‘દેશ કી શાન– મારૂતિ સુઝુકી અલ્ટો બે દાયકાથી વિશ્વાસનું પ્રતિક અને ભારતનું ગર્વ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

૪૦ લાખથી વધુ ભારતીય પરિવારોને ગર્વની લાગણીથી સક્ષમ કરનાર ભારતની પસંદગીની કાર – અલ્ટો બેજોડ ઇન્ડસ્ટ્રી બેન્ચમાર્ક્‌સ સ્થાપવાના ૨૦ વર્ષની ગર્વભેર ઉજવણી કરી રહી છે. અલ્ટો પરિવારો દ્વારા અપાર પ્રેમ મેળવનાર અલ્ટો આઇકોનિક બ્રાન્ડનો પુરાવો છે, જેણે યુવા ભારતની બદલાતી આકાંક્ષાઓ સાથે પોતાનો વિકાસ કર્યો છે.મારૂતિ સુઝુકી અલ્ટોએ છેલ્લાં બે દાયકામાં સંખ્યાબંધ બદલાવ અને અપગ્રેડ કર્યાં છે, જેનાથી તે વધુ સમકાલીન, વિશેષતાઓથી ભરપૂર અને ગ્રાહકોની ઉભરતી જરૂરિયાત અનુરૂપ રહી છે. કોમ્પેક્ટ આકર્ષક ડિઝાઇન, સરળ સંચાલન, ઉચ્ચ ઇંધણ કાર્યક્ષમતા, વધુ સુરક્ષા, કમ્ફર્ટ ફીચર્સ અને ઓછી કિંમતના અનોખા મિશ્રણ સાથે અલ્ટો વિજેતા રહી છે. આજે અલ્ટો આકાંક્ષાઓથી ભરપૂર એન્ટ્રી કાર ખરીદદારોને ટચસ્ક્રીન, સ્માર્ટપ્લે ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, એબીએસ સાથે ઇબીડી, ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર્સ, ડ્યુઅલ એરબેગ્સ વગેરે પ્રીમિયમ ફીચર્સ ઓફર કરે છે.“છેલ્લાં બે દાયકામાં અલ્ટોએ ભારતીય મુસાફરીની રીત બદલી છે. છેલ્લાં ૧૬ વર્ષથી તેણે નં. ૧ સેલિંગ કાર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે તથા આકર્ષક મૂલ્ય દરખાસ્તથી ભારતીય કાર ખરીદદારોના દિલ જીતીને તેમને સરપ્રાઇઝ આપતી રહેશે. આજે અલ્ટો તેને મેગ્નેટિક બ્રાન્ડ પોઝિશનિંગથી ૪૦ લાખથી વધુ સંતુષ્ટ ગ્રાહકો સાથે જોડાયેલી છે. અલ્ટોએ દરેક અપગ્રેડ સાથે તેની અપીલને મજબૂત કરી છે અને પ્રથમવાર ખરીદદારો માટે પસંદગીની કાર રહી છે. અમે જોયું છે કે વર્ષ ૨૦૧૯-૨૦માં લગભગ ૭૬ ટકા અલ્ટો ગ્રાહકોએ તેને પ્રથમ કાર તરીકે પસંદ કરી છે, જે ચાલુ વર્ષ માટે વધીને ૮૪ ટકા થઇ છે. આજે બ્રાન્ડ અલ્ટો દેશ કી શાન તરીકે સ્થાન પામી છે કારણકે તેણે ૪૦ લાખ ગ્રાહકોના આધારમાં ગર્વની લાગણી પેદા કરી છે અને ભારતમાં અન્ય કોઇપણ કાર તેની સાથે મેળ ખાતી નથી.”અલ્ટો સમગ્ર દેશમાં જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે અને લગભગ તમામને પાછળ રાખી દીધા છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૫૯ ટકા અલ્ટોનું વેચાણ અપકન્ટ્રી માર્કેટ્‌સમાં થયું હતું, જે ચાલુ વર્ષે વધીને ૬૨ ટકા થયું છે. ‘ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ની ઓળખ સાથે મારૂતિ સુઝુકી અલ્ટોએ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ઓળખ સ્થાપી છે. તેની લેટિન અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ એશિયાના બજારો સહિત ૪૦ દેશોમાં નિકાસ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.