અવરોધ વિના કન્ટેન્ટ વ્યુઈંગ અનુભવ માટે થ્રી- સાઈડ બેઝલ-લેસ ડિસ્પ્લે સાથે સેમસંગનું સંપૂર્ણ નવું 32- ઈંચ HD ટીવી ઘેર લાવો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની નં. 1 ટીવી બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે થ્રી- સાઈડ બેઝલ-લેસ ડિસ્પ્લે સાથે તેનું નવીનતમ 32 ઈંચ હાઈ- ડેફિનિશન ટીવી રજૂ કરવામાં આવ્યું છે, જે સ્માર્ટ ફીચર્સની શ્રેણી સાથે અ રોધ વિના મનોરંજન પ્રદાન કરે છે. આ ટીવી ગતિશીલ જરૂરતો માટે કોમ્પેક્ટ છતાં ફીચરથી સમૃદ્ધ ટેલિવિઝન જોતા ગ્રાહકોને બેજોડ વ્યુઈંગ અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

“નવું 32- ઈંચ થ્રી સાઈડ બેઝલ- લેસ સ્માર્ટ ટીવી અમારા સ્માર્ટ ટીવી પોર્ટફોલિયોમાં નવો ઉમેરો છે. ઉત્તમ વ્યુઈંગ અનુભવ પ્રદાન કરે અને હોમ ઓફિસ સ્ક્રીન અથવા ગેમિંગ મોનિટર તરીકે ડબલ્ડ કરી શકાય તેવા કોમ્પેક્ટ ટીવી જોતા ગ્રાહકો માટે આ ઉત્તમ પસંદગી છે. આ તહેવારની મોસમ દરમિયાન અમે આખર્ષક કેશબેક ઓફર્સ સાથે મલ્ટી- ફંકશનલ ટીવી ખરીદી કરવા માગતા અમારા ગ્રાહકો માટે અજોડ તક લાવ્યા છીએ,” એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સના ઓનલાઈન બિઝનેસના સિનિયર ડાયરેક્ટર સંદીપ સિંહ અરોરાએ જણાવ્યું હતું.

નવું ટીવી સેમસંગના વિધિસર ઓનલાઈન સ્ટોર સેમસંગ શોપ અને ફ્લિપકાર્ટ પર INR 1,499થી શરૂ થવા આકર્ષક નોન- કોસ્ટ ઈએમએઆઈ પર મળી શકશે. ઉપરાંત ફ્લિપકાર્ટ પર તહેવારની મોસમ દરમિયાન આકર્ષક અર્લી બર્ડ કેશબેક ઓફર્સ પણ રખાશે.
હાઈ ડાયનેમિક રેન્જ અને PurColor ટેકનોલોજીઝ દ્વારા પાવર્ડ આ ટીવી સૌથી ડાર્ક અને સૌથી બ્રાઈટ સીન્સમાં પણ મહત્તમ પિક્ચર પરફોર્મન્સ પ્રદાન કરવા માટે રંગોના બહુઆયામ પ્રદાન કરે છે. અલ્ટ્રા ક્લીન વ્યુ ટેકનોલોજી મૂળ કન્ટેન્ટનું વિશ્લેષણ કરે છે અને લઘુતમ ડિસ્ટોર્શન સાથે ઉચ્ચ ગુણવત્તાની ઈમેજીસ પૂરી પાડે છે, જ્યારે કોન્ટ્રાસ્ટ એન્હાન્સર બહેતર ડેપ્થ સાથે આકર્ષક પિક્ચર ગુણવત્તા દર્શકોને ઓફર કરે છે.

નવું ટેલિવિઝન ડોલ્બી ડિજિટલ પ્લસથી સુસજ્જ છે, જે 3D સરાઉન્ડ સાઉન્ડ ઈફેક્ટ પૂરી પાડીને દર્શકોને ઘરના આરામમાં અસલ સિનેમાટિક અનુભવ પ્રદાન કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.