એક ડાયરેક્ટર પાસે કામ માગવા ગઈ તો તેને મારા ચહેરા પર પાદવાનું કહ્ય્šં હતુંઃ રૂબીના

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 38

મુંબઈ,
ટીવી કલાકારો માટે નાના પડદાથી મોટા પડદાની સફર આસાન નથી હોતી. રૂબીના દિલેક જે બિગ બોસ-૧૪નો પણ ભાગ છે. ૬ વર્ષ પહેલાં ટીવી તરફથી આગળ આવીને તેણે બોલિવૂડમાં કામની શરૂઆત કરી હતી. પરંતુ તેને ઘણા ખરાબ અનુભવો થયા હતા જેનો હાલમાં ખુલાસો કર્યો છે. હાલમાં જ રૂબીનાએ એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું. ત્યારે તેણે ખુલાસો કર્યