Audi ઇન્ડિયાએ EV માલિકો માટે ઉદ્યોગમાં સૌપ્રથમ પહેલના ઘોષણા કરી – ‘myAudiConnect’ એપ પર ‘Charge my Audi’ની રજૂઆત

ગેઝેટ્સ
ગેઝેટ્સ

  • ફક્તને ફક્ત Audi ઇ-ટ્રોન માલિકો માટે
  • અસંખ્ય ચાર્જીંગ સ્ટેશન્સ માટે વનસ્ટોપ એપ્લીકેશન
  • સુગમ રુટ પ્લાનર, રિયલ ટાઇમ ચાર્જર દરજ્જો, સ્ટાર્ટ અને સ્ટોર ચાર્જીંગ, રયલ ટાઇમ સ્ટેટ ઓફ ચાર્જ અને એક જ પેમેન્ટ ગેટવે
  • ચાર્જીગ ભાગીદારોમાં આર્ગો ઇવી સ્માર્ટ, ચાર્જ ઝોન, લાયનચાર્જ, રિલુક્સ ઇલેક્ટ્રિક અને ઝીયોન ચાર્જીંગ
  • 750થી વધુ ચાર્જ પોઇન્ટ્સ Audi ઇવ ગ્રાહકોને ઉપલબ્ધ છે, વધુ આવવામાં છે
  • ઓગસ્ટ 2023 સુધી વિનામૂલ્યે ચાર્જીંગ

જર્મન લક્ઝરી કાર ઉત્પાદક Audiએ આજે ‘myAudiConnect’એપ પર ‘ChargemyAudi’ની રજૂઆતની ઘોષણા કરી છે – જે ફક્ત Audi ઇ-ટ્રોન ગ્રાહકો માટે જ એપ પર એક જ અસંખ્ય ચાર્જીંગ સ્ટેશન્સ માટે વન સ્ટોપ એપ્લીકેશન છે. Chargemy Audi એ ઉદ્યોગમાં સૌપ્રથમ પહેલ છે જે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ માલિકોની સુગમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એપ્લિકેશનમાં હાલમાં પાંચ ચાર્જિંગ પાર્ટનર્સનો સમાવેશ થાય છે – એર્ગો ઇવી સ્માર્ટ, ચાર્જ ઝોન, રિલક્સ ઇલેક્ટ્રિક, લાયનચાર્જ અને ઝીઓન ચાર્જિંગ જે ન્યુમોસિટી ટેક્નોલોજીસ ઇએમએસપી રોમિંગ સોલ્યુશનથી  સજજ છે.

ChargemyAudi ગ્રાહકોને તેમના ડ્રાઇવ રૂટની અસરકારક રીતે યોજના બનાવવા, રસ્તામાં ચાર્જિંગ સ્ટેશનો ઓળખવા, ચાર્જિંગ ટર્મિનલ્સની ઉપલબ્ધતા તપાસવા, ચાર્જિંગ શરૂ કરવા અને બંધ કરવાની અને સેવા માટે એક જ પેમેન્ટ ગેટવે દ્વારા ચૂકવણી કરવાની મંજૂરી આપે છે. હાલમાં, 750+ ચાર્જપોઇન્ટ્સ Audi e-ટ્રોન માલિકો માટે ‘ChargemyAudi’ પર  માટે ઉપલબ્ધ છે, જે આગામી થોડા સપ્તાહો અને મહિનામાં વધુ ઉમેરવામાં આવશે.

આ પ્રસંગે ટિપ્પણી કરતા, ફોક્સવેગન ગ્રુપ સેલ્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને બોર્ડના સભ્ય શ્રી ક્રિશ્ચિયન કેન વોન સીલેનએ જણાવ્યું હતુ કે “એક જૂથ તરીકે, અમે ઇલેક્ટ્રિક મોબિલિટી માટે પ્રતિબદ્ધ છીએ અને ઇલેક્ટ્રિક વાહનોનું સતત મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને ચાર્જિંગ ઇકોસિસ્ટમનો વિકાસ કરી રહ્યા છીએ. લક્ઝરી ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ગ્રાહકો માટે સારી માંગ અને આના જેવી પહેલ જોવા મળી રહી છે, માત્ર માલિકીના અનુભવના સંદર્ભમાં એકંદરે સધ્ધરતા વધારે છે.”

આ જાહેરાત પર ટિપ્પણી કરતા, Audi ઈન્ડિયાના વડા શ્રી બલબીર સિંહ ધિલ્લોને જણાવ્યું હતું કે, “Audi ઈન્ડિયા ગ્રાહક કેન્દ્રિતતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમે સતત મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને અમારા ગ્રાહકો માટે એવા ઉકેલો રજૂ કરી રહ્યા છીએ જે માલિકીના અનુભવને મુશ્કેલી-મુક્ત બનાવે છે. ‘ChargemyAudi’ એ એક પ્રકારની, ઉદ્યોગ-પ્રથમ પહેલ છે જેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને સુવિધા આપવાનો છે. જ્યારથી અમે ભારતને ઈ-ટ્રોનનો પરિચય કરાવ્યો ત્યારથી, અમે ઇલેક્ટ્રિક ગતિશીલતામાં સંક્રમણને સમર્થન આપવા માટે એક વ્યાપક ઇકોસિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”

શ્રી ધિલ્લોને વધુમાં ઉમેર્યું હતુ કે, “અમારા ભાગીદારો સાથે, અમારી પાસે શ્રેણીની ચિંતાને દૂર કરવા અને ગ્રાહકોને ઈ-ટ્રોન ધરાવવાના સાચા લાભોનો અનુભવ કરવામાં મદદ કરવા માટે વિસ્તૃત ચાર્જિંગ નેટવર્ક છે. હાલમાં ઈ-ટ્રોન માલિકો માટે 750+ ચાર્જ પોઈન્ટ ઉપલબ્ધ છે, અમને વિશ્વાસ છે. આગામી થોડા અઠવાડિયા અને મહિનામાં આ સંખ્યામાં ઝડપથી વધારો થશે.”

Chargemy Audi બહુવિધ એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની ઝંઝટ દૂર કરે છે. Audi ઈ-ટ્રોન ગ્રાહકો ‘myAudiConnect એપ’નો ઉપયોગ કરીને ચાર્જિંગ પ્રક્રિયા શરૂ કરી શકે છે, જ્યારે સ્વચાલિત ઓળખ અને બિલિંગ પ્રક્રિયાઓ એકસાથે ચાલે છે.

ટેક્નોલોજી અને રોમિંગ પ્લેટફોર્મ નુમોસિટી ટેક્નોલોજીના eMSP પ્લેટફોર્મ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે જે ભારતીય બજારમાં તેના પ્રકારનું પ્રથમ છે.

Audi ઈન્ડિયા હાલમાં Audi ઈ-ટ્રોન 50, Audi ઈ-ટ્રોન 55, Audi ઈ-ટ્રોન સ્પોર્ટબેક 55, Audi ઈ-ટ્રોન જીટી અને Audi RS ઈ-ટ્રોન જીટી વેચે છે. બ્રાન્ડ આ વર્ષના અંતમાં ભારતમાં નવી Audi Q8 e-tron લોન્ચ કરશે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.