વિજળીની બચત તથા ઓછા અવાજની સાથે હાયરની એડવાન્સ ટ્રિપલ ઇન્વર્ટર ટેકનોલોજી યુકત રેફ્રિજેટરની નવી સિરીઝ લોંચ કરાઈ

ગેઝેટ્સ
ગેઝેટ્સ 47

હોમ એપ્લાયન્સીઝ તથા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિકસમાં વૈશ્વિક લીડર તથા સતત 12 વર્ષથી મોટા એપ્લાયન્સીઝમાં વિશ્વમાં મોખરે રહેલા હાયરે તેની 3-સ્ટાર સિરીઝમાં ટોપ માઉન્ટેડ રેફ્રિજેટરના 17 નવા વેરિએન્ટ લોંચ કર્યા છે. હાયરના ટોપ માઉન્ટેડ રેફ્રિજેટર સિરીઝના આ નવા વેરિએન્ટમાં તમામ નવા કન્વર્ટિબલ ફિચર્સ હશેજેના દ્વારા ખોરાકની અલગ અલગ ચીજોની તાજગી પોષણ લાંબા સમય સુધી ટકાવી રાખવામાં +7 ડિગ્રી સેલ્સિયશથી -24 ડિગ્રી સેલ્સિયશની વચ્ચે તાપમાનને નિયંત્રણમાં રાખી શકાશે.

મેજિક કન્વર્ટિબલ ટેકનોલોજી રેફ્રિજેટર દસથી વધુ મોડમાં પરાવર્તિત કરી શકાય છે જેથી ખોરાકની અલગ અલગ ચીજવસ્તુઓને સ્ટોરેજ કરવાની જરૂરિયાત પૂરી કરી શકાય. અન્ય રેફ્રિજેટરથી અલગ હાયરનું મેજિક કન્વર્ટિબલ ફિચર ખોરાકની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે મસાલા, કેક, ફળ, શાકભાજી, વધેલો રાંધેલો ખોરાક, સી-ફૂડ, ઠંડા પીણા, દૂધ, કાચો ખોરાક વગેરે માટે અનુકૂળ તાપમાન રાખવા માટે તાપમાનને નિયંત્રિત કરવામાં સમર્થ બનાવે છે.

આ ઓલ-ન્યૂ સિરીઝ હાયરની એડવાન્સ ટ્રિપલ ટેકનોલોજી આધારિત છે. જે વિજળીની બચત કરે છે અને ઓછા અવાજ સાથે વોલ્ટેજની વધઘટ સામે પણ રક્ષણ આપે છે. આ ઉપરાંત તેમાં અનોખી ડ્યુઅલ ફેન ટેકનોલોજી છે જેના દ્વારા રેફ્રિજેટરમાં અલગ અલગ ખાદ્ય સામગ્રીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે અલગ અલગ એરફ્લો મળે છે અને તેનો મૂળ સ્વાદ, સુગંધ તથા ટેમ્પરેચર જાળવી રાખે છે.

આ લોંચિંગ અંગે હાયર એપ્લાયન્સીઝના પ્રમુખ શ્રી એરિક બ્રેગેન્ઝાએ જણાવ્યું હતું કે ” ખોરાકની અલગ અલગ ચીજોનો મૂળ સ્વાદ, ટેક્સચર અને પોષણ ટકાવી રાખવા માટે સ્ટોરેજના અલગ અલગ તાપમાનની જરૂર હોય છે. મોટા ભાગના રેફ્રિજેટર તેના વપરાશકારોને અલગ અલગ તાપમાનમાં સ્ટોરેજની સવલતો આપતા નથી જેને કારણે ખોરાક વાસી થઈ જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે હાયરમાં ચટોપ માઉન્ટેડ રેફ્રિજેટરના નવા વેરિએન્ટ પ્રસ્તુત કર્યા છે. જે ગ્રાહકને તેમની જરૂરિયાત અનુસાર અલગ અલગ મોડ પસંદ કરવા માટે સક્ષમ બનાવે છે. અમારો આશય ઉપભોક્તાઓને આધુનિક ટેકનોલોજી ધરાવતા અનોખી પ્રોડક્ટ પ્રદાન કરે છે. જેથી તેમનું જીવન સુવિધાયુક્ત બને અને તેમની જીવનશૈલી આસાન બને. અમે હંમેશાં સ્પેસ, સ્ટાઇલ, ટેકનોલોજી અને એનર્જી સેવિંગ્સ સાથે સમાધાન કર્યા વિના સર્વશ્રેષ્ઠ પ્રોડક્ટ અને સેવા પ્રદાન કરવા તરફ દ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ નવા એસ્થેટિક ડિઝાઇનના રેફ્રિજેટર અમારા ગ્રાહકોની જીવનશૈલી વધારે સુવિધાજનક બનાવશે.”

