‘સેમસંગ ગેલેક્સી F62’ની ખરીદી પર ₹6000નું ડિસ્કાઉન્ટ, લિમિટેડ પીરિયડ માટે કંપનીની ઓફર

ગેઝેટ્સ
ગેઝેટ્સ

જો તમે નવા સ્માર્ટફોનની ખરીદી કરવા જઈ રહ્યા છો તો સેમસંગ તમારા માટે ધમાકેદાર ઓફર લઈને આવી છે. થોડા મહિના પહેલાં જ લોન્ચ થયેલા ‘સેમસંગ ગેલેક્સી F62’ પર કંપની 6000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેનાં બેઝિક વેરિઅન્ટની લોન્ચિંગ પ્રાઈઝ 23,999 રૂપિયા છે. આ ફોન 7,000mAhની બેટરી અને ઓક્ટા કોર એક્સીનોસ પ્રોસેસર સાથે આવે છે.

ઓફર

ઓફર હેઠળ ફોનનાં 6GB રેમ વેરિઅન્ટની ખરીદી 17,999 રૂપિયામાં કરી શકાશે. આ પ્રાઈઝ લિસ્ટિંગ ફ્લિપકાર્ટ સાથે કંપનીની ઓફિશિયલ સાઈટ પર પણ છે. 8GB રેમ વેરિઅન્ટની ખરીદી ડિસ્કાઉન્ટ સાથે 19,990 રૂપિયામાં કરી શકાશે. કંપનીની વેબસાઈટ પર અને ફ્લિપકાર્ટ પર ફોનનાં બંને સ્ટોરેજ વેરિઅન્ટ પર 6000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

જોકે આ ડિસ્કાઉન્ટ લિમિટેડ પીરિયડ માટે જ છે. કંપની 15 ઓગસ્ટ સુધી આ ડિસ્કાઉન્ટ સાથે ફોનનું વેચાણ કરશે.
સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ પર ICICI બેંકનાં કાર્ડથી ખરીદી કરવા પર 2500 રૂપિયાનું કેશબેક મળશે. ફ્લિપકાર્ટ પર ICICI બેંકના કાર્ડથી ખરીદી કરવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.