હોન્ડા કાર્સ ઇન્ડિયાએ ડીઝલમાં બીએસ- ૬ સુસંગત સિવિક બહાર પાડી

ગેઝેટ્સ
ગેઝેટ્સ 21

ભારતમાં અગ્રણી પ્રીમિયમ કારના ઉત્પાદક, હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (hcil) દ્વારા તેમની એક્ઝિક્યુટિવ સેડાન ૧૦મી જનરેશન હોન્ડા સિવિકમાં બીએસ-૬ સુસંગત ડીઝલ વેરિઅન્ટ બહાર પાડવામાં આવ્યું છે. હોન્ડા સિવિકના પેટ્રોલ વેરિઅન્ટ્‌સ માર્ચ ૨૦૧૯ માં લોન્ચ થયા ત્યારથી જ બીએસ- ૬ સુસંગત છે.સિવિક એ હોન્ડાની સૌથી લાંબા સમય સુધી ચાલેલી નેમપ્લેટ છે અને તે વૈશ્વિક સ્તરે તેમનું સૌથી વધુ વેચાતું મોડેલ છે. આ મોડેલ તેની નજરમાં આવી જાય તેવી સ્પોર્ટી ડિઝાઇન,પ્રીમિયમ ઇન્ટિરીઅર,શક્તિશાળી ડ્રાઇવિંગ પરફોર્મન્સ, સલામતી અને અદ્યતન મુખ્ય ટેકનોલોજી અને ઇનોવેશનના સેટ સાથે ગ્રાહકોને ડ્રાઇવિંગનો ઉત્કૃષ્ટ અનુભવ આપે છે.“હોન્ડા ભારતીય બજારમાં તેમની નવીનતમ અને અદ્યતન પયાર્વરણને અનુકૂળ ટેકનોલોજીઓ લાવવા માટે પ્રતિબદ્‌ધ છે. અમારી આઇકોનિક હોન્ડા સિવિક કારમાં મ્જી-૬ ડીઝલ વર્ઝનની શરૂઆત સાથે, અમારી સંપૂર્ણ સેડાન શ્રેણી પેટ્રોલ અને ડીઝલ બંને પ્રકારના વિકલ્પો અમારા માનવંતા ગ્રાહકોને આપશે. ડીઝલ સિવિક મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ છે અને ડ્રાઇવિંગનો સંપૂર્ણ આનંદ ઉઠાવવા માંગતા ગ્રાહકોને તે આકર્ષશે.”૧૦મી જનરેશનની હોન્ડા સિવિક ભારતીય માગોર્ પર દોડતી સૌથી સ્ટાઇલિશ સેડાનમાંથી એક છે. માર્ચ ૨૦૧૯માં ભારતમાં લોન્ચ થયેલી હોન્ડા સિવિક ગત નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં સૌથી વધુ વેચાયેલી એક્ઝિક્યુટિવ સેડાન છે. સિવિકમા સ્પોર્ટી અને આક્રમક સ્ટાઇલિંગની સાથે સાથે પહોળું અને એરોડાઇનેમિક સ્ટેન્સ અને તીવ્ર રીતે પરિભાષિત કરેલ કેરેક્ટર લાઇનો છે.અંદરની બાજુએ, સિવિકમાં નોંધપાત્ર મોકળાશવાળા ઇન્ટિરીઅર સાથે અદ્યતન અને ભવ્ય કોકપીટ ડિઝાઇનનો સમન્વય જોવા મળે છે. તેની ખૂબ સારી રીતે ડિઝાઇન કરેલી કેબિનમાં સાથે પ્રીમિયમ ગુણવત્તાનું સૂંવાળું મટિરિયલ ઉપયોગમાં લેવાયું છે અને સાહજિક કંટ્રોલનું વ્યાપક પેકેજ વાસ્તવમાં અનન્ય ગ્રાહક અનુભવ પ્રદાન કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.