હ્યુંડઈએ આકર્ષક કિંમત પર i20 N લાઇનને લૉન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દેશની પહેલી સ્માર્ટ મોબિલિટી સોલ્યૂશંસ પ્રદાતા અને પોતાની સ્થાપના બાદથી જ સૌથી મોટી નિકાસકાર હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડએ આજે ભારતમાં બહુપ્રિતિક્ષિત i20 N લાઇન લોન્ચ કરી, જેની કિંમત 9,84,100 રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. પોતાની રોમાંચક ડિઝાઇન અને આકર્ષક ઇંટીરિયરની સાથે i20 N લાઇન ડ્રાઇવિંગ ઉત્સાહને એક નવા સ્તર પર લઇ જવા માટે તૈયાર છે.

i20 N લાઇનના લોન્ચ પર શ્રી એસ એસ કિમ, એમડી અને સીઈઓ, હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડે જણાવ્યું, “અમારા ગ્રાહકો માટે મોબિલિટીના અનુભવોને ફરીથી વ્યાખ્યાયિત કરવાના અમારા પ્રયત્નોની દિશામાં હ્યુંડઈએ ભારત માટે પહેલું i20 N લાઇન મૉડલ લોન્ચ કર્યું છે. સમગ્ર ભારતમાં પોતાના ગ્રાહકો માટે સ્પોર્ટી અને આનંદદાયક ડ્રાઇવિંગ અનુભવ ઉપલબ્ધ કરાવતા અમે આકર્ષક કિંમત પર i20 N લાઇન રજૂ કરી છે. અમે ભારતમાં વૈશ્વિક સ્તર પર ઉન્નત તકનીકો અને ઉત્પાદનોને રજૂ કરવાની દિશામાં કટિબદ્ધ છીએ અને i20 N લાઇન અમારા તમામ ગ્રાહકો માટે મોટરસ્પોર્ટથી પ્રેરિત સ્ટાઇલ અને રોજિંદા ઉત્સાહમાં અમારા મજબૂત વારસા અને ડીએનએનું પ્રતિક હશે. ભારતના અગ્રણી સ્માર્ટ મોબિલિટી સોલ્યૂશન પ્રોવાઇડરના રૂપમાં i20 N લાઇન આકર્ષક તકનીક, આકર્ષક ઇંટીરિયર, એરનર્જેટિક એક્સટીરિયર અને આકર્ષક પરર્ફોમંસ આપે છે.”

શ્રી એસ એસ કિમે આગળ જ્ણાવ્યું, “પોતાના બેજોડ અને રોમાંચક એલિમેંટસની સાથે i20 N લાઇન ગ્રાહકો માટે એક્સક્લૂસિવ એક્સપીરિયંસને નવી રીતે વ્યાખ્યાયિત કરશે. આ અનુભવો વધારવા માટે i20 N લાઇન સમગ્ર ભારતમાં 188 સિગ્નેચર ડીલરશિપમાં ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, i20 N લાઇનના ગ્રાહકોને એક પર્સનલ મોબિલિટી એડવાઇઝર દ્વારા પણ સુવિધા પ્રદાન કરવામાં આવશે, જે એક સમસ્યા મુક્ત સર્વિસનો અનુભવ હશે અને તેમને ઉન્નત સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે, જે મનની સંપૂર્ણ શાંતિ અને સમગ્ર રીતે ઉન્નત ઑનરશિપ એક્સપીરિયંસ માટે એક કોન્ટેક્ટનું સિંગલ પોઇંટ બની જશે.”

હ્યુંડઈ i20 N લાઇનમાં 27 અનોખા અને એક્સક્લૂસિવ એલિમેંટ્સ છે, જે હ્યુંડઈની મોટરસ્પોર્ટ ઇંસ્પિરેશનને આનંદદાયક અને આકર્ષક એલિમેંટ્સમાં પરિવર્તિત કરે છે, જે દરેક ડ્રાઇવને રોમાંચક બનાવે છે. યુવા અને એનર્જેટિક ગ્રાહકોના રોજીંદા આનંદ માટે વિકસિત i20 N લાઇન દુનિયાને એક રમતનું મેદાન બનાવે છે, જેનાથી આપ સામાન્ય જીવનની સીમાઓથી પર જઇ શકો છો. જે લોકો એક આનંનદાયક અને તેજ જીવનશૈલી ઇચ્છે છે, તેમના માટે પ્લેફૂલ અને કૂલ હ્યુંડઈ i20 N લાઇનને અમારી કોમ્યુનિકેશન લાઇન ‘ઇટ્સ ટાઇમ ટૂ પ્લે’ની સાથે તૈયાર કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.