ગ્રાહકોને ઝડપી ડિલીવરી આપવા એમેઝોન એર લોન્ચ કરાયુ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સમર્પિત એર કાર્ગો નેટવર્ક લોન્ચ કરનાર એમેઝોન ભારતની સૌપ્રથમ ઇ-કોમર્સ કંપની બની

પોતાના વાહનવ્યવહાર નેટવર્કમાં વધુ વિસ્તાર કરવા અને દેશમાં ગ્રાહકોને ઝડપી ડિલીવરી સક્ષમ કરવા માટે એમેઝોન ઇન્ડિયાએ ભારતમાં એમેઝોન એર લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે. એમેઝોન બોઇંગ 737-800 એરક્રાફ્ટની સંપૂર્ણ કાર્ગો ક્ષમતાનો ઉપયોગ કરશે જેને ક્વિકજેટ કાર્ગો એરલાઇન્સ પ્રાયવેટ લિમીટેડ દ્વારા ઓપરેટ કરવામાં આવશે. તેલંગણાના મ્યુનિસિપલ એડમિનીસ્ટ્રેશન એન્ડ અર્વબન ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ ટેકનલોજીના પ્રધાન શ્રી કલ્વકુંતલા રામા રાવ તેમજ એમેઝોનના વરિષ્ઠ નેતૃત્ત્વ જેમ કે કસ્ટમર ફુલફિલમેન્ટ (APAC, MENA & LATAM) અને WW કસ્ટમર સર્વિસના વાઇસ પ્રેસિડન્ટ અખિલ સક્સેના અને હૈદરાબાદમાં એમેઝોન ગ્લોબલ એરના વાઇસ પ્રેસિડન્ટ સારાહ ર્હોડ્ઝ ક્વિકજેટની નવી એમેઝોન બ્રાન્ડેડ એરક્રાફ્ટની ઇન્ડક્શન વિધિ સમયે ઉપસ્થિત રહ્યા હતા.

“તેલંગણા મલ્ટી-મોડલ કનેક્ટિવીટીના વિકાસ માટે ફળદાયી વાતાવરણ ઓફર કરે છે અને હૈદરાબાદ ઇ-કોમર્સ વિતરણ અને પુરવઠા શ્રૃંખલા માટેના મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યુ હોવાનું મને ગર્વ છે. અમે રાજ્યના એર કાર્ગો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરીએ છીએ અને અમે એમેઝોન એરના લોન્ચને આવકારીએ છીએ અને તે રાજ્યમાં વધારાની રોજગારીનું સર્જન કરશે. એમેઝોનની આ સિદ્ધિ કે જે દેશની આર્થિક વૃદ્ધિ અગત્યની છે તેના માટે અને મજબૂત અને સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કરવા માટે એમેઝોનની ટીમને હું હૃદયથી અભિનંદન આપુ છુ એમ તેલંગણાના મ્યુનિસિપલ એડમિનીસ્ટ્રેશન એન્ડ અર્બન ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ ટેકનલોજીના પ્રધાન શ્રી કલ્વકુંતલા રામા રાવએ જણાવ્યું હતુ.

“એમેઝોન એર ભારતમાં અગત્યના સમયે આવ્યુ છે. છેલ્લા બેથી ત્રણ વર્ષોમાં અમે અમારા દેશમાં ફુલફિલમેન્ટ, વાહનવ્યવહાર અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઊભુ કરવા માટે અમે અનેક સકારાત્મક પગલાં લીધા છે. એમેઝોન એરમાં અમારુ રોકાણ મુખ્યત્વે ભારતમાં અમારા ગ્રાહકો માટે ડિલીવરી અનુભવમાં વધુ સુધારો કરશે. વધુમાં આ લોન્ચ આ લોન્ચ ભારતમાં 1.1 મિલીયનથી વધુ વિક્રેતાઓને ટેકો આપશે, તે રીતે આનુષંગિક વ્યવસાયો જેમ કે વાહનવ્યવહાર અને ઉડ્ડયનની વૃદ્ધિને પણ સક્ષમ બનાવશે. અમારા વિક્રેતાઓ અને અમારા ગ્રાહકો આ એક અગત્યના પગલાંને અંકિત કરે છે તેમજ ઉડ્ડયન ઉદ્યોગ માટે એક આગવુ કદમ છે. લોજિસ્ટિક્સના ભવિષ્યને પ્રસ્થાપિત કરવા માટેના અમારી વૈશ્વિક મિશનની અમે ઉજવણી કરી રહ્યા છીએ” એમ કસ્ટમર ફુલફિલમેન્ટ (APAC, MENA & LATAM) અને WW કસ્ટમર સર્વિસના વાઇસ પ્રેસિડન્ટ અખિલ સક્સેનાએ જણાવ્યું હતુ.

ભારતમાં સમર્પિત એર કાર્ગો નેટવર્ક પૂરું પાડવા માટે થર્ડ પાર્ટી, એર કેરિયર સાથે ભાગીદારી કરનારી સૌપ્રથમ ઇ-કોમર્સ કંપની છે, જે ભારતમાં તેના વાહનવ્યવહાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવવાની તેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને પુનઃપ્રસ્થાપિત કરે છે. ક્વિકજેટ એરક્રાફ્ટનો એમેઝોનના ગ્રાહક શિપમેન્ટ્સનું હૈદરાબાદ, બેંગલોર, દિલ્હી અને મુંબઇમાં વહન કરવા માટે ઉપયોગ કરશે. એમેઝોન એરને ભારતમાં લોન્ચ કરવાની ક્રિયા કંપનીના પોતાના ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળવા ક્ષમતા નિર્ધારણને સતત રાખવાની કંપનીની પ્રતિબદ્ધતાને અને ઝડપી ડિલીવરી માટે વહન નેટવર્કની વૃદ્ધિ કરવા તરફે વધુ વેગ આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.