ઉપભોક્તાઓને વધુ સારો અનુભવ મળે એના માટે અમારી નવી સિરીઝમાં પસંદગીના મોડેલ્સમાં વધારે ખોરાક સ્ટોર કરવા માટે એક અલગ ફ્રૂટ બોક્સ પણ આપવામાં આવ્યું છે. એ સિવાય તેમાં સ્ટેબિલાઇઝર ફ્રી ઓપરેશન અને ટર્બો આઇસિંગ છે. જેના દ્વારા પાણી 200 ટકા વધારે ઝડપથી બરફમાં પરિવર્તિત થાય છે. સાથે જ આ રેફ્રિજરેટરની સાથે ગ્રાહક વીજકાપની સ્થિતિમાં પણ ઘરના ઇન્વર્ટરની સાથે કનેક્ટ કરીને પોતાના ખોરાકને તાજો રાખી શકે છે.
આ રેફ્રિજરેટર આધુનિક ભારતીય કિચનના ઇન્ટિરિયરને વધારે સુંદર બનાવવા માટે સ્ટીલ, ગ્લાસ અને ફ્લોરલ ફિનિશની વિશાળ કલર શ્રેણીમાં આવે છે. નવી રેન્જમાં આકર્ષક એસ્થેટિક્સ, જેમ કે, ઓશન ગ્લાસ, જેસ્મિન ગ્લાસ, મિરર ગ્લાસ, ક્રિસ્ટલ ગ્લાસ, બ્લેક ગ્લાસ, મેરિન ક્રેન અને રેડ ક્રેન તથા પ્રીમિયમ ફિનિશ જેવા આઇનોક્સ સ્ટીલ, બ્લેક બ્રશલાઇન અને બ્રશલાઇન સિલ્વર છે. આ રેફ્રિજરેટરની ડિઝાઇન અને રંગની આધુનિક ઘરોના ડેકોરને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી છે.

એક્સક્લુઝિવ પ્રિવ્યૂ જોવા માટે આ લિન્ક પર ક્લિક કરો-

મૂલ્ય, ઉપલબ્ધતા અને વોરંટી: આ નવા રેફ્રિજરેટર બજારમાં ઇન્વર્ટર કમ્પ્રેશર અને ડ્યુઅલ ઇન્વર્ટર ફેન મોટર પર દસ વર્ષની એસ્યોર્ડ વોરંટીની સાથે ઉપલબ્ધ છે. એના 345 મીટર મોડેલનું મૂલ્ય 55,000 રૂપિયાથી 64,700 રૂપિયાની વચ્ચે અને 375 લીટર મોડેલનું મૂલ્ય 62,200 રૂપિયાથી 68,900 રૂપિયાની વચ્ચે છે.

Model Number Gross Capacity (in litre) MRP (INR)
HRF-3654BS-E 345 55,000
HRF-3654CKS-E 345 55,000
HRF-3654CIS-E 345 57,000
HRF-3654BMC-E 345 60,000
HRF-3654BRC-E 345 60,000
HRF-3954CIS-E 375 62,200
HRF-3654PKG-E 345 63,700
HRF-3654POG-E 345 63,700
HRF-3654PCG-E 345 63,700
HRF-3654PJG-E 345 63,700
HRF-3654PMG-E 345 64,700
HRF-3954BMC-E 375 65,000
HRF-3954PKG-E 375 68,900
HRF-3954PMG-E 375 70,000
HRF-3954POG-E 375 68,900
HRF-3954PCG-E 375 68,900
HRF-3954PJG-E 375 68,900


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.