન્ફિનિક્સ રજૂ કરે છે એવોર્ડ વિજેતા નોટ 10 પ્રો અને પ્રીમિયમ નોટ 10

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વૈશ્વિક સ્તરે લોકપ્રિય નોટ શ્રેણીના આ બંને સ્માર્ટફોન વધુ સારી ડિઝાઇન, જબરદસ્ત પરફોર્મન્સ, ઝડપી ગતિ, સ્મૂધ ડિસ્પ્લે અને ઝડપી બૅટરી ચાર્જિંગ સુનિશ્ચિત કરે છે
• હાઇ-એન્ડ ડિઝાઇન અને ડિસ્પ્લે: જેનાથી નોટ 10 પ્રો ને મળ્યું IF ડિઝાઇન એવોર્ડ 2021, બંને ડિવાઇસમાં 6.95” FHD+સુપર ફ્લૂઈડ ડિસ્પ્લે છે અને 180 Hz ટચ સેમ્પ્લિંગ રેટ છે અને સાથે અદ્ભુત વિડીયો વ્યૂઇંગ અનુભવ માટે DTS સિનેમેટિક ડ્યુઅલ સ્પીકર્સ છે. નોટ 10 પ્રો નો રિફ્રેશ રેટ 90 Hz છે.
• દમદાર પરફોર્મન્સ: એન્ડ્રોઇડ 11 XOS7.6 પર સંચાલિત નોટ 10 પ્રો ને અતિ પાવરફૂલ હેલીઓ G95 પ્રોસેસરનું સમર્થન છે, જ્યારે નોટ 10 ને હેલીઓ G85 પ્રોસેસરનું અને સાથે સાથે સુધારિત ગેમિંગ અનુભવ માટે ગેમ –બૂસ્ટિંગ ડાર-લિન્ક ટેક્નોલૉજી છે.
• મેમરી પ્રકાર: નોટ 10 પ્રો આ સેગમેન્ટમાં 8GB RAM / 256GB ઈંટર્નલ સ્ટોરેજ અને UFS 2.2 સ્ટોરેજ ટેક્નોલૉજી ધરાવનાર પહેલું મૉડેલ છે. નોટ 10 માં 4GB RAM /64 GB RAM/128 GB સ્ટોરેજ વિકલ્પો ઉપલબ્ધ છે.
• અદ્ભુત કેમેરા અનુભવ: નોટ 10 પ્રો માં ક્વાડ કેમેરા સેટઅપ છે, જેમાં f/1.79 લાર્જ એપર્ચર સાથે 64 MP રિયર કેમેરા છે, નોટ 10 માં f/1.79 લાર્જ એપર્ચર સાથે 48 MP AI ટ્રિપલ રિયર કેમેરા છે. આ બંને ડિવાઇસમાં f/2.0 એપર્ચર વાળા 16 MP AI સેલ્ફી કેમેરા છે.
• વિશાળ બૅટરી: લગભગ 49 દિવસ સ્ટેન્ડબાય ટાઇમ વાળા 5000 mAh બૅટરી દ્વારા સમર્થિત નોટ 10 પ્રો માં છે સુરક્ષિત ઝડપી ચાર્જ ટેક્નોલૉજી ના 33W, જ્યારે નોટ 10 ની બૅટરી સુરક્ષિત ઝડપી ચાર્જિંગના 18W થી સમર્થિત છે અને બંને TUV રેઇનલેન્ડથી પ્રમાણિત છે.
નવી દિલ્લી, 07 જૂન, 2021 – હાલની હૉટ 10 શ્રેણીની જબરદસ્ત સફળતા બાદ TRANSSION ગ્રૂપનો પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ઇન્ફિનિક્સ હવે પોતાની વૈશ્વિક સ્તરે લોકપ્રિય થઈ ચૂકેલી નોટ 10 શ્રેણી ભારતમાં લૉન્ચ કરવા માટે સજ્જ છે. પ્રીમિયમ અને પાવરફૂલ ગેમિંગ ફોન તરીકે ગણાવેલા આ ફોન પૈકી નવો સ્માર્ટફોન નોટ 10 પ્રો તા. 13 જૂન 2021 થી ફ્લિપકાર્ટ પર પ્રી-ઓર્ડર પર 8-256 પ્રકારમાં રૂ. 16,999/- માં ઉપલબ્ધ હશે, જ્યારે નોટ 10 પણ એ જ તારીખથી 4+64 પ્રકારમાં રૂ. 10,999/- માં અને 6+128 પ્રકારમાં રૂ. 11,999/- માં મેળવી શકાશે.
