શું મુલતવી રહેશે પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની સગાઈ?
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સાથે લગ્ન થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ ઈડ્ઢની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં આવી ગયું છે. પણ, આ નામ ચાર્જશીટમાં આરોપી તરીકે નથી. માત્રEDએ તે નામ મેન્શન કર્યું છે. જેથી હવે એવું લાગી રહ્યું છે કે તેની જે સગાઈ થવાની છે તેમાં તે પહોંચી શકશે કે નહીં. કારણકે, થોડા દિવસો પહેલા બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આપના નેતા રાઘવ ચઢ્ઢા મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા યુકેમાં સાથે ભણ્યા છે. હવે લાગી રહ્યું છે કે, વર્ષો જૂની તેમની મિત્રતામાં પ્રેમનો અંકુર ફૂટયો છે. એક અહેવાલ પ્રમાણે, પરિણીતી અને રાઘવ ખરેખર એકબીજાને ડેટ કરી રહ્યા છે. સૂત્રોના હવાલેથી અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે, હા, પરિણીતી અને રાઘવ ડેટ કરી રહ્યા છે અને તેઓ સાથે ખુશ છે. તેઓ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે પરંતુ થોડા સમય પહેલા જ બંનેની મિત્રતા પર પ્રેમનો રંગ ચઢયો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે, બંનેના ઘણાં શોખ મળતાં આવે છે
પરંતુ તેમને જોડતી મુખ્ય બાબત એ છે કે, બંને જણાં જિંદગીને ખુલીને જીવવામાં માને છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા એમ બંનેએ તેમના સંબંધો વિશે કશું કહ્યું નથી, તેમણે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં એકસાથે અભ્યાસ કર્યો છે. જો કે, એક અહેવાલ મુજબ તેઓ બંનેના પરિવારોએ લગ્ન અંગેની ચર્ચા શરૂ કરી દીધી છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે રાઘવ અને પરિણીતી ચોપરા એમ બંને એકબીજાને પસંદ કરતા હતા. બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા એક રેસ્ટોરન્ટમાં ક્વોલિટી ટાઈમ પસાર કરતા જોવા મળ્યા ત્યારથી ડેટિંગની અફવાઓ વાયરલ થઈ હતી.
જો કે, રિપોર્ટ્સ અનુસાર તેમના પરિવારો ફંક્શન (રોકા ફંક્શન)ની તૈયારી કરી રહ્યા હતા. રાઘવ અને પરિણીતીએ ડિનર તેમજ લંચ માટે મુલાકાત કરી હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમની ડેટિંગની અફવાઓને વેગ મળ્યો હતો.