ટાટા મોટર્સ દ્વારા ટિયેગો NRGની 1લી એનિવર્સરીની ઉજવણી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ન્યૂ ફોરેવર ફિલોસોફી અને ટિયેગો NRGની પ્રથમ એનિવર્સરીની ઉજવણીની રેખામાં ભારતની અગ્રણી ઓટોમોટિવ બ્રાન્ડ ટાટા મોટર્સ દ્વારા આજે INR 6.42 lakhs માં ટિયેગો NRG XT વેરિયન્ટ લોન્ચ કરવામાં આવી હતી. આરંભથી જ NRGને તેના ગ્રાહકો પાસેથી અદભુત પ્રતિસાદ મળ્યો છે. ટિયેગો પેટ્રોલના વેચાણના 15 ટકા યોગદાન સાથે તેની SUVish ડિઝાઈન, કક્ષામાં અવ્વલ સેફ્ટી રેટિંગ (જીએનસીએપી દ્વારા 4 સ્ટાર) સાથે મજબૂત રોડર ક્ષમકતા માટે તેની સરાહના કરવામાં આવે છે. નવા વેરિયન્ટના ઉમેરા સાથે ટિયેગો NRG હવે બે ટ્રિમ ટિયેગો XT NRG અને ટિયેગો XZ NRGમાં ઉપલબ્ધ છે.

નવો ટિયેગો NRG XT વેરિયન્ટ નવાં 14” હાઈપરસ્ટાઈલ વ્હીલ્સ, હર્મનTM દ્વારા 3.5” ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ્સ, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, ફ્રન્ટ ફોગ લેમ્પ્સ અને NRG ડિઝાઈન તત્ત્વોને આગળ લઈ જતા ઘણા બધા અન્ય ફીચર્સ, જેમ કે, 181 mmનું હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, રગ્ડ ક્લેડિંગ્સ, રૂફ રેઈલ્સ સાથે ઈન્ફિનિટી બ્લેક રૂફ અને ચારકોલ બ્લેક ઈન્ટીરિયર્સ સાથે આવે છે.

આ અવસરે બોલતાં ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિ.ના સેલ્સ, માર્કેટિંગ અને કસ્ટમર કેરના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રાજન અંબાએ જણાવ્યું હતું કે,“ટિયેગો NRGએ તેના લોન્ચથી જ અમારા ગ્રાહકોની કલ્પનાઓને મઢી લીધી છે અને અગ્રતાની હેચબેક બની છે, જે ગો-ગેટર્સ અને ધાર પર જીવન જીવનાર માટે ટફ ટેરેન પરફોર્મન્સ ઓફર કરે છે. તહેવારની મોસમ શરૂ થઈ રહી હોઈ અમને અમારા ગ્રાહકો માટે ટિયેગો XT NRG રજૂ કરવાની ખુશી છે. આકર્ષક કિંમતે આ વેરિયન્ટ ઉત્તમ પેકેજ્ડ છે અને લક્ષ્ય ડ્રાઈવ અનુભવ બહેતર બનાવવાનું છે. અમને વિશ્વાસ છે કે આ વિશિષ્ટતા સમૃદ્ધ XT વેરિયન્ટનો ઉમેરો NRG અને એકંદર ટિયેગો પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે, જેને લઈ તેમની વેચાણ કામગીરી ઓર વધશે.

ઉજવણીમાં ઉમેરો કરતાં ટાટા મોટર્સે વધુ આકર્ષક પરિમાણ બનાવવા માટે નવા ફીચર્સના ઉમેરા સાથે તેના મોજૂદ ટિયેગો XT વેરિયન્ટના અપગ્રેડેશનની પણ ઘોષણા કરી છે. આમાં 14” હાઈપરસ્ટાઈલ વ્હીલ્સ, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, રિયર પાર્સ સેલ્ફ અને અન્યોનો સમાવેશ થાય છે. XT શ્રેણીમાં ટિયેગો XT, XTA અને XT iCNG સહિતમાં આ વિશિષ્ટતાઓ ઉપલબ્ધ છે. કંપનીએ ટિયેગો XT પેટ્રોલ વેરિયન્ટ માટે વૈકલ્પિક રિધમ પેક પણ રજૂ કર્યું છે, જેની વિશિષ્ટતાઓમાં 7″ ટચસ્ક્રીન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ, રિયર કેમેરા અને 4 ટ્વીટર્સનો સમાવેશ થાય છે. રિધમ પેક નવી XT ટ્રિમમાં INR 30,000 નો વધારાનો ખર્ચ ચૂકવીને પ્રાપ્ત કરી શકાશે. ઉપરાંત નવી XT ટ્રિમમાં મોજૂદ ઓપલ વ્હાઈટ, ડેટોના ગ્રે, અરિઝોના બ્લુ અને ફ્લેમ રેડ કલર વિકલ્પો સાથે મિડનાઈટ પ્લમ કલર રજૂ કરવામાં આવ્યા છે.
ઓફરો અને કાર ખરીદી વિકલ્પો વિશે વધુ જાણકારી માટે તમારી નજીકની ડીલરશિપને કોલ કરો અથવા વિઝિટ કરો https://cars.tatamotors.com/

સમાપ્ત

મિડિયા સંપર્ક માહિતીઃ ટાટા મોટર્સ કોર્પોરેટ કમ્યુનિકેશન્સ: +91 22-66657613 /
indiacorpcomm@tatamotors.com


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.