હીરો મોટોકોર્પે ફેસ્ટિવ સીઝન પૂર્વે તેનો પ્રીમિયમ પોર્ટફોલિયો વધુ મજબૂત બનાવ્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌપ્રથમ 200cc એડવેન્ચર મોટરસાઈકલ XPulseએ તેની ઓન-રોડ-ઓફફ રોડ તૈયારી, અત્યાધુનિક ટેકનોલોજી અને અનોખી સ્ટાઈલિંગ સાથે દુનિયાભરના યુવાનોને મંત્રમુગ્ધ કર્યા છે. નવી XPulse 200 4 Valve હીરો મોટોકોર્પના પ્રીમિયમ પોર્ટફોલિયોની પરિપૂર્ણ X-rangeમાં શક્તિશાળી ઉમેરો છે.

હાઈ- ટેક એડવેન્ચરના અનુભવના તેના ડીએનએ પર નિર્મિત નવી મોટરસાઈકલ 200cc BSVI 4 Valve ઓઈલ કૂલ્ડ એન્જિન સાથે આવે છે જે 6 ટકા વધુ પાવર અને 5 ટકા વધારાનું ટોર્ક પ્રદાન કરે છે, જે હાઈ સ્પીડ્સમાં પણ આરામદાયક અને તાણમુક્ત સવારીની ખાતરી રાખે છે.

અપડેટેડ કૂલિંગ સિસ્ટમ, સુધારિત સીટ પ્રોફાઈલ અને અપગ્રેડેડ એલઈડી હેડલાઈટ્સ સાથે આ મોટરસાઈકલ અજ્ઞાત માર્ગોની ખોજ કરવા સાથે ઉત્તમ સવારી સાથી બની જાય છે.

XPulse 200 4Valve દેશભરમાં હીરો મોટોકોર્પ ડીલરશિપ્સ ખાતે INR. 1,28,150/-ની આકર્ષક કિંમતો મળશે (એક્સ- શોરૂમ દિલ્હી).

હીરોમોટોકોર્પના સ્ટ્રેટેજી અને ગ્લોબલ પ્રોડક્ટ પ્લાનિંગના હેડ માલો લી મેસને જણાવ્યું હતું કે, “XPulse પ્રીમિયમ મોટરસાઈકલ સેગમેન્ટમાં હીરો મોટોકોર્પની આક્રમક વૃદ્ધિની વ્યૂહરચનાની આગેવાની કરે છે જે પરફોર્મન્સ પ્રેરિત, ટેક અભિમુખ અને યુવા કેન્દ્રિત છે. ટૂંક સમયમાં જ XPulseએ દુનિયાભરમાં મહત્ત્વપૂર્ણ ગ્રાહક ચાહકમૂળ નિર્માણ કર્યું છે. નવી XPulse 200 4V સાથે અમે અત્યંત રોમાંચક સવારીના અનુભવ માટે તેની ઓફફ- રોડ, ટુરિંગ અને કોમ્યુટિંગ ક્ષમતાઓમાં વધુ પાવર અને બહેતરી લાવ્યા છીએ.”

હીરો મોટોકોર્પના સેલ્સ, આફ્ટરસેલ્સ અને પાર્ટસના હેડ નવીન ચૌહાણે જણાવ્યું હતું કે, “2020માં પ્રતિષ્ઠિત ઈન્ડિયન મોટરસાઈકલ ઓફ ધ યરથી સન્માનિત XPulseએ 200cc મોટરસાઈકલ સેગમેન્ટમાં નવી સાહસિક શ્રેણી નિર્માણ કરી છે. અમને આ ફેસ્ટિવ સીઝનમાં અમારા ગ્રાહકો માટે નવી XPulse 200 4V લાવવાની ખુશી છે. તે નિશ્ચિત જ તેના શક્તિશાળી અને સ્ટાઈલિશ અવતારમાં XPulse બ્રાન્ડની લોકપ્રિયતામાં ઉમેરો કરશે.”

XPulse 200 4VALVE

એન્જિન
XPulse 200 BS-VI 200cc 4Valve ઓઈલ કૂલ્ડ એન્જિનથી સમૃદ્ધ છે, જે 19.1 PS @ 8500RPM પાવર આઉટપુટ અને 17.35Nm @ 6500rpmનું ટોર્ક નિર્માણ કરે છે. 4 Valve ઓઈલ કૂલ્ડ એન્જિન મિડ અને ટોપ- એન્ડ સ્પીડ રેન્જમાં સુપીરિયર પાવર આપવા સાથે હાઈ- સ્પીડ્સમાં પણ કંપનને નિયંત્રણમાં રાખીને તાણમુક્ત એન્જિની કામગીરી પ્રદાન કરે છે.

ભારે ટ્રાફિકમાં બહેતર હીટ મેનેજમેન્ટ માટે કૂલિંગ સિસ્ટમ હવે 7 fin ઓઈલ કૂલર સાથે અપડેટેડ છે. XPulse 200 4Vમાં નોંધપાત્ર રીતે સુધારિત ટ્રાન્સમિશન બહેતર શક્તિ અને ટકાઉપણું આપવા સાથે ગિયર રેશિયો બહેતર ટ્રેક્ટિવ પ્રયાસ અને એક્સિલરેશન માટે અપડેટ કરાયો છે.

