ભારતની પ્રથમ ઇન્ટરનેટ SUV હવે આવે છે, ઇક્સ્ટીરિયર અને ઇન્ટીરિયર સુધારા, વધારાની ખૂબીઓ અને 5, 6, 7 સીટ કોન્ફિગરેશન સાથે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

MG મોટર ઈન્ડિયાએ લૉન્ચ કરી છે તદ્દન નવી હેક્ટર 2021 શ્રેણી, જે શરૂ થાય છે, રૂ. 12.89 લાખ થી. હેક્ટર 2021 હવે વધુ સુધારિત છે અને તેમાં છે આ સેગમેન્ટની સરખામણીએ નવી ખૂબીઓ, ડ્યુઅલ ટોન ઇક્સ્ટીરિયર અને ઇન્ટીરિયર અને પસંદ કરવા માટે ઘણા બધા વિકલ્પો.
આ નવી ઇન્ટરનેટ SUV નો લુક નવી બોલ્ડ થર્મોપ્રેસ્ડ ફ્રંટ ક્રોમ ગ્રિલ, લક્ઝુરિયસ શેમ્પેન અને બ્લેક ડ્યુઅલ ટોન થીમવાળું ઇન્ટીરિયર, 18-ઇંચ સ્ટાયલીશ ડ્યુઅલ ટોન એલોય, પ્રથમ વાર હિંગ્લિશ વોઇસ કમાન્ડ સાથે સુધારિત i-SMART અને બીજા અનેક ફીચર્સ સાથે અલગ તારી આવે છે તથા આ ખૂબીઓ એની સ્ટાઇલમાં વધારો કરે છે. હેક્ટર 2021 શ્રેણીના ભાગ રૂપે, આ સેગમેન્ટની આ અગ્રણી કાર હવે તેના નવા 7-સીટર અવતારમાં તેમ જ 5 અને 6-સીટર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
આ લૉન્ચ અંગે વાત કરતાં MG Motor Indiaના પ્રેસિડેંટ અને મેનેજિંગ ડાઇરેક્ટર, શ્રી રાજીવ છાબાએ કહ્યું, “MG માં અમારા ગ્રાહકોની કલ્પનાને સાકાર કરવાનો પ્રયત્ન અમે નિરંતર કરતાં હોઈએ છીએ. ગ્રાહકો અને ઓટોમોટિવ નિષ્ણાતોના પ્રતિસાદને અનુલક્ષીને ફેરફારો કરીને અમે હેક્ટર 2021 બનાવી છે. હેક્ટરના આ સુધારા અને નવી ક્ષમતાઓને લીધે આ ઇન્ટરનેટ SUV તેના સેગમેન્ટનો મનપસંદ વિકલ્પ બની ગઈ છે.”
હેક્ટર 2021 5-સીટર (રૂ. 12.89 લાખથી શરૂઆત)
હેક્ટર 2021 5-સીટર તદ્દન નવી બોલ્ડ થર્મોપ્રેસ્ડ ફ્રંટ ક્રોમ ગ્રિલ સાથે આવે છે, જેનાથી તેની ઊંડાઈ વધારે જણાય છે. મોટા 18-ઇંચ સ્ટાયલીશ ડ્યુઅલ ટોન એલોય, આકર્ષક ડાર્ક રિયર ટેલગેટ ગાર્નિશ અને ફ્રંટ તથા રિયર સ્કિડ પ્લેટ્સપર ગનમેટલ ફિનિશને લીધે તે વધુ દેખાવડી લાગે છે. તેની અન્ય નવી ખૂબીઓમાં સામેલ છે, ફ્રન્ટ વેંટીલેટેડ સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ, ઓટો ડિમિંગ ઇન્ટીરિયર રિયર વ્યૂ મિરર અને બિલકુલ નવું ફીચર હિંગ્લિશ વોઇસ કમાન્ડ. આ બેસ્ટસેલિંગ SUV માં હવે છે લક્ઝુરિયસ શેમ્પેન અને બ્લેક ડ્યુઅલ ટોન થીમવાળા ઇન્ટીરિયરનો વિકલ્પ પણ છે.
તદ્દન નવી હેક્ટર પ્લસ 2021 7-સીટર (રૂ. 13.34 લાખથી શરૂઆત)
હેક્ટર પ્લસનો આ નવો 7-સીટર પ્રકાર એટલે પેનોરામિક સનપ્રૂફ સાથેની ઇન્ટરનેટ SUV. તેમાં છે 18-ઇંચ સ્ટાયલીશ ડ્યુઅલ ટોન એલોય. આમાં બેસવાની વધુ જગ્યા છે, જેમાં બીજી હરોળમાં 3 પુખ્તો માટે બેન્ચ સીટ્સ છે અને ત્રીજી હરોળમાં બે છોકરાઓને બેસવાની જગ્યા છે. આ 7-સીટર સ્ટાઇલ, સુપર, સ્માર્ટ અને નવી ‘સિલેક્ટ’ ટ્રિમ લેવલ સાથે ઉપલબ્ધ થશે.
હેક્ટર પ્લસ 2021 6-સીટર જેમાં છે, કેપ્ટન સીટ્સ (રૂ. 15.99 લાખથી શરૂઆત)
કેપ્ટન સીટ્સ વાળી હેક્ટર પ્લસ 6-સીટર પણ 18-ઇંચ સ્ટાયલીશ ડ્યુઅલ ટોન એલોય, વેંટીલેટેડ સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ અને ઓટો-ડિમિંગ IRVM સાથે સુધારિત છે.
i-SMART અપડેટ
ઓટો-ટેક સ્પેસમાં અગ્રણી સ્થાન બનાવી રાખવાની MG ની વચનબદ્ધતાને અનુરૂપ રહી હેક્ટર 2021 દ્વારા હિંગ્લિશ વોઇસ કમાન્ડ સાથે અપગ્રેડેડ i-SMART રજૂ કરવામાં આવેલ છે. MG હેક્ટર 2021 એન્જિન સ્ટાર્ટ અલાર્મ અને ક્રિટિકલ ટાયર પ્રેશર માટે ઇન-કાર વોઇસથી સુસજ્જ છે. આ ઇન્ટરનેટ SUV હવે 35+ હિંગ્લિશ કમાન્ડ સમજીને કારમાં રહેલ કેટલાક ફંક્શનોને નિયંત્રિત કરી શકે છે, જેવા કે, સનરૂફ (“ખુલ જા સિમ સિમ”), FM (“FM ચલાઓ”), AC (ટેમ્પરેચર કમ કર દો”) અને એવા ઘણા બધા.
MG હેક્ટર 2021 માં 60+ કનેક્ટેડ કાર ફીચર્સ છે, જેમાં નવા દાખલ કરાયેલ ફીચર્સ જેવા કે, એપલ વૉચ પર i-SMART એપ, ગાના એપમાં ગીતો માટે વોઇસ સર્ચ, વાઇ-ફાઈ કનેક્ટિવિટી, એક્યુવેધર દ્વારા હવામાન આગાહી, અને ઘણા અન્ય ફીચર્સ છે.
MG હેક્ટર ભારતની પહેલી ઇન્ટરનેટ કાર છે, જે ઘણી ખૂબીઓ આ ઉદ્યોગમાં પ્રથમવાર લઈ આવી છે અને તેના સેગમેન્ટમાં તેણે એક બેંચમાર્ક સ્થાપિત કરી દીધો છે. આ ખૂબીઓ છે, OTA અપડેટ ક્ષમતા અને સોફીસ્ટિકેટેડ 48V સૌમ્ય-હાઇબ્રિડ આર્કિટેક્ચર, વિગેરે. તેમાં 25+ સુરક્ષા અને સલામતી અંગેની ખૂબીઓ છે, જેવી કે, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ટ્રેક્શન કંટ્રોલ, હિલ હોલ્ડ કંટ્રોલ, રિયર વાઇપર અને વોશર તથા રિયર ડીફોગર.
MG એ અત્યાર સુધી આ અનેક ખૂબીઓથી સજ્જ 40,000 થી વધુ ઇન્ટરનેટ SUV વેચી છે અને રાષ્ટ્રીય સ્તરે તેની ખૂબ જ માગણી છે. આજ દિન સુધી ભારતમાં 65 શહેરોમાં 250+ કસ્ટમર ટચપોઇંટ્સ સાથે હેકટરે MG ને ઇચ્છિત વેગ પણ આપેલ છે.
