ઓડી ઈન્ડિયાનું વેચાણ 2023ના પ્રથમ અર્ધવાર્ષિકમાં 97 ટકા વધ્યું
- મજબૂત કામગીરીઃ ગત વર્ષે સમાન ગાળામાં 1765 યુનિટ્સની તુલનામાં 3474 નવી કારની ડિલિવરી.
- ઓડિ એપ્રુવ્ડઃ પ્લસે ગત વર્ષે સમાન ગાળાની તુલનામાં 54 ટકા વૃદ્ધિ નોંધાવી.
- ઈવી માલિકો માટે ઉદ્યોગની પ્રથમ પહેલઃ 750+ ચાર્જર્સ સાથે ‘myAudiConnect’ એપ પર ‘ચાર્જ માય ઓડી.’
- ઓડી ક્લબ રિવોર્ડસ પ્રોગ્રામઃ એક વર્ષથી ઓછા સમયમાં એપ્લિકેશન પર 20k+ ગ્રાહકો.
- સ્થાનિક ઉત્પાદિક કારની સંપૂર્ણ રેખાઃ ઓડી Q3, ઓડી Q3 સ્પોર્ટબેક, ઓડી A4, ઓડી A6, ઓડી Q5 અને ઓડી
- નવું ઈલેક્ટ્રિક કાર લોન્ચ: વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં ઓડી Q8 ઈ-ટ્રોન.
મુંબઈ, જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડી દ્વારા ઉત્ક્રાંતિ પામતી જનસંખ્યા અને તરફેણકારી આર્થિક સ્થિતિ વચ્ચે લક્ઝરી કાર સેગમેન્ટમાં મજબૂત માગણી, વૃદ્ધિને લઈ તેની મજબૂત વેચાણ કામગીરી ચાલુ રાખી છે. બ્રાન્ડે જાન્યુઆરી- જૂન 2023ના સમયગાળામાં 3474 યુનિટ્સનું રિટેઈલિંગ કરીને ગત વર્ષના સમાન ગાળાની તુલનામાં 97 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
ઓડી ઈન્ડિયાના હેડ શ્રી બલબીર સિંહ ધિલ્લોંએ જણાવ્યું હતું, “વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકમાં અમારી કામગીરી પુરવઠાના પડકારો અને વધતા ઈનપુટ ખર્ચ છતાં વર્ષના સફળ બીજા અર્ધવાર્ષિક માટે પાયો રચ્યો છે. અમારા વોલ્યુમ મોડેલો ઓડી Q3, ઓડી Q3 સ્પોર્ટબેક, ઓડી Q5, ઓડી A4 અને ઓડી A6 મજબૂત માગણી જોઈ રહ્યા છે. અમારી ટોપની રેખાની કાર ઓડી Q7, ઓડી Q8, ઓડી A8 L, ઓડી S5 સ્પોર્ટબેક, ઓડી RS5 સ્પોર્ટબેક, ઓડી RS Q8 અને ઓડી RS e-tron GT પણ નોંધપાત્ર સંખ્યામાં વૃદ્ધિ પામી રહી છે. અમારી ઈલેક્ટ્રિક રેન્જ ટૂંક સમયમાં નવું મોડેલ ઓડી Q8 e-tron રજૂ રાશે અને અમને વિશ્વાસ છે કે આ સેગમેન્ટમાં એકધારી સફળતા ચાલુ રહેશે.”
ઓડી એપ્રુવ્ડઃ પ્લસ (પ્રી- ઓન્ડ કાર વેપાર) 2023ના પ્રથમ છ મહિનામાં 53 ટકાથી વધ્યો છે. ઓડી ઈન્ડિયાએ તેનો પ્રી- ઓન્ડ કાર વેપાર ઓડી એપ્રુવ્ડ: પ્લસનું ભારતમાં વિસ્તરણચાલુ રાખ્યું છે. હાલમાં તે ત્રેવીસ ઓડી એપ્રુવ્ડ: પ્લસ સુવિધાઓ સાથે દેશનાં મુખ્ય કેન્દ્રોમાં કામગીરી કરી છે અને બ્રાન્ડ વિસ્તરણ કરી રહી છે તેમ જ 2023ના અંત સુધી સત્તાવીસથી વધુ પ્રી- ઓન્ડ કાર એકમો ધરાવશે.
ઈલેક્ટ્રિફિકેશન વ્યૂહરચનાને આગળ લઈ જતાં ઓડી ઈન્ડિયાએ તાજેતરમાં ઈવી માલિકો માટે ‘myAudiConnect’ એપ પર ઉદ્યોગની પ્રથમ પહેલ ‘ચાર્જ માય ઓડી’ રજૂ કર્યું છે. આ એક છત હેઠળનું સમાધાન છે, જે ઓડી ઈ-ટ્રોનના ગ્રાહકોને એક એપ પર ઘણા બધા ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ ભાગીદારોને પહોંચ આપે છે. 750+ ચાર્જ પોઈન્ટ્સ હાલમાં ‘ચાર્જ માટ ઓડી’ પર ઓડી ઈ-ટ્રોનના માલિકો માટે ઉપલબ્ધ છે.
ઓડી ઈન્ડિયાનો પ્રોડક્ટ પોર્ટફોલિયો: ઓડી A4, ઓડી A6, ઓડી A8 L, ઓડી Q3, ઓડી Q3 સ્પોર્ટબેક, ઓડી Q5, ઓડી Q7, ઓડી Q8, ઓડી S5 સ્પોર્ટબેક, ઓડી RS5 સ્પોર્ટબેક, ઓડી RS Q8, ઓડી e-tron 50, ઓડી e-tron 55, ઓડી e-tron સ્પોર્ટબેક 55, ઓડી e-tron GT અને ઓડી RS e-tron GT.