હાઈ- ટેક એડવેન્ચર 
નવીનતા ટેકનોલોજીથી સમૃદ્ધ XPulse 200 4V વધુ અંતર માટે આરામદાયક સવારીની બાંયધરી આપે છે. બહેતર એલઈડી હેડલાઈટ રાત્રે ઉત્તમ દષ્ટિગોચરતા આપે છે અને રસ્તાઓ પર ઉત્તમ પ્રકાશ પાથરે છે.

તે સેગમેન્ટ- ફર્સ્ટ ફીચર્સથી સમૃદ્ધ છે, જેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી અને કોલ એલર્ટસ સાથે ફુલ ડિજિટલ એલસીડી ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ટર્ન- બાય- ટર્ન નેવિગેશન, ગિયર ઈન્ડિકેટપર, ઈકો મોડ અને બે ટ્રિપ મીટર્સ અને સિંગલ ચેનલ ABS સ્ટાન્ડર્ડ ઓફર તરીકે આવે છે.

એડવેન્ચર ટ્યુન્ડ
સર્વ માર્ગો પર છવાઈ જવાના જોશ સાથે મોટરસાઈકલમાં લોંગ સસ્પેન્શન ટ્રાવેલ 190mm ફ્રન્ટ અને 170mm રિયર સાથે 21” ફ્રન્ટ અને 18” રિયર સ્પોક વ્હીલ્સનો સમાવેશ થાય છે. પથરાળ અને ખરાબ રસ્તાઓ થકી મુશ્કેલીમુક્ત સવારીની ખાતરી રાખતાં મોટરસાઈકલ એલ્યુમિનિયમ સ્કિડ પ્લેટથી સમૃદ્ધ છે અને એન્જિન, નવા ટૂથ્ડ બ્રેક પેડલનું મહત્તમ પકડ અને નિયંત્રણ માટે રક્ષણ કરે છે અને ઊંડા પાણીમાં પાર કરવાની પણ અનુકૂળતા આપે છે.

ઓન/ ઓફફ- રોડ તૈયારી
બે હેતુનાં ટાયરો, 10- સ્ટેપ એડજસ્ટેબલ મોનો- શોક સસ્પેન્શન, 825mmની પહોંચક્ષમ સીટની ઊંચાઈ અને 220mm હાઈ ગ્રાઉન્ડ ક્વિયરન્સ સાહસિક રાઈડર માટે પરિપૂર્ણ પેકેજ પૂરું પાડે છે.

ઉત્તમ ઘડવામાં આવેલા ચેસિસ સેટઅપને આભારી XPulse 200 4V રોજનો પ્રવોસ હોય કે દેશના રસ્તાઓ અથવા ઓફફ- રોડ માર્ગો પર પ્લેઝર રાઈડ્સ હોય, તે ઉત્કૃષ્ટ સવારીનો અનુભવ આપે છે.

આખો દિવસરાત ચલાવો
બહેતર પ્રવાસ ક્ષમતા માટે મોટરસાઈકલ બંજી હૂક્સ સાથે લગેજ પ્લેટ ઓફર કરે છે, જેમાં પિલિયન પ્રવાસી સાથે પણ લગેજ વહન કરી શકાય છે. સુધારિત સીટ કમ્ફર્ટ દરેક કિલોમીટર વધુ આરામદાયક અને આસાન બનાવે છે. સુરક્ષાત્મક વિંડશિલ્ડ નોંધપાત્ર રીતે પવન અને હવામાન રક્ષણ અને વધુ એકંદર સવારીનો આરામ આપે છે. યુએસબી ચાર્જરને કારણે રાઈડર પ્રવાસ થકી કનેક્ટેડ રહી શકે છે અને ફ્રન્ટ અને રિયર પેડલ ડિસ્ક્સ કાર્યક્ષમ બ્રેકિંગમાં મદદરૂપ થાય છે.

આકર્ષક રંગ વિકલ્પો
સાહસ અને ઓફફ- રોડના જોશથી પ્રેરિત નવી XPulse 200 4V ત્રણ નવા અકર્ષક રંગ વિકલ્પમાં આવે છે, જેમાં ટ્રેઈલ બ્લુ, બ્લિટ્ઝ બ્લુ અને રેડ રેઈડ માર્ગ પર બધાનું ધ્યાન ખેંચે છે.

રેલી કિટ
મોટરસ્પોર્ટસ જોશીલાઓની સિદ્ધ અને ફેવરીટ રેલી કિટ ફુલ બ્લો રેલી મશીનમાં XPulse 200 4Vને પરિવર્તિત કરવાનું ચાલુ રાખશે. રેલી કિટ એફએમએસસીઆઈ માન્ય મોટરસ્પોર્ટસ ઈવેન્ટ્સ માટે સંપૂર્ણ રોડ લીગલ અને હોમોલોગેટેડ પણ છે. કામગીરીના ભાગોનું આ અજોડ પેકેજ અમારા ગ્રાહકોને સ્પર્ધાત્મક રેસિંગ માટે તેમની ઓફફ- રોડ કુશળતા શીખવા અને સુધારવા માટે અભિમુખ બનાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.