નવી જેગુઆર F-PACE માટેના બુકીંગ ખુલ્યા; વધુ અડગ, લક્ઝુરિયસ અને કનેક્ટેડ

ગેઝેટ્સ
ગેઝેટ્સ 7

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ આજે ભારતમાં તેની નવી જેગુઆર F-PACE માટેના બુકીંગ ખુલ્યા હોવાની જાહેરાત કરી છે. અડગ, નવા એક્સટેરિયર, સુંદર રચના વાળા ઇન્ટેરિયર, તાજેતરની જનરેશનની પીવી પ્રો ઇન્ફોટેઇનમેન્ટ અને ઇન-લાઇન ચાર સિલીંડર પેટ્રોલ અને ડીઝલ એન્જિન્સની પસંદગી સાથે નવી જેગુઆર F-PACE વધુ લક્ઝુયરિયસ, કનેક્ટેડ અને કાર્યક્ષમ છે.

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સુરીએ જણાવ્યું હતુ કે,
“તેના તાજેતરના અવતારમાં નવી જેગુઆર F-PACEની આકર્ષક ડિઝાઇન રુપરેખા, આકર્ષક પર્ફોમન્સ અને વધુ લક્ઝુરિયસ અને કનેક્ટેડ અનુભવ ભારતમાં અસંખ્ય હૃદયને ધબકતા રાખશે તેમાં શંકા નથી.”

નવી જેગુઆર F-PACEને ભારતમાં R-ડાયનામિક S ટ્રીમમાં પેટ્રોલ અને ડીઝલ પાવર ટ્રેઇન સાથે રજૂ કરવામાં આવશે અને મે 2021થી તેની ડિલીવરી શરૂ થશે.

નવી જેગુઆર F-PACE વિશે વધુ જાણવા માટે કૃપા કરીને મુલાકાત લો www.jaguar.in.

ભારતમાં જેગુઆર પ્રોડક્ટ પોર્ટફોલિયો
ભારતમાં જેગુઆર રેન્જમાં XE(રૂ. 46.64 લાખથી શરૂ),XF(રૂ. 55.67 લાખથી શરૂ),I-PACE(રૂ. 105.9 લાખથી શરૂ) અને F-TYPE (રૂ. 95.12 લાખથી શરૂ)નો સમાવેશ થાય છે. દરેક કિંમત ભારતમાં એક્સ-શોરૂમની છે.
ભારતમાં જેગુઆર લેન્ડ રોવરનું રિટેલર નેટવર્ક
જેગુઆર લેન્ડ રોવર વ્હિકલ્સ ભારતમાં 24 શહેરોમાં 28 ઓથોરાઇઝ્ડ આઉટલેટ્સ દ્વારા ઉપલબ્ધ છે જેમાં અમદાવાદ, ઔરંગાબાદ, બેંગાલુરુ (3), ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ (2), કોઇમ્બતોર, દિલ્હી, ગુરગાંવ, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કોલકાતા, કોચી, કર્નાલ, લખનૌ, લુધિયાણા, મેંગલોર, મુંબઇ (2), નોઇડા, પૂણે, રાયપુર, સુરત અને વિજયવાડાનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.