નોટ 10 પ્રો અને નોટ 10 બંને માં ઘણી શ્રેષ્ઠ ફીચર્સ, સુપિરિયર ગેમિંગ ટેક્નોલૉજી, પાવરફૂલ પ્રોસેસર, નવીનતમ OS અને વિશાળ બૅટરી છે, જે ઉપભોક્તાને સ્માર્ટફોનનો મનોહર અનુભવ આપશે. નોટ 10 પ્રો આ સેગમેન્ટમાં 8GB / 256GB મેમરી ધરાવનાર પહેલું મૉડેલ છે અને તે ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે – 7 ડિગ્રી પર્પલ, 95 ડિગ્રી બ્લેક અને નોર્ડિક સિક્રેટ. નોટ 10 બે મેમરી વિકલ્પોમાં ઉપલબ્ધ હશે. 4 GB RAM / 64 GB સ્ટોરેજ અને 6GB RAM / 128 GB સ્ટોરેજ. આમાં પણ 3 રંગોનો વિકલ્પ છે: 7 ડિગ્રી પર્પલ, 95 ડિગ્રી બ્લેક અને એમરાલ્ડ ગ્રીન.
પ્રીમિયમ ડિઝાઇન, ડિસ્પ્લે અને સાઉન્ડ: ઇન્ફિનિક્સની નોટ શ્રેણીના નવા મૉડેલ નોટ 10 પ્રો ને તેના સુંદર દેખાવ બદલ પ્રતિષ્ઠિત IF ડિઝાઇન એવોર્ડ 2021 પ્રાપ્ત થયેલ છે. આ સ્માર્ટફોનનો લુક વ્યવસ્થિત છે અને તેમાં બે અલગ અલગ કવર ડિઝાઇન છે – ‘પોલીગોનલ વર્ટીકલ ગ્રેટિંગ’વાળી સિમેટ્રિકલ ડિઝાઇન અને બીજી શિમરિંગ પેટર્ન અને ટેક્સ્ચર વાળી. બૅક પૅનલને દેખાવમાં સારી બનાવવા માટે કેમેરા મોડ્યુલને ઉપર ડાબી બાજુ રાખવામા આવેલ છે અને ઇન્ફિનિક્સનો લોગો નીચે ડાબી બાજુ છે. નોટ 10 પ્રો અને નોટ 10 બંને તેમના 6.95” FHD+સુપર ફ્લૂઈડ ડિસ્પ્લે અને પંચ-હોલ સેન્ટર અને ડિવાઇસને 91% સ્ક્રીન-ટુ-બૉડિ રેશિયો આપનાર સાંકડા બેઝેલ્સ સાથે અલગ તરી આવે છે. વિશાળ સ્ક્રીનને અનુરૂપ થાય તે માટે નોટ 10 પ્રો નો રિફ્રેશ રેટ 90Hz છે, જે યુઝરની આંગળીઓ અને સ્ક્રીન વચ્ચે અત્યંત સ્મૂધ સંપર્ક સુનિશ્ચિત કરે છે, જ્યારે નોટ 10 નો રિફ્રેશ રેટ 60Hz છે. જો કે બંનેનો ટચ સેમ્પ્લિંગ રેટ 180Hz છે, જે વધારે સારા ગેમિંગ અનુભવ માટે ઝડપી સ્ક્રીન રિસ્પોન્સને સુનિશ્ચિત કરે છે. તેમાં રહેલ 1500:1 કલર કોન્ટ્રાસ્ટ રેશિયો યુઝરને આકર્ષક સ્ક્રીન અનુભવ આપે છે. મજબૂતાઈ માટે, આ સ્માર્ટફોન શ્રેણીના ડિસ્પ્લેમાં NEGનું વધુ પ્રીમિયમ ડાઈનોરેક્સ T2X -1 ગ્લાસ પ્રોટેક્શન છે.
