ઐતિહાસિક ટાટા 407 ગ્રીન બની રહી છેઃ ટાટા મોટર્સ દ્વારા મોડેલના તદ્દન નવા સીએનજી વેરિયાંટ લોન્ચ કરાઇ

ગેઝેટ્સ
ગેઝેટ્સ 36

ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હિકલની ઉત્પાદક કંપની ટાટા મોટર્સ દ્વારા તેના અત્યંત આઇકોનિક કોમર્શિયલ વ્હિકલ ટાટા 407નું સીએનજી વેરિયાંટ બજારમાં મુક્યો હોવાની જાહેરાત કરાઇ છે. સીએનજીના લાભોને સર કરતા આ વ્હિકલ ડીઝલ વેરિયાંટની સામે 35% સુધીનો નફો આપે છે. તદ્દન નવા ટાટા એઆઇજી સીએનજીની ડિઝાઇન તેની ‘નોન સ્ટોપ પ્રોફીટ મશિન’ તરીકેની પ્રતિષ્ઠા અનુસારની કરવામાં આવી છે, જે શ્રેષ્ઠ કક્ષાના પર્ફોમન્સ અને વિશ્વસનીયતાને સતત રાખે છે, અને લોઅર TCO સાથે દરખાસ્તમાં વધુ મૂલ્ય ઉમેરણ પણ કરે છે. નવા વેરિયાંટની કિંમત રૂ. 12.07 લાખ (એક્સ શોરૂમ-પૂણે)થી શૂ થાય છે. વ્હિકલ 10 ફૂટના લોડ ડેક સાથે ઉપલબ્ધ છે, જે લોડ વહનની ઊંચી ક્ષમતા પૂરી પાડે છે. તદ્દન નવી 407 સીએનજી વધુમાં ટાટા મોટર્સના વિસ્તરિત સીએનજી પોર્ટપોલિયોને વિસ્તૃત બનાવશે, જે 5 ટનથી 16 ટન સુધીનું I&LCV સેગમેન્ટમાં ગ્રોસ વ્હિકલ વિટ (જીવીડબ્લ્યુ) ધરાવે છે.

ટાટા 407 સીએનજી 3.8-લિટર સીએનજી એન્જિન દ્વારા સંચાલિત છે જે ફ્યૂઅલ-કાર્યક્ષમ SGI એન્જિન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને 85PS ની મહત્તમ શક્તિ પહોંચાડે છે જ્યારે નીચા આરપીએમ પર 285Nm નો શ્રેષ્ઠ ટોર્ક પણ ઉત્પન્ન કરે છે. 4,995kg-GVW વ્હિકલ 180 લિટરની ઇંધણ ટાંકી ક્ષમતાથી સજ્જ છે જેથી ઝડપી ટર્નઅરાઉન્ડ સમય અને વધુ ઉત્પાદકતા સુનિશ્ચિત થાય. 407 ની આઇકોનિક SFC (સેમી-ફોરવર્ડ કંટ્રોલ) કેબિન હાઇ-ગ્રેડ સ્ટીલથી બનેલી છે, જે ડ્રાઇવરો અને માલિકો માટે સલામત અને આત્મવિશ્વાસ પ્રેરક બનાવે છે. 407 ફ્રન્ટ પેરાબોલિક સસ્પેન્શન ધરાવે છે, જે તમામ પ્રકારના ભૂપ્રદેશો પર શ્રેષ્ઠ આરામ આપવા માટે, નોંધપાત્ર રીતે ઘટાડેલા ક્લચ અને ગિયર શિફ્ટ પ્રયત્નો અને નીચા NVH સ્તર આપે છે. ડ્રાઈવરની સગવડ અને કેબિન મનોરંજન માટે, વ્હિકલ યુએસબી મોબાઇલ ચાર્જિંગ પોર્ટ અને બ્લાઉપંક મ્યુઝિક સિસ્ટમથી સજ્જ છે. 407 રેન્જ હવે ફ્લીટ એજ-ટાટા મોટર્સના નેક્સ્ટ-જનરલ કનેક્ટેડ વ્હીકલ પ્લેટફોર્મ સાથે શ્રેષ્ઠ ફ્લીટ મેનેજમેન્ટ માટે અપડેટ કરવામાં આવી છે, જેથી અપટાઇમ વધુ વધારી શકાય અને 2 વર્ષના મફત સબ્સ્ક્રિપ્શન સાથે માલિકીની કુલ કિંમત ઘટાડી શકાય.

લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતા, ટાટા મોટર્સ, I &LCVના પ્રોડક્ટ લાઈનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રૂદ્રરૂપ મૈત્રાએ જણાવ્યું હતું કે, “અમે તદ્દન નવી ટાટા 407ના નવા CNG વેરિઅન્ટને લોન્ચ કરતા ખુશ છીએ. 35+ વર્ષના વારસા સાથે, વ્હિકલ સતત ગ્રાહકનુ મનપસંદ રહ્યું છે, જેનું અત્યાર સુધીમાં 1.2 મિલિયનથી વધુ યુનિટનું વેચાણ થયુ છે – આ સેગમેન્ટમાં અત્યાર સુધીનું સૌથી વધુ છે. વ્હિકલની સમૃદ્ધ વારસાનું મુખ્ય કારણ ગ્રાહક-કેન્દ્રિત વ્હિકલ તરીકે તેની મૂળભૂત પ્રકૃતિ છે – ન્યૂનતમ ઓપરેશન ખર્ચમાં મેળ ન ખાતી કામગીરી પૂરી પાડવા માટે રચવામાં આવ્યુ છે. ડીઝલની કિંમતોમાં ભારે વધારો થતા, સીએનજી વ્હિકલોમાં નફાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવાની ક્ષમતા છે, અને અમને વિશ્વાસ છે કે 407 સીએનજી, ટાટા મોટર્સ દ્વારા આપવામાં આવતી વિશાળ સીએનજી રેન્જ ઉપરાંત, અમારા ગ્રાહકો માટે ઘણું મૂલ્ય લાવશે.”

ટાટા 407 સીએનજી 3 વર્ષ/3 લાખ કિલોમીટરની ઉદ્યોગમાં શ્રેષ્ઠ વોરંટી આપે છે, જે માલિકોને સંપૂર્ણ માનસિક શાંતિ આપે છે. કંપની સંપૂર્ણ સેવા 2.0 પણ આપે છે, એક વ્યાપક સેવા પેકેજ અને ટાટા મોટર્સના વ્યાપારી વ્હિકલોની સંભાળ અને જાળવણી માટે સંપૂર્ણ ઉકેલ છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.