MG હેક્ટર 2021 શ્રેણીને આધુનિક MG શીલ્ડનું સમર્થન પ્રાપ્ત છે, જે અંતર્ગત, MG ઓફર કરે છે, શ્રેષ્ઠ TCO એટલે, ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપ. તે આપે છે, 5-વર્ષ / અમર્યાદિત કિમી. ની વોરંટી, 5-વર્ષની રોડસાઇડ સહાય અને પ્રથમ 5 સામાયિક સેવાઓ માટે ફ્રી લેબર ચાર્જિસ. MG હેક્ટર આપે છે સૌથી ઓછી TCO એટલે ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપ, જે પેટ્રોલ માટે 45 પૈસા પ્રતિ કિમી તથા ડિઝલ પ્રકારો માટે 60 પૈસા પ્રતિ કિમી. છે. (100,000 કિમી વપરાશ સુધી ગણતરી કરેલ છે).
MG મોટર ઈન્ડિયાએ તેના ગ્રાહકોને હેક્ટર શ્રેણીના રીસેલ મૂલ્ય અંગે આશ્વસ્ત કરેલ છે. આ કાર ઉત્પાદન કંપનીએ કારદેખો સાથે ટાઇ-અપ કરેલ છે, જે આકર્ષક મૂલ્ય પર ઉપલબ્ધ “3-60” પ્લાન હેઠળ માલિકીના 3 વર્ષ બાદ MG હેક્ટર પ્લસને 60% ના શેષ મૂલ્ય પર બાયબૅક કરશે. MG સબ્સ્ક્રાઈબ વિથ માઇલ્સ એન્ડ ઝૂમ અંતર્ગત માસિક સબ્સ્ક્રિપ્શનથી પણ MG હેક્ટર 2021 ઉપલબ્ધ રહેશે.
MG મોટર ઈન્ડિયા વિશે
મોરિસ ગેરેજિસની સ્થાપના 1924 માં UK માં થઈ હતી. આ કંપની તેની સ્પોર્ટ્સ કાર, રોડસ્ટર અને કેબ્રિઓલેટ શૃંખલા માટે જાણીતી હતી. બ્રિટિશ વડાપ્રધાન અને બ્રિટિશ રાજવી પરિવાર સાથે અનેક હસ્તીઓને આ ગાડીઓનું આકર્ષણ હતું, જેનું કારણ હતું, સ્ટાઇલ, લાવણ્ય અને દમદાર પ્રદર્શન. MG કાર ક્લબની સ્થાપના 1930 માં એબિંગ્ડન, UK માં થઈ હતી. તેના વફાદાર ચાહકોની સંખ્યા કેટલાક હજારોમાં છે. કોઈ પણ એક કાર બ્રાન્ડ માટે આ સૌથી મોટા ફૅન ક્લબ્સ માંથી એક છે. ગત 96 વર્ષોમાં MG એક આધુનિક, ફ્યુચરિસ્ટિક અને ઇનોવેટિવ બ્રાન્ડ બન્યો છે. MG મોટર ઈન્ડિયાનો અત્યાધુનિક કાર ઉત્પાદન પ્લાન્ટ હાલોલ, ગુજરાતમાં આવેલ છે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 80,000 વાહનોની છે અને અહીં લગભગ 2500 જેટલા કર્મચારીઓ કામ કરે છે. પોતાના CASE (કનેક્ટેડ, ઓટોનોમસ, શેયર્ડ અને ઈલેક્ટ્રિક) મોબિલિટીના વિઝનથી પ્રેરિત થઈને આ આધુનિક કાર ઉત્પાદન કંપનીએ આજે ઓટોમોબાઇલ સેગમેન્ટની અંદર ઘણા બધા અનુભવોને વધારી દીધા છે. તેણે ભારતમાં ઘણી ખૂબીઓ પ્રથમ વાર પ્રસ્તુત કરી છે, જેમાં સામેલ છે, ભારતની પહેલી ઇન્ટરનેટ SUV – MG હેક્ટર, ભારતની પ્રથમ પ્યોર ઈલેક્ટ્રિક ઇન્ટરનેટ SUV – MG ZS EV અને ભારતની પ્રથમ ઓટોનોમસ (લેવલ I) પ્રીમિયમ SUV – MG ગ્લોસ્ટર.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.