લાંબા સમયના ગેમપ્લે અને કન્ટેન્ટ કંઝમ્શન બાદ આંખોને થાક ના લાગે તે માટે નોટ 10 પ્રો ના ડિસ્પ્લેમાં લો બ્લૂ લાઇટ ટેક્નોલૉજી આપેલ છે, જે TUV રેનલેન્ડ દ્વારા પ્રમાણિત છે.
નોટ શ્રેણી પરના સુરક્ષિત અને આકર્ષક વ્યૂઇંગ અનુભવને DTS સરાઉંડ સાઉન્ડ વાળા સિનેમેટિક ડ્યુઅલ સ્ટીરીઓ સ્પીકરો દ્વારા સક્ષમ પાવરફૂલ ઓડિયો અનુભવનું પીઠબળ પ્રાપ્ત છે.
શ્રેષ્ઠ પરફોર્મન્સ: નોટ 10 પ્રો ના પ્રીમિયમ ડિઝાઇનમાં તેનો અસાધારણ પરફોર્મન્સ પૂરક બને છે. તેમાં અદ્યતન મીડિયાટેક હેલીઓ G95 પ્રોસેસર છે, જેનો ANTUTU સ્કોર 301940 છે. આ પાવરફૂલ પ્રોસેસરમાં CPU ક્લોક સ્પીડ 2.05 GHz સુધીની છે. ઇન્ટેલિજન્ટ નેટવર્કિંગ અને રિસોર્સ મેનેજમેંટ દ્વારા સ્મૂધ ગેમિંગ અનુભવ સુનિશ્ચિત કરવા માટે આ સ્માર્ટફોનને ARM માલી – G76 GPU નું સમર્થન પ્રાપ્ત છે, જે 900 MHz સુધી સુપર ક્લોક કરી શકાય છે. જ્યારે, નોટ 10 માં પાવરફૂલ ઓક્ટાકોર મીડિયાટેક હેલીઓ G85 પ્રોસેસર છે.
ગેમિંગ અનુભવને આગલા સ્તર પર લઈ જવા માટે, બંને સ્માર્ટફોનને નવા પ્રકારની ડાર-લિન્ક ગેમ બૂસ્ટ ટેક્નોલૉજીનું સમર્થન પ્રાપ્ત છે. આ ટેક્નોલૉજી કૉલ ઑફ ડ્યૂટી, ફ્રી ફાયર, બેટલગ્રાઉંડ્સ, એસફાલ્ટ 9: લેજેંડ્સ જેવી ભારી ગેમ્સમાં સ્ક્રીન ટેયરિંગથી બચાવીને ગેમિંગ અને ડિસ્પ્લે અનુભવને સુધારે છે- તે કુદરતી કલર રિપ્રોડક્શનને સુનિશ્ચિત કરે છે, ટચ પૅનલનો પરફોર્મન્સ વધારે છે અને લાંબા સમય સુધી ચાલતા પ્લે અવર્ર્સથી થતાં હીટિંગથી ફોનને બચાવવા માટે ગેમ અને ચિપસેટ વચ્ચેના રિસોર્સ એલોકેશનનું સક્ષમતાથી વ્યવસ્થાપન કરે છે.
