૧૦ માસ બાદ પ્રતિબંધ હટતાંBGMIભારતમાં ફરી શરૂ થશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી, બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (બીજીએમઆઈ)એ ભારતમાં પુનરાગમન કરી રહ્યું છે. આ ગેમ પર લગભગ ૧૦ મહિના પહેલા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સરકારના નિર્ણય બાદ આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પણ હટાવી દેવામાં આવી છે. જો કે હવે પુનરાગમન થતા ટૂંક સમયમાં જ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવશે. બીજીએમઆઈએ પબજીમોબાઈલ ઈન્ડિયાનું રિબ્રાન્ડેડ વર્ઝન છે જેને પેરેન્ટ કંપની ક્રાફ્ટન દ્વારા કેટલાક ફેરફારો સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

ક્રાફ્ટન ઈન્ડિયાના સીઈઓ સીન હ્યુનિલ સોહને બીજીએમઆઈફરી શરુ થવાની માહિતી આપી છે. તેમણે કહ્યું અમે ભારતીય અધિકારીઓના ખૂબ આભારી છીએ, જેમણે અમને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાની કામગીરી ફરી શરૂ કરવા માટે મંજૂરી આપી છે. તેમણે વધુમાં કહ્યું કે આ એપ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકારે ૩૦૦થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂકયો છે જેમાં બીજીએમઆઈએકમાત્ર એપ છે જે ફરી શરુ થશે. ક્રાફ્ટને ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ઇં૧૦૦ મિલિયનનું રોકાણ કર્યું છે. આનાથી ભારતમાં ઝડપથી વિકસતા ઈ-સપોર્ટ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.

પબજીમોબાઈલનું રિબ્રાન્ડેડ વર્ઝન હતું અને તેમાં બહુ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ જ કારણ હતું કે ઘણા લોકો તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા હતા. ક્રાફ્ટન પર પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે કંપનીએ એ જ ચીની અધિકારીઓને હાયર કર્યા હતા જેઓ પબજીમોબાઈલ ઈન્ડિયા માટે કામ કરી રહ્યા હતા. ક્રાફ્ટને અગાઉ દાવો કર્યો હતો કે જુલાઈ ૨૦૨૨માં બીજીએમઆઈએ ૧૦૦ મિલિયન નોંધાયેલા વપરાશકર્તાઓનો આંકડો પાર કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.