ટેક્નોએ ભારતમાં ‘કેમન 16’ સ્માર્ટફોન લોન્ચ કર્યો, બેટરી એટલી પાવરફૂલ છે કે દોઢ દિવસ સુધી કોલિંગ કરી શકાય છે; જાણો કિંમત અને અન્ય ફીચર્સ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ચાઈનીઝ મોબાઈલ કંપની ટેક્નોએ ભારતીય માર્કેટમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન કેમન 16 લોન્ચ કર્યો. આ સ્માર્ટ 64MP (મેગાપિક્સલ)ના ક્વાડ કેમેરાની સાથે આવશે. તેમજ ફોનમાં 16MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં પંચ હોલ ડિસ્પ્લે સ્ક્રીન અને રિઅર પેનલ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.

ટેક્નો કેમન 19ની કિંમત
ભારતીય માર્કેટમાં તેને 4GB રેમ અને 64GB સ્ટોરેજના સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત 10,999 રૂપિયા છે. તેને ક્લાઉડ વ્હાઈટ અને પ્યુરિસ્ટ બ્લુ કલર વેરિઅન્ટમાં ખરીદી શકાશે. ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન ફોનને ખરીદી શકાશે. આ સેલ 16 ઓક્ટોબરથી શરૂ થશે.

  • આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 બેસ્ડ HiOS 7.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ફોનમાં 6.8 ઈંચ HD+ પંચ હોલ ડિસ્પ્લે છે. તેમાં મીડિયાટેક હીલિયો G79 પ્રોસેસરની સાથે 4GB રેમ આપવામાં આવી છે. 64GB ફોનની ઓનબોર્ડ સ્ટોરેજ છે.
  • ફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ કરવામાં આવ્યું છે. જેમાં 64MPનો પ્રાઈમરી લેન્સ, 2-MP ડેપ્થ ફીલ્ડ સેન્સર, 2-MP મેક્રો લેન્સ અને એક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) લેન્સ આપવામાં આવ્યો છે. ફોનમાં ઓટો આઈ ફોકસિંગ, વીડિયો બોકેહ, 2K QHD વીડિયો સપોર્ટ અને પ્રો ફોટોગ્રાફી મોડ જેવા નાઈટ પોર્ટ્રેટ, સુપર નાઈટ શોટ, મેક્રો, બોડી શેપિંગ મળશે. તે ઉપરાંત 10x ઝૂમ, સ્લો મોશન જેવા ફીચર્સ પણ મળશે. સેલ્ફી માટે તેમાં 16MP કેમેરા આપવામાં આવ્યો છે.
  • ફોનમાં 5,000mAh બેટરી આપવામાં આવી છે, જે 18 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે, તેનો સ્ટાન્ડર્ડ ટાઈમ 29 દિવસનો છે. તેમજ 34 કલાક કોલિંગ, 16 કલાક વેબ બ્રાઉઝિંગ, 22 કલાક વીડિયો પ્લેબેક, 15 કલાક ગેમ પ્લે, અને 180 કલાક સુધી મ્યુઝિક સાંભળી શકાય છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, ફોનની બેટરી 2 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.