ગેમિંગ અને કન્ટેન્ટ કંઝંપ્શનમાં અવિરત અનુભવ સુનિશ્ચિત કરવા માટે નોટ 10 પ્રો આ સેગમેન્ટમાં 8GB RAM / 256GB ઈંટર્નલ સ્ટોરેજ અને UFS 2.2 સ્ટોરેજ ટેક્નોલૉજી ધરાવનાર પહેલું મૉડેલ છે. તેનાથી લખવા-વાંચવાની વધુ ગતિ અને મલ્ટી ટાસ્કિંગ વધુ સારી રીતે થઈ શકે છે. જ્યારે નોટ 10 બે મેમરી પ્રકારોમાં ઉપલબ્ધ હશે: 4GB RM / 64 GB અને 6GB RAM / 128 GB સ્ટોરેજ. આ બંને ડિવાઇસ XOS 7.6 સ્કિન સાથે અદ્યતન એન્ડ્રોઇડ 11 પર ઓપેરેટ થાય છે અને રિફ્રેશ કરેલ આઇકોન, નવી ડિઝાઇન, સુંદર વોલપેપર અને સ્મૂધ પહોંચ માટે નીચે કરેલ ઇન્ટરૅક્શન એરિયા સાથે યુઝરને સ્મૂધ અને ઝડપી સોફ્ટવેર UX માણવા માટે સક્ષમ બનાવે છે. વિવિધ ફીચર્સ ઉમેરીને આ ડિવાઇસને વધુ મનોરંજક બનાવવામાં આવેલ છે. આ ફીચર્સ છે- અલ્ટ્રા ટચ – મેન્યૂ પર રહેલ આર્ટિકલ્સની સ્વાઈપ સ્પીડ વધારવા માટે; વિડિયો આસિસ્ટન્ટ- OTT એપ્લિકેશનોના અવિરત કંઝંપ્શન માટે; થંડર બૅક – વિવિધ એપ વચ્ચે સરળતાથી અવરજવર કરવા માટે; અને ગેમ ઝોન. વધુમાં, અદ્યતન OS માં કોઈ પણ એપ ને પિક્ચર-ઇન-પિક્ચર મોડમાં લઈ આવવાની ક્ષમતા છે. વધુ સુરક્ષા માટે આ અદ્યતન ઓપરેટિંગ સિસ્ટમમાં કેટલાક ઇન-બિલ્ટ ફીચર્સ છે, જેવા કે – Xhide- પ્રાઈવેટ એપ, મેસેજ નોટિફિકેશન અને મીડિયાને સુરક્ષિત રાખવા માટે; થેફ્ટ અલર્ટ, પીક પ્રૂફ અને કિડ્સ મોડ. વધુમાં, સ્માર્ટ અને લોકલાઇઝ્ડ વપરાશ માટે, આ અપગ્રેડ કરેલ ઓપરેટિંગ સિસ્ટમમાં XClone ફીચર આવેલું છે, જે યુઝરને એક સાથે વધુ ખાતાઓમાં લૉગઇન કરવાની સુવિધા આપે છે; ફોટો કમ્પ્રેસર ફીચર AI ગૅલેરીમાં જગ્યા બચાવે છે; વાઇ-ફાઈ સ્માર્ટ કૉમ ફીચર, જે સેવ કરેલ વાઇ-ફાઈ નેટવર્ક ક્ષેત્રમાં ડિવાઇસ પ્રવેશ કરે છે ત્યારે મોબાઇલ ડેટાથી સેવ કરેલ નેટવર્ક સાથે આપમેળે કનેક્ટ થઈ જાય છે; અને 360-ડિગ્રી ફ્લૅશલાઇટ ફીચર, જે યુઝરને એક સાથે આગળ અને પાછળના તમામ લાઇટ શરૂ કરવા સક્ષમ બનાવે છે.
નોટ 10 પ્રો અને નોટ 10 માં ફેસ અનલૉક ફીચર છે, તેમ જ એક મલ્ટીફંક્શનલ સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે, જે માત્ર સ્માર્ટફોનને અનલૉક કરવા માટે નથી, પણ કૉલ રિસીવ કરવા માટે, અલાર્મને ડિસમિસ કરવા માટે અને એપ્સને ક્વિક સ્ટાર્ટ કરવા માટે પણ છે.
