અનુપમા શોમાંથી છેલ્લા એક મહિનાથી કેમ ગાયબ છે બાપુજી?

ફિલ્મી દુનિયા

મુંબઈ, અનુપમામાં બાપુજીનું પાત્ર ભજવવા માટે જાણીતા અરવિંદ વૈદ્ય આશરે એક મહિનાથી શોમાંથી ગાયબ છે. હાલનો ટ્રેક અનુપમાના ફરતે દેખાડવામાં આવી રહ્યો છે, જે ગુરુમાની અમેરિકામાં આવેલી ડાન્સ એકેડેમીને સંભાળવા માટે ત્યાં જઈ રહી છે. લેટેસ્ટ એપિસોડમાં જ જોવા મળ્યું કે, શાહ પરિવારે તેના માટે ફેરવેલ પાર્ટી યોજી હતી, પરંતુ તેને લગતા એક પણ એપિસોડમાં બાપુજી કયાંય જોવા મળ્યા નહોતા. આ પાછળનું કારણ જાણવા માટે એક્ટરનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેઓ હાલ અમેરિકામાં છે અને વેકેશન એન્જોય કરી રહ્યા છે અને તેથી ઘણા દિવસથી શો માટે શૂટ કરી શકયા નથી. અરવિંદ વૈદ્યએ કહ્યું હતું કે ‘મારો દીકરો તેના પરિવાર સાથે એટલાન્ટામાં રહે છે અને જાન્યુઆરીમાં જ મેં લીવ અપ્લાય કરી દીધી હતી અને ટિકિટ બૂક કરાવી હતી. ૪ જૂને હું અને મારા પત્ની અમેરિકા જવા રવાના થા હતા.

આ ટ્રેકનું પ્લાનિંગ કરવામાં આવ્યું નહોતું. મેં મારા એપિસોડનું શૂટિંગ કર્યું હતું અને યુએસ જવા રવાના થયો હતો. ટીવીમાં ટ્રેક એડાવાન્સમાં પ્લાન થતો નથી. તે એકદમ અણધાર્યો હોય છે’. અરવિંદ વૈદ્યએ ઉમેર્યું હતું કે, તેઓ અનુપમા શો માટે શૂટિંગ કરવાને મિસ કરી રહ્યા છે. ‘સેટ પર રહેવાને અને ખાસ કરીને અનુપમા યુએસ જઈ રહી છે તે ટ્રેકને હું મિસ કરી રહી છું. પરંતુ હું કંઈ કરી શકું તેમ નહોતો કારણ કે ટ્રિપ એડવાન્સમાં પ્લાન થઈ ગઈ હતી. વિદેશમાં ટ્રિપને કેવી રીતે એન્જોય કરી રહ્યા છે તે વિશે વાત કરતાં અરવિંદ વૈદ્યએ જણાવ્યું હતું કે ‘જ્યારે અહીંયાના લોકોને ખબર પડી કે હું મારા દીકરાને મળવા આવ્યો છું, ત્યારે તેઓએ મને કેટલાક પબ્લિક ફંક્શન માટે આમંત્રણ આપ્યું હતું. તેમને મળીને હું ખુશ થયો હતો.

આ સિવાય હું મારા પરિવાર અને પૌત્ર/પૌત્રીને સાથેના સમયને માણી રહ્યો છે. અહીંનું વાતાવરણ પણ સારું છે. અમે ૬ જુલાઈએ પરત આવી છું અને તે બાદ સેટ પર જઈશ’. અરવિંદ વૈદ્ય ગુજરાતી થિયેટર અને ફિલ્મ એક્ટર છે. આ સિવાય તેમણે કેટલીક હિંદી સીરિયલો અને નાટકોમાં પણ કામ કર્યું છે. અનુપમાના હાલના ટ્રેકની વાત કરીએ તો, કપાડિયા મેન્શનમાં અનુપમાની ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હાલ ત્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. માયા અનુપમાને કાયમ માટે તે ઘર અને અનુજ કપાડિયાના જીવનમાંથી નીકળી જવાનું કહે છે. આ સાથે તે ‘તું મર કયૂં નહીં જાતી?’ તેમ પણ કહે છે.

આ વાતથી અનુપમાના મમ્મીને સૌથી વધારે ગુસ્સો આવે છે અને તેઓ થપ્પડ મારી દે છે. આગામી એપિસોડમાં જોવા મળશે કે, માયાને તેની ભૂલ સમજાઈ જાય છે અને જ્યારે તે પોતાના ઘરે જવા રવાના થતી હોય છે ત્યારે પગમાં પડી તેની માફી માગે છે. અનુપમા તેને માફ પણ કરી દે છે. અનુપમા જ્યારે રોડ ક્રોસ કરી રહી હોય છે ત્યારે સામેથી અચાનક ટ્રક આવે છે. માયા તેને બચાવવા જતાં પોતે મોતને ભેટશે તેમ કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય અન્ય એક પ્રોમો સામે આવ્યો છે, તેમાં અનુપમાને એરપોર્ટ પર દેખાડવામાં આવી છે જ્યારે છોટી અનુના કહેવા પર અનુજ અનુપમાને રોકવા માટે ફોન કરે છે. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.