તમારા સ્માર્ટફોન અને ઍક્સેસરીઝને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા સેમસંગે વાયરલેસ ચાર્જિંગ સાથે યુવી સ્ટર્લાઇઝર લોન્ચ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી ભરોસાપાત્ર કન્ઝ્‌યુમર ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ દ્વારા નવા વાયરલેસ ચાર્જર સાથે યુવી સ્ટર્લાઇઝર લોન્ચ કરવામાં આવ્યા છે જેના ઉપયોગથી ઝડપથી તમારા ગેલેક્સી સ્માર્ટફોન, ગેલેક્સી બડ્‌સ અને સ્માર્ટ વાૅચ વગેરે તમે ગમે ત્યાં હોવ ત્યાં માત્ર ૧૦ મિનિટમાં જ જંતુરહિત કરી શકો છો.સ્વતંત્ર સર્ટિફિકેશન સંસ્થાઓ ઇન્ટરટેક અને એસજીએસ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણો અનુસાર, યુવી સ્ટર્લાઇઝર ઇ.કોલી, સ્ટેફાઇલોકોકસ ઓરિયસ અને કેન્ડિડા એલ્બિકેન્સ સહિત ૯૯% બેક્ટેરિયા અને જીવાણુંનો અસરકારક રીતે નાશ કરે છે.યુવી સ્ટર્લાઇઝરનું ઉત્પાદન સેમસંગ મોબાઇલ ઍક્સેસરીઝ પાર્ટનરશીપ પ્રોગ્રામ (જીસ્છઁઁ)ના ભાગીદાર સેમસંગ સીશ્ટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને અલગ અલગ સાઇઝના ઉપકરણો માટે અનુકૂળ બેસે તે પ્રમાણે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જેથી તમે આનો સૌથી વધુ ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્‌સ સ્ટર્લાઇઝ કરી શકો છો.યુવી સ્ટર્લાઇઝર- મોકળાશવાળું છતાં નાનું- આ યુવી સ્ટર્લાઇઝર પાતળી અને કોમ્પેક્ટ ડિઝાઇનમાં આવે છે જેને ગમે ત્યાં સરળતાથી લઇ જઇ શકાય છે.આ સ્ટર્લાઇઝેશન બોક્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી તેમાં આવશ્યક ચીજવસ્તુઓ અને ગેલેક્સી જી૨૦ અલ્ટ્રા, ગેલેકેસી નોટ ૧૦ જેવા મોટા તેમજ અન્ય સ્માર્ટફોન પણ ડિસઇન્ફેક્ટ કરી શકાય છે. આ બોક્સ બે ેંફ લાઇટ્‌સ સાથે આવે છે જે તેની અંદર મુકવામાં આવેલી દરેક વસ્તુની ઉપર અને નીચેની એમ બંને સપાટી સ્ટર્લાઇઝ કરે છે.માત્ર એક બટન દબાવીને સરળતાથી ઉપયોગમાં લઇ શકાય છે- યુવી સ્ટર્લાઇઝર માત્ર એક જ બટન દબાવવાથી ઉપયોગમાં લઇ શકાય છે જેનાથી આ ઉપકરણને ચાલુ અને બંધ કરી શકાય છે. આ ઉપકરણ આપોઆપ ૧૦ મિનિટ પછી બંધ થઇ જાય છે જેથી યુઝર કોઇપણ ચિંતા વગર પોતાની ચીજવસ્તુઓ સેનિટાઇઝ કરી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.