સુપિરિયર કેમેરા: આ નવો નોટ 10 પ્રો સ્માર્ટફોન ઇન્ફિનિક્સની શ્રેષ્ઠ કૅમેરા આપવાની પરંપરાને જાળવી રાખે છે. આમાં પ્રમુખ કેમેરા તરીકે છે 64 MP સાથે ક્વાડ કેમેરા સેટઅપ, જેના લેન્સમાં f/1.79 લાર્જ એપર્ચર છે. તેમાં 8 MP અલ્ટ્રા વાઇડ એંગલ છે અને એક 2 MP સુપર મેક્રો લેન્સ છે, જેમાં f/2.25 લાર્જ એપર્ચર અને એક 2 MP f/2.4 એપર્ચર વાળી પોર્ટ્રેટ લેન્સ છે. સાથે, પ્રકાશ ઓછો હોય, તેવી સ્થિતિમાં તેજસ્વી અને શાર્પ ઇમેજ મેળવવા માટે એક અતિરિક્ત બ્લેક અને વ્હાઇટ લેન્સ છે. નોટ 10માં f/1.79 લાર્જ એપર્ચર અને ક્વાડ LED ફ્લૅશ સાથે 48MP AI ટ્રિપલ રિયર કેમેરા છે.
પ્રો ફોટોગ્રાફી અનુભવ માટે, બંને ડિવાઇસમાં રહેલ એડવાન્સ્ડ કેમેરામાં એકથી વધુ કેમેરા મોડ છે, જેવા કે ટાઇમ-લેપ્સ વિડિયો રેકોર્ડિંગ મોડ, વિડિયો સ્ટેબિલાઇઝેશન મોડ અને સ્લો મોશન વિડિયો રેકોર્ડિંગ મોડ, જે યુઝરને 240fps સાથે વિડિયો લેવામાટે સક્ષમ બનાવે છે. બોકે વિડિયો રેકોર્ડિંગ મોડ સાથે યુઝર પ્રોફેશનલ વિડિયો બનાવી શકે છે, જેમાં બૅકગ્રાઉંડને ઝાંખી કરી દેવાય છે. તેથી વિષયવસ્તુ પર ફોકસ આવે છે. સુપર નાઇટ મોડમાં ઓછા અજવાળાની સ્થિતિમાં પણ તેજસ્વી અને લો નોઇસ ફોટા લઈ શકાય છે.
આ બંને સ્માર્ટફોનની આગળની બાજુએ એક 16 MP AI સેલ્ફી કેમેરા આપેલ છે, જે f/2.0 એપર્ચર અને બે LED ફ્લૅશ સાથે છે. તેમાં રિયર મોડ જેવા જ કેમેરા મોડ્સ છે.
વિશાળ બૅટરી: નોટ 10 પ્રો અને નોટ 10 બંનેમાં એક મોટી 5000mAh બૅટરી છે, જે વધારે પડતાં ઉપયોગ બાદ પણ આ સ્માર્ટફોનને ચાલુ રાખે છે. આ બૅટરી 49થી વધુ દિવસનો સ્ટેન્ડબાય સમય આપે છે. એ 142 કલાકનો મ્યુઝિક પ્લેબૅક, 11 કલાકનું ગેમિંગ અને 48 કલાકનું કોલિંગ આપે છે. નોટ 10 પ્રો માં 33W ની સુરક્ષિત ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલૉજી છે, તો નોટ 10ને 18W સુરક્ષિત ઝડપી ચાર્જિંગ સપોર્ટનું સમર્થન છે અને આ બંને TUV રેનલેન્ડ દ્વારા પ્રમાણિત છે. તે યુઝરને તેમને ગમતી એક્ટિવિટી તેમને કરવી હોય ત્યાં સુધી, ઉપરાછાપરી ફોન રિચાર્જ કર્યા વિના, કરતા રહેવાની સ્વતંત્રતા આપે છે.
