હીરો મોટોકોર્પ દ્વારા હાઈ-ટેક 110cc સ્કૂટર – XOOM લોન્ચ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સ્કૂટર શ્રેણીમાં નવો દાખલો બેસાડતાં અને સ્કૂટરના સેગમેન્ટમાં તેના ટેક- અભિમુખ પ્રવાસનો આગામી તબક્કો ઘડતાં મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયાની સૌથી મોટી ઉત્પાદક હીરો મોટોકોર્પએ આજે નવું 110cc સ્કૂટર –Xoom લોન્ચ કર્યું.

રોજબરોજના જીવનમાં સાહસ અને રોમાંચ ચાહતા સમજુ ગ્રાહકોની પેઢીને સ્પર્શ કરવા માટે બારીકાઈભરી ડિઝાઈન અને વિકસિત કરાયેલું Xoom સ્કૂટર સમકાલીન ડિઝાઈન, ઉત્કૃષ્ટ મેનુવરેબિલિટી, બેજોડ સ્થિતિસ્થાપકતા અને અસાધારણ કામગીરી પ્રદાન કરે છે.

હીરો Xoom 110cc શ્રેણીમાં નવી પહેલ છે. ઉદ્યોગમાં પ્રથમ ફીચર- હીરો ઈન્ટેલિજન્ટ કોર્નરિંગ લાઈટ (એચઆઈસીએલ) અને સેગમેન્ટમાં પ્રથમ ફીચર્સ- મોટાં અને પહોળાં ટાયરો અને 110cc સેગમેન્ટમાં ઝિપ્પી એક્સિલરેશન સાથે તે માલિકોને બેજોડ મોબિલિટી અનુભવની બાંયધરી આપે છે.

હીરો ઈન્ટેલિજન્ટ કોર્નરિંગ લાઈટેTM (એચઆઈસીએલ) હીરો Xoomના 110cc સેગમેન્ટમાં પદાર્પણ કર્યું છે, જે ગ્રાહકો માટે વધારાની સુરક્ષા પૂરી પાડે છે. એચઆઈસીએલ રાઈડર વળાંક લેતો હોય અથવા વળાંક તરફ જતો હોય ત્યારે એકદમ ઊજળા, સાફ પ્રકાશ સાથે અંધારિયા ખૂણાની જગ્યાઓને પ્રકાશિત કરે છે. રાઈડરને રસ્તાઓ પર ખૂણાઓમાં પ્રકાશથી લાભ થાય છે, જેને લીધે રાત્રે રાઈડરિંગ કરવાનું સુરક્ષિત રહે તેની ખાતરી રહે છે.

Xoom શક્તિશાળી BS-VI કોમ્પ્લાયન્ટ એન્જિન સાથે આવે છે, જેમાં હીરો મોટોકોર્પની ક્રાંતિકારી i3S ટેકનોલોજી (આદર્શ સ્ટોપ- સ્ટાર્ટ સિસ્ટમ) છે. બ્લુટૂથ સાથે નવું ડિજિટલ સ્પીડોમીટર અને સાઈડ- સ્ટેન્ડ એન્જિન કટ-ઓફફ સ્કૂટરની ટેક પ્રોફાઈલમાં ઉમેરો કરે છે.

ત્રણ પ્રકાર– શીટ ડ્રમ, કાસ્ટ ડ્રમ અને કાસ્ટ ડિસ્કમાં લોન્ચ કરાયેલું હીરો Xoom સ્કૂટર દેશભરમાં હીરો મોટોકોર્પ ડીલરશિપ્સ ખાતે નિમ્નલિખિત આરંભિક કિંમતે મળશે INR 68,599 (LX -શીટ ડ્રમ), INR 68,599 (VX – કાસ્ટ ડ્રમ) અને INR 76,699 (ZX – કાસ્ટ ડ્રમ)
*(એક્સ- શોરૂમ, દિલ્હી).

