ઈમરજન્સીમાં ટિકિટ નહી હોય તો પણ રેલ્વેમાં મુસાફરી કરી શકશો

Business
Business

નવી દિલ્હી, ટિકિટ કન્ફર્મ ન હોય તેવા કિસ્સામાં ટ્રેનમાં મુસાફરી કરવાથી દંડ થઈ શકે છે. ઘણી વખત TTE મુસાફરને સ્થળ પર ટિકિટ આપી દે છે. જોકે, કયારેક ઇમરજન્સીમાં કયાંક જવું પડે તેમ હોય અને કન્ફર્મ ટિકિટ ન હોય તેવા કિસ્સામાં મુસાફરો સામે આ મુશ્કેલી હોય છે. પણ હવે રેલવે વિભાગે આ તકલીફનો ઉકેલ આપ્યો છે. હવે તમે તે દંડ અથવા ટિકિટના પૈસા કાર્ડ દ્વારા ચૂકવી શકો છો. પેમેન્ટમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવેએ પોતાની ઈલેક્ટ્રોનિક સર્વિસ એટલે કેPOSને4Sસર્વિસ સાથે જોડી દીધી છે.

રેલવેના નિયમ મુજબ જો તમારી પાસે રિઝર્વેશન ન હોય અને તમારે કયાંક ટ્રેનમાં જવાનું હોય તો તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચઢી શકો છો. જો કે, ટ્રેનમાં ચઢયા પછી તમારે તમારી ટિકિટ માટે તરત જ ટિકિટ ચેકિંગ કર્મચારીને મળવું પડશે. આ સેવા ફક્ત કટોકટી દરમિયાન જ ઉપલબ્ધ છે. પરિવાર કે સમૂહમાં આ રીતે યાત્રા નહીં કરી શકો. તમે ટિકિટ ચેકર પર જઈને સરળતાથી ટિકિટ લઈ શકો છો. આ નિયમ ભારતીય રેલવે નિયમો દ્વારા બનાવવામાં આવ્યો છે.

આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને ટિકિટ ચેકર એટલે કેTTEનો તાત્કાલિક સંપર્ક કરવો પડશે. ત્યારબાદTTEતમને જ્યાં જવાનું છે તે સ્થળની ટિકિટ આપશે. રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર અધિકારીઓ પાસે પોઇન્ટ ઓફ સેલિંગ મશીનમાં ૨જી સિમ લગાવેલા હોય છે, જેના કારણે ઘણી વખત દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ નેટવર્કની સમસ્યા થાય છે,

પરંતુ હવે તમારે નેટવર્કને કારણે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આ મશીનો માટે રેલવે ૪જી સિમની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે, જેથી તમે સરળતાથી ચૂકવણી કરી શકશો રેલવેએ આ નવું પગલું ભર્યું છે. હવે તમે ટ્રેનનું ભાડું અથવા તો રોકડની જગ્યાએ તમારા ડેબિટ કાર્ડથી દંડ ભરી શકો છો. એટલે કે હવે જો તમારી પાસે ટ્રેનની ટિકિટ ન હોય તો તમે ટિકિટ લઈ શકો છો અથવા ટ્રેનમાં ચડયા બાદ કાર્ડથી દંડ ભરી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.