આ લૉન્ચ અંગે ટિપ્પણી કરતાં ઇંફિનિક્સ ઈન્ડિયાના CEO શ્રી. અનિશ કપૂરે કહ્યું, “મોબાઇલ ગેમિંગ ઉંમર અથવા સ્થાનને ધ્યાનમાં લીધા વગર, મનોરંજનનો લોકપ્રિય સ્રોત તરીકે ઝડપથી આગળ વધી રહેલ છે. આજે આપણાં દેશના 69% ઓનલાઇન ગેમર્સ 18 થી 44 ઉંમર જુથના છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટના પ્રસારને લીધે ગ્રામીણ બજારોમાં પણ ગેમિંગને અપનાવવાની ઝડપ વધી છે.
2022 સુધીમાં, 40 મિલિયન ઓનલાઇન ગેમર્સ વધશે તેવું અનુમાન છે, અને તેનાથી ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગ $2.8 બિલિયન ડોલર પર પહોંચી જશે. ભારતમાં આ ગેમિંગ તરફ ઝૂકતા સમુદાય સુધી પહોંચવા માટે અને તેમનો ગેમિંગ અનુભવ શ્રેષ્ઠ બનાવવા માટે ઇન્ફિનિક્સે પોતાની નોટ 10 શ્રેણી રજૂ કરી છે, જેમાં અનેક દમદાર ફીચર્સ છે અને ગેમિંગ અનુભવને વધુ સારો બનાવનાર સક્ષમ સોફ્ટવેર પણ છે.
આ પહેલા સ્માર્ટફોન યુઝર્સ ફોન ખરીદતી વખતે ફક્ત કેમેરા, પર્ફોર્મન્સ, ડિઝાઇન અને ડિસ્પ્લે જેવા સ્પેસિફિકેશન જ જોતાં હતા. પણ હવે, મેટ્રો અને બીજા શહેરોમાં લગભગ 80% પ્રતિબદ્ધ ગેમર્સ છે અને તેઓ પોતાના સ્માર્ટફોન પર એકથી વધુ ખેલાડીઓ વાળી ઓનલાઇન ગેમ્સ રમે છે. માટે, એવા યુઝર્સ ફોન ખરીદતી વખતે બીજી ફીચર્સ પણ જુએ છે.
અમારી નોટ 10 શ્રેણી ગેમિંગને અનુકૂળ, કોઈ પણ બાંધછોડ ન કરવી પડે તેવા ડિવાઇસ ઓફર કરે છે, જે સારી કિંમતમાં મળી રહે છે.
લાંબા સમય સુધી વપરાશ બાદ પણ આંખોને થાક નહીં લાગે એવો મોટો આકર્ષક ડિસ્પ્લે, પાવરફૂલ પ્રોસેસર, RAM, વિશાળ સ્ટોરેજ, ઉચ્ચ રિફ્રેશ રેટ, ડ્યુઅલ સ્ટીરીઓ સાઉન્ડ અને TUV સર્ટિફેકેશન વિ. ફીચર્સને કારણે ગેમર્સ માટે આ નોટ શ્રેણી એક મનગમતી શ્રેણી બની છે. અનેક ફીચર્સ ધરાવનાર આ ડિવાઇસમાં પણ IF ડિઝાઇન ઍવોર્ડ વિજેતા નોટ 10 પ્રો વધુ આગળ છે. આ સ્માર્ટફોન્સ “ડાર-લિન્ક”થી સુસજ્જ છે, જે એક ઇન્ફિનિક્સના પેટન્ટ વાળી ટેક્નોલૉજી છે, જે અનેક રીતે ફોનના ફંક્શન વધારીને ડિવાઇસની ગેમિંગ ક્ષમતાને વધારે છે.
આ તમામ પાસાં ધ્યાનમાં લેતા, અમને વિશ્વાસ છે કે, નોટ 10 પ્રો અને નોટ 10 આ બંને ફોન તેઓના સંબંધિત સેગમેન્ટમાં બેજોડ અને અસાધારણ અનુભવ માટે શ્રેષ્ઠ ઉપલબ્ધ ગેમિંગ સ્માર્ટફોન હશે.”