હીરો મોટોકોર્પના ચીફ ગ્રોથ ઓફિસર (સીજીઓ) રણજીવજિત સિંહે જણાવ્યું હતું કે, “વર્ષોનાં વહાણાં વીતવા સાથે હીરો મોટોકોર્પે આઈકોનિક બ્રાન્ડ્સ રજૂ કરી છે, જેણે રાષ્ટ્રમાં ઘેલું લગાવ્યું છે અને મજબૂત ગ્રાહક જોડાણ માણવાનું ચાલુ રાખ્યું છે. હીરો Xoomની બેજોડ સ્ટાઈલ અને કામગીરી સાથે અમે સ્કૂટર સેગમેન્ટમાં નવો દાખલો બેસાડતા અમારા પ્રવાસમાં નવું પાંદડું ફરેવ્યું છે. નવું હીરો Xoom યુવા ભારતની જરૂરતોમાં અમારી ઊંડી સમજદારી અને અમારા સ્કૂટરના પોર્ટફોલિયોને મજબૂત બનાવવામાં મદદરૂપ થતી ભવિષ્યલક્ષી ટેકનોલોજીઓ રજૂ કરવાની અમારી કટિબદ્ધતાનું પરિણામ છે. રોમાંચક રાઈડ જોતા અને ઈનોવેશનમાં આગળ રહેતા હોય તેઓ નિશ્ચિત જ હીરો Xoomના ગતિશીલ ગુણોથી આકર્ષિત થશે.”

ચીફ ટેકનોલોજી ઓફિસર (સીટીઓ) શ્રી અરુણ જૌરાએ જણાવ્યું હતું કે, “નવું હીરો Xoom મોબિલિટીનું ભવિષ્ય પ્રેરિત કરવાની અમારી કટિબદ્ધતાને પુનઃસ્થાપિત કરે છે. સ્કૂટર સેગમેન્ટમાં સ્પોર્ટી કેરેક્ટર સાથેની ટુ-વ્હીલર્સ માટે અગ્રતા વધી હોવાનું જોવા મળ્યું છે અને હીરો Xoomએ તેનું ભવિષ્યલક્ષી માળખું, એન્જિનિયરિંગ રમત અને કામગીરી સાથે તેની પર વિશેષ ભાર આપ્યો છે. ઉદ્યોગમાં પ્રથમ એઆઈસીએલ- હીરો ઈન્ટેલિજન્ટ કોર્નરિંગ લાઈટ લાવવા ઉપરાંત નવું સ્કૂટર ક્રાંતિકારી i3S ટેકનોલોજી, LED હેડલેમ્પ્સ અને ટેઈલ લેમ્પ તેમ જ બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે ટેક ખૂબીઓને નવી ઊંચાઈએ લઈ જાય છે. હીરો Xoom સ્કૂટરોના અમારા આકર્ષક અને વ્યાપક પોર્ટફોલિયોમાં મજબૂત ઉમેરો છે.”

આધુનિક લાઈટિંગ પેકેજ સાથે ભવિષ્યલક્ષી ડિઝાઈન
સંપૂર્ણ નવું હીરો Xoomએ સુધારાવાદી નવી ભવિષ્યલક્ષી ડિઝાઈન ભાષા રજૂ કરી છે. ટ્રાફિકમાં સહજ અને સ્થિતિસ્થાપક છતાં કપરા રસ્તાઓ પર એકદમ મજબૂતી સાથે તેની સ્થિતિસ્થાપકતા રાઈડિંગ અનુભવની સંપૂર્ણ નવી દુનિયાનાં દ્વાર ખોલે છે. અત્યંત સ્પોર્ટી, છતાં પરિપક્વ અને આરામદાયક તે રોજના રાઈડિંગનાં સાહસો માટે ઉત્તમ સાથી છે.

