ઇન્સ્ટાગ્રામ ટિકટોકની જેમ શોર્ટ વીડિયો ફીચર ‘રીલ્સ’ લાવી રહ્યું છે, કંપનીએ ભારતમાં ટેસ્ટિંગ શરુ કર્યું

ગેઝેટ્સ
insta
ગેઝેટ્સ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ‘રીલ્સ’ ફીચરનું ટ્રાયલ લોન્ચ કર્યું હતું. ઇન્સ્ટાના આ ફીચરથી યુઝર ટિકટોકની જેમ જ શોર્ટ વીડિયો બનાવી શકશે. આ ફીચરને કંપની ભારતમાં લાવવાની તૈયારી કરી થયું છે. ન્યૂઝ વેબસાઈટ બિઝનેસ ઇનસાઈડરના રિપોર્ટ પ્રમાણે, ઇન્સ્ટાગ્રામે આ ફીચરનું ટેસ્ટિંગ ભારતમાં શરુ કરી દીધું છે. કેટલાક યુઝર્સ માટે નવી ટેક્નિક પણ રિલીઝ કરી છે. કંપનીએ ગયા અઠવાડિયે આ ફીચરનું ટેસ્ટિંગ ફ્રાંસ અને જર્મનીમાં કરવાની જાહેરાત કરી હતી.  ફેસબુકના સ્પોક્સ પર્સને જણાવ્યું હતું કે, અમે રીલ્સના અપડેટેડ વર્ઝનનું વધારે દેશોમાં ટેસ્ટિંગ થઇ શકે તેની યોજના બનાવી રહ્યા છીએ. અમે દુનિયાભરના યુઝર્સ માટે તેનું નવું વર્ઝન લાવવા માટે ઘણા ઉત્સાહિત છીએ. જો કે, આ ફીચરની લોન્ચ ડેટ અને કયા દેશમાં લોન્ચ થશે તેની કોઈ ચોખવટ કરી નથી. ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર રીલ્સ શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટિકટોકની જેમ જ કામ કરે છે. રીલ્સના યુઝર 15 સેકન્ડનો વીડિયો બનાવી શકે છે. આ દરેક વીડિયોને ઓડિયો કે મ્યુઝિક ટ્રેકથી એડિટ કરી શકાય છે. સરકારે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે તે સમયે કંપની આ ફીચર લાવી રહી છે. ટિકટોકને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર પરથી ડિલીટ કરી દીધી છે. હાલ ટિકટોકના યુઝર્સ ભારતીય એપ ચિનગારી તરફ વળ્યા છે. 2 કરોડથી વધારે લોકોએ ચિનગારી એપને ડાઉન લોડકરી છે. ચિનગારી ઉપરાંત ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટ પર ટિકટોકની જેમ શોર્ટ વીડિયો એપ મોજ(Moj)લઈને આવી રહ્યું છે. શેરચેટે મની ભાસ્કરને જણાવ્યું કે, મોજ એપ હજુ યુઝર્સ માટે એક્ટિવ કરી નથી. શેરચેટ એપમાં પણ રોજ ડાઉનલોડ્સ વધી રહ્યા છે. અત્યાર સુધી આ એપને 4 હજારથી વધારે રિવ્યૂ પણ મળી ચૂક્યા છે. ટિકટોકના ઓપ્શનમાં યુઝર્સ શેરચેટ અને ચિનગારી એપને પસંદ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.