નોટ 10 અને નોટ 10 પ્રો બંનેમાં એક વધારાનું ઈ-વોરંટી ફીચર છે, જે તે ડિવાઇસના વોરંટીની ડ્યુ ડેટ બતાવે છે. જેથી યુઝરને કાગળો જોવાની જરૂર રહેતી નથી.
ગ્રાહકલક્ષી અભિગમ સાથે ઇન્ફિનિક્સે એક મજબૂત સર્વિસ સેન્ટર નેટવર્ક ઊભું કર્યું છે, જેમાં દેશના 700 શહેરોમાં 915+ સર્વિસ સેન્ટર છે. જેથી યુઝરને આફ્ટર-સેલ્સ સેવાઓ મળી રહે છે. ઇંફિનિક્સ ડિવાઇસમાં પહેલાથી જ કાર્લકેર એપ ઇન્સ્ટોલ કરેલ હોય છે, જે યુઝરને નજીકના સર્વિસ સેન્ટરનું સરનામું શોધવામાં મદદ કરે છે તેમ જ તે સર્વિસ સેન્ટર ખાતે પાર્ટ્સની ઉપલબ્ધતા પણ દર્શાવે છે.
ઇન્ફિનિક્સ મોબાઇલ વિશે
2013માં સ્થાપિત ઇંફિનિક્સ TRANSSION હોલ્ડિંગ્સનો એક બ્રાન્ડ છે, જે વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન ઉત્પાદન કંપની છે અને તે વૈશ્વિક સ્તરે ઊભરતા બજારોમાં અગ્રણી છે. આ બ્રાન્ડની ઉપસ્થિતિ આફ્રિકા, લૅટિન અમેરિકા, મધ્ય-પૂર્વ દેશો, દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ આશિયાના 30+ દેશોમાં વિકસી રહેલ બજારોમાં છે. બ્રિટિશ બિઝનેસ મેગેઝિન ‘આફ્રિકન બિઝનેસ’ દ્વારા જારી સૂચિમાં સૌથી લોકપ્રિય 30 બ્રાન્ડમાં આ બ્રાન્ડને સ્થાન મળ્યું હતું. ઇન્ફિનિક્સે ભારતમાં ઘણા ડિવાઇસ લૉન્ચ કરેલ છે, જેવા કે સ્માર્ટ 3 પ્લસ, S4, S4 પ્રકાર, S5, S5 લાઇટ, S5 પ્રો, સ્માર્ટ HD 2021, સ્માર્ટ 5, ઝીરો 8i, અને HOT શ્રેણીના ફોન- HOT 7, HOT 7 પ્રો, HOT8, HOT 9, HOT 9 પ્રો, HOT 10, HOT 10 પ્લે અને HOT 10S. ઇન્ફિનિક્સે ભૂતકાળમાં ભારતમાં નોટ 7 સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. વધુમાં, ઇન્ફિનિક્સે આરોગ્ય, કલ્યાણ અને લાઇફ સ્ટાઇલ એક્સેસરીઝના ક્ષેત્રમાં પણ પગ મૂક્યો છે અને બૅન્ડ 5 સાથે ઇન્ફિનિક્સ Xબૅન્ડ 3 – વ્યાપક આરોગ્ય માપદંડોની દેખરેખ રાખતું ડિવાઇસ પહેલા જ લૉન્ચ કરી દીધેલ છે. ઇન્ફિનિક્સ પોતાની નોઇડા ખાતેની ઉત્પાદન સુવિધામાં ફોન ઉત્પાદન કરે છે, જે ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલને અનુરૂપ છે. ઇન્ફિનિક્સના ઉપકરણો ભારતમાં ફ્લિપકાર્ટ પ્લૅટફૉર્મ પરથી વેચાય છે. 2020માં, આ કંપનીએ પોતાના બ્રાન્ડ ‘SNOKOR’ હેઠળ ઓડિયો ગેજેટ સેગમેન્ટમાં ઝંપલાવ્યું છે, જે TWS ઈયરબડ્સ, ઈયરફોન અને સાઉન્ડબારની સ્ટાયલિશ અને કિફાયતી શ્રેણી પ્રસ્તુત કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.