રોમાંચક લાઈટિંગ પેકેજમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ, LED ટેઈલ લેમ્પ્સ અને ઉદ્યોગમાં પ્રથમ “એચઆઈસીએલ- હીરો ઈન્ટેલિજન્ટ કોર્નરિંગ લાઈટ” સાથેતે સ્કૂટરની નિર્વિવાદ હાજરીની નોંધ કરાવે છે. સિગ્નેચર H પોઝિશન હેડ અને ટેઈલ લેમ્પ્સ અજોડ ગુણ, એકસમાન પ્રકાશ અને બહેતર રાઈડર સુરક્ષાની ખાતરી રાખે છે. મોટાં અને પહોળાંટાયરો, ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, ઈન્ટીગ્રેટેડ રિયર ગ્રિપ સ્કૂટરના અજોડ ગુણમાં ઉમેરો કરે છે.

કેન્દ્રમાં ટેકનોલોજી
હીરો મોટોકોર્પ ખાતે ઈનોવેશનની સંસ્કૃતિનું પ્રતિક સંપૂર્ણ નવું હીરો Xoom 25+ પેટન્ટ એપ્લિકેશન્સ સાથે વિકસિત કરાઈ છે. નવું સ્કૂટર શ્રેણીમાં ઘણી બધી રોમાંચક ટેકનોલોજીઓ લાવે છે. ઉદ્યોગમાં પ્રથમ “એચઆઈસીએલ- હીરો ઈન્ટેલિજન્ટ કોર્નરિંગ લાઈટ” વળાંક લેતી વખતે અંધારી જગ્યાઓને પ્રકાશમાન કરીને સુરક્ષાનું પાસું વધારે છે. હીરો Xoom ‘XSens ટેકનોલોજી’ સાથે પ્રોગ્રામ્ડ છે, જે તેને કામગીરી, ટકાઉપણું, વિશ્વસનીયતા અને ઈંધણ કિફાયતીપણાની સુધારણામાં મદદ કરે છે. ઉપરાંત બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે સંપૂર્ણ ડિજિટલ સ્પીડોમીટર કોલ (કોલર આઈડી) અને એસએમએસ અપડેટ્સ અને મુખ્ય એલર્ટસ પૂરા પાડે છે, જેમ કે, લો ફ્યુઅલ ઈન્ડિકેટર (આરટીએમઆઈ), ફોન બેટરી વગેરે. વિશિષ્ટતાઓમાં સાઈડ સ્ટેન્ડ એન્જિન કટ ઓફફ, બૂટ લાઈટ અને ફ્રન્ટ ગ્લવ બોક્સમાં મોબાઈલ ચાર્જર સુરક્ષા અને સુવિધાનાં પાસાંમાં ઉમેરો કરે છે.

પાવર- પેક્ડ કામગીરી
હીરો Xoom 110cc BS-VI કોમ્પ્લાયન્ટ એન્જિન સાથે આવે છે, જે 8.05 BHP @ 7250 RPMનું મહત્તમ પાવર આઉટપુટ અને 8.7 Nm @5750 RPM ટોર્ક પૂરું પાડીને હાઈ- પરફોર્મન્સ રાઈડ આપે છે. કામગીરી અને આરામનું બ્રાન્ડ વચન પ્રદાન કરતાં નવી હીરો Xoom બહેતર સુવિધા અને ઉચ્ચ ઈંધણ કાર્યક્ષમતા માટે i3S પેટન્ટેડ ટેકનોલોજી સાથે આવે છે. સ્કૂટર સર્વ સમયે ઉત્સ્ફૂર્ત એક્સિલરેશન અને પાવર-ઓન-ડિમાન્ડ પૂરું પાડે છે.

આકર્ષક કલર થીમ્સ
હીરો Xoom પાંચ સ્પોર્ટી, આકર્ષક અને મનોહર રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. શીટ ડ્રમ પ્રકાર પોલ સ્ટાર બ્લુમાં કાસ્ટ ડ્રમ પ્રકાર પોલસ્ટાર બ્લુ, બ્લેક અને પર્લ સિલ્વર વ્હાઈટમાં મળશે. કાસ્ટ ડિસ્ક પ્રકાર પોલસ્ટાર બ્લુ, બ્લેક, સ્પોર્ટસ રેડ અને મેટ અબ્રેક્સ ઓરેન્જ કલર સ્કીમ્સમાં મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.