એથર એનર્જીઃ ટેકનોલોજિકલ ઈનોવેશન થકી ઈવી ટુ-વ્હીલર ઉદ્યોગમાં ક્રાંતિ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અગ્રણી ઈલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક એથર એનર્જી ટેકનોલોજીના તેના ઈનોવેટિવ ઉપયોગ થકી ભારતીય ઈલેક્ટ્રિક વેહિકલ (ઈવી) ઉદ્યોગમાં પરિવર્તન લાવવામાં આગેવાન છે. ઈવી ટુ-વ્હીલર માટે ભારતની માગણી સતત વધી રહી છે, જેને લઈ એપ્રિલ 2023માં વર્ષ દર વર્ષ 41 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ અનુભવી છે. ઈવીના સ્વીકારમાં આ ઉછાળો ચાલુ રહેવાની અપેક્ષા છે, જેમાં એથર નોંધપાત્ર યોગદાન આપશે.

2013માં સ્થાપિત એથર એનર્જીએ ઈવી ટુ-વ્હીલર સેગમેન્ટમાં ગ્રાહકોમાં લોકપ્રિય પસંદગી તરીકે ઝડપથી પોતાને સ્થાપિત કરી છે. તેમનો ક્રાંતિકારી પ્રભાવ તેમણે પોતાનું સૌપ્રથમ ઈલેક્ટ્રિક સ્કૂટર એથર 450 રજૂ કર્યું ત્યારે 2018માં શરૂ થયો હતો. રાઈડ્સને શક્ય તેટલી સુવિધાજનક અને ઝંઝટમુક્ત કરવાના હેતુથી એથર ઘણી બધી આધુનિક વિશિષ્ટતાઓ રજૂ કરી હતી, જેમાં ગૂગલ મેપ્સ, ટચસ્ક્રીન ડેશબોર્ડ અને પાર્કિંગ આસિસ્ટનો સમાવેશ થાય છે, જેને લઈ ભારતમાં તે પ્રથમ સ્માર્ટ ઈલેક્ટ્રિક સ્કૂટર બનીને ઈવીમાં નવા યુગ માટે માર્ગ મોકળો કર્યો છે.

આજે એથરનું ઈલેક્ટ્રિક સ્કૂટર બહેતર UX/UI સાથે સુસજ્જ છે અને તેમાં વેક્ટર મેપ્સ, ઓટોહોલ્ડ ટેકનોલોજી, ગાઈડ-મી-હોમ લેમ્પ્સ, થેફ્ટ અને ટોવ ડિટેકશન, ચાર્જિંગ, ફાસ્ટ ચાર્જિંગ કરવા સમયે ચોરીવિરોધી યંત્રણા અને ટીપીએમએસ (ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ) જેવી વિશિષ્ટતાઓથી સમૃદ્ધ છે, જેને લઈ રાઈડરોને આસાન અને સુવિધાજનક રાઈડિંગ અનુભવ થાય છે.

એથરનું ટચસ્ક્રીન ડેશબોર્ડ પણ ગૂગલ દ્વારા પાવર્ડ ઓનબોર્ડ નેવિગેશન પૂરું પાડે છે, જે સ્માર્ટફોન પર ગૂગલ મેપ્સ જેવું જ છે. તેમાં લાઈવ ટ્રાફિક અપડેટ્સ રાઈડરને ચાર્જિંગ પોઈન્ટ્સ માટે ઝડપી પહોંચ, ઝડપી નેવિગેશન માટે લોકેશન્સ સેવ કરવાની સુવિધા આપે છે અને ટ્રાફિકમાં ઉત્તમ રુટ શોધવામાં મદદ કરે છે. નવું એથરસ્ટેક 5.0 હમણાં સુધીનું સૌથી મોટું સોફ્ટવેરનું અપગ્રેડ છે, જેમાં વધુ જ્ઞાનાકાર UI છે અને સ્માર્ટફોન્સ પર હોય તેવા જ સહજ ગેસ્ચર્સ માટે અનુકૂળતા આપે છે અને ઝડપી નિયંત્રણમાં બ્રાઈટનેસ સમાયોજન કરવી અથવા એક ક્લિકમાં ઈનકમિંગ કોલ નોટિફિકેશન્સ બંધ કરવાનો સમાવેશ થાય છે.

પારંપરિક ટુ-વ્હીલર પર રાઈડર ડેશબોર્ડ, વાઈબ્રેશન્સ પરથી સ્પીડ પર આધાર રાખવો પડે છે અને વાહન કઈ રીતે પ્રતિસાદ આપે છે તે જાણવા માટે એન્જિનના અવાજ પર આધાર રાખવો પડે છે. જોકે એથરનાં ઈલેક્ટ્રિક સ્કૂટર સાથે આ ઈન્ટરએકશન અલગ છે અને વધુ સુવિધાજનક છે. નવું રાઈડ સ્ક્રીન વધુ સાફ અને વધુ જ્ઞાનાકાર છે, જેમાં ઉપભોક્તા મૈત્રીપૂર્ણ રીતે માહિતી આપવામાં આવે છે, જેને લીધે ઉપભોક્તાઓ સ્પીડ, મોડ કે રેન્જ જેવી કોઈ પણ માહિતી એક નજરમાં તારવી શકે છે. એથરની ઓટોહોલ્ડ ટેકનોલોજી ગ્રાહકોની ફેવરીટ છે, જેમાં ઢળાણ પરના રાઈડર સ્કૂટર તુરંત આસાનીથી બંધ કરી શકે છે, જેને લીધે સ્કૂટર ઢળાણ પર પાછળ અથવા આગળ સરકતું નથી.

એથર એનર્જી દ્વારા ટેકનોલોજિકલ ઈનોવેશન પર સતત ભાર આપવાને કારણે ભારતમાં ઈવી ટુ-વ્હીલર ઉદ્યોગને નવો આકાર મળ્યો છે. અવ્વલ વિશિષ્ટતાઓ અને ગ્રાહકોને સન્મુખ ટેકનોલોજી પ્રત્યે કટિબદ્ધતા સાથે એથરે રાઈડરના અનુભવમાં ક્રાંતિ લાવી દીધી છે અને ઈલેક્ટ્રિક સ્કૂટર્સ અપનાવવાનું ઝડપી બનાવી દીધું છે. ભારત વધુ સક્ષમ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે એથર એનર્જીએ ઈવી ઉદ્યોગને આકાર આપવામાં આગેવાની ચાલુ રાખી છે, જેને સઈ ભારતને સ્વચ્છ અને કાર્યક્ષમ પરિવહનમાં પરિવર્તિત થવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.