ન્યૂહાૅલેન્ડ એગ્રિકલ્ચર દ્વારા તેના કાફલામાં ૫૬૨૦ ટીએક્સ પ્લસનો ઉમેરો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વિશ્વની અગ્રણી એગ્રિકલ્ચર ઇક્વિપમેન્ટ બ્રાન્ડ ન્યૂહાૅલેન્ડ એગ્રિકલ્ચરે એગ્રિકલ્ચરલ મશીનરીના તેના કાફલામાં ૫૬૨૦ ટીએક્સ (TX) ઉમેર્યાનું જાહેર કર્યું છે. નવું ૬૫ એચપી ૫૬૨૦ ટીએક્સ પ્લસ (૬૫ HP ૫૬૨૦TX PLUS ) નવી ફાર્મિંગ ટેકનોલોજિના ઉમેરા સાથે, તેના અત્યંત લોકપ્રિય ૫૬૩૦ ટીએક્સ પ્લસ (TX PLUS) (૭૫ HP) નો ભવ્ય વારસો લઇને આવ્યું છે. નવા યુગના આ ટ્રેક્ટરમાં છે અદ્યતન જનરેશનનું એફપીટી (FPT) એન્જિન જે તેની તાકાત અને ટોર્ક દ્વારા અપ્રતિમ પરફોર્મન્સ સુનિશ્ચિત કરે છે તથા બહેતર ઇંધણક્ષમતા આપે છે. તેમાં રહેલ ડ્યુઅલ ક્લચ સિસ્ટમ ઝંઝટ રહિત અને સરળ કામગીરીની ગેરન્ટી આપે છે.ટ્રેક્ટરનું પાવર સ્ટીયરિંગ ડ્રાઇવરને વાહન સરળતાથી ચલાવવામાં મદદ કરે છે, જ્યારે ઑઇલમાં ડૂબેલ બ્રેક્સ મજબૂત પકડ, વધુ ટકાઉપણું તથા ઓછો સ્લીપેજ આપે છે. ફેક્ટરીમાં ફિટ કરાયેલ આરઓપી (ROPS) તથા કેનાૅપી આ શક્તિશાળી વાહનનાં વિશિષ્ટતાઓમાંની એક છે જે વાહન ચલાવતા સમયે ડ્રાઇવરની સંપૂર્ણ સલામતી સુનિશ્ચિત કરે છે.ઓપરેટરની સુવિધા માટે ન્યૂહાૅલેન્ડ ૫૬૨૦ ટીએક્સ આધુનિક સીટ, સપાટ તળીયું, આધુનિક ડિજિટલ કન્ટ્રોલ પેનલતથા મોબાઇલ ચાર્જિંગ સુવિધા ધરાવે છે. બીજાં અનેક બેજોડ ફીચર્સ ઉપરાંત, ટ્રેક્ટર પ્રભાવશાળે દેખાવ અને અદભૂત સ્ટાઇલિંગ ધરાવે છે જેના કારણે તે કૃષિક્ષેત્રમાં સૌનું ઇચ્છિત ટ્રેક્ટર બની રહે છે. ન્યૂહાૅલેન્ડ એગ્રિકલ્ચર ચડિયાતી ટેકનોલોજિ ધરાવતા ટ્રેક્ટરોની રેન્જ ઉપરાંત, હૅ અને ફોરેજ ઉપકરણ, પ્લાન્ટર્સ, બૅલર્સ, સ્પ્રૅયર્સ અને ટીલેજ ઉપકરણ જેવાં જમીન તૈયાર કરવાથી માંડીને લણણી સુધીનાં દરેક કામ માટેનાં ફાર્મ ઉપકરણોની સંપૂર્ણ રેન્જ આપે છે. તેની અત્યાધુનિક ટેકનોલોજિ, પાવરફુલ તથા ઇંધણ કાર્યક્ષમ એન્જિનથી સજ્જ ટ્રેક્ટરોની રેન્જ ખેડૂતોની પ્રથમ પસંદગી બની રહી છે. ન્યૂહાૅલેન્ડ ભારતમાં ૪,૫૦,૦૦૦ સંતુષ્ટ ગ્રાહકો સાથે ૧૦૦૦થી વધુ ગ્રાહક સંપર્ક કેન્દ્રોના વિસ્તૃત થતા નેટવર્કનો મજબૂત અને વિકસતો જતો બેઝ ધરાવે છે. ૧૯૯૬થી ન્યૂ હાૅલેન્ડે ગ્રેટર નોઇડા ખાતે અત્યંત આધુનિક ટ્રેક્ટર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપેલ છે જે તેના આંતરરાષ્ટ્રીય પ્લાન્ટ્‌સ અનુસાર તૈયાર કરવામાં આવેલ છે. કિસાનોની મદદ માટે ન્યૂહાૅલેન્ડ એગ્રિકલ્ચરે ટાૅલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૦૧૨૪ સાથે સમર્પિત ગ્રાહક સહાય કેન્દ્ર સ્થાપેલ છે. આ સહાય કેન્દ્ર હિન્દી, અંગ્રેજી તથા અન્ય આઠ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.