હિરો મોટોકોર્પએ 100 ડીલરશિપ્સને 1,000 HARLEY-DAVIDSON X440નું વેચાણ કર્યુ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

તહેવારની સિઝનની ઉજવણીના રંગે રંગાતા વિશ્વની સૌથી મોટી મોટરસાયકલ્સ અને સ્કુટર્સની ઉત્પાદક હિરો મોટોકોર્પએ 15 ઓક્ટોબરથી દેશભમાં Harley-Davidson X440ની ડિલીવરીનો પ્રારંભ કર્યો છે.

Harley-Davidson X440ની જંગી ડિલીવરી 100 ડીલરોને કરવામાં આવી હતી જેમાં દેશના વિવિધ સ્થળોએ હાર્લી-ડેવીડસન અને પસંદગીના હિરો મોટોકોર્પના આઉટલેટ્સનો સમાવેશ થાય છે.

Harley-Davidson X440નું ઉત્પાદન હિરો મોટોકોર્પની રાજસ્થાનમાં ઉત્તરીય રાજ્યોમાં આવેલ નીમરાણા ખાતેની ગાર્ડન ફેક્ટરી નામની ઉત્પાદન સવલત ખાતે કરવામાં આવી રહ્યુ છે.

જુલાઇ 2023માં તેનું અનાવરણ કર્યુ ત્યારથી Harley-Davidson X440 ભારતભરતમાં પ્રિમીયમ સેગમેન્ટ ગ્રાહકોને આકર્ષિત રાખ્યા છે, જેના પરિણામે તેને બજારમાં મુક્યાના ફક્ત એક જ મહિનામાં 25,000 કરતા વધુ બુકીંગ થઇ ગયા હતા.

હિરો મોટોકોર્પના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર (સીઇઓ) શ્રી નિરંજન ગુપ્તાએ જણાવ્યું હતુ કે, ઉત્સવની સિઝનના પ્રથમ દિવસે અમે ડિલિવરી શરૂ કરી હોવાથી અમારા ગ્રાહકોનું સ્મિત અને ઉત્સાહ જોઈને અમને આનંદ થયો છે. આગામી 4-5 મહિનામાં તમામ ડિલિવરી પૂર્ણ કરવાનો અમારો પ્રયાસ રહેશે. અમારી સપ્લાય ચેઇન પહેલેથી જ ક્ષમતા વધારવાની પ્રક્રિયામાં છે, કારણ કે અમે ભારતના દરેક એવા ગ્રાહકને સેવા આપવા માંગીએ છીએ જેઓ Harley Davidson  ધરાવવા અને પ્રતીક્ષા સમયગાળામાં ઘટાડો કરવા માંગે છે.

“અમે ટિયર II શહેરો અને નાના શહેરો સહિત દેશભરના મોટરિંગ ઉત્સાહીઓ માટે Harley Davidson મોટરસાઇકલનો રોમાંચ લાવવા માટે ઉત્સાહિત છીએ. હું આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં સમગ્ર હીરો મોટોકોર્પ અને હાર્લી ડેવીડસનના પરિવારના અતૂટ સમર્પણ અને અથાક પ્રયત્નોની પણ પ્રશંસા કરુ છું.”

નવા ગ્રાહકો હવે Harley Davidson X440ની  ટેસ્ટ રાઇડ કરી શકે છે અને તમામ હાર્લી-ડેવિડસન ડીલરશીપ પર વાહન બુક કરાવી શકે છે અને સમગ્ર દેશમાં હીરો મોટોકોર્પના આઉટલેટને પસંદ કરી શકે છે. ગ્રાહકો www.Harley-Davidsonx440.com પર જઈને ઓનલાઈન મોટરસાઈકલ બુક પણ કરાવી શકે છે.

આ મોટરસાઇકલ ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – Denim, Vivid  અને S, જેની કિંમત અનુક્રમે રૂ. 2,39,500/- (Denim), રૂ. 2,59,500/- (Vivid) અને રૂ. 2,79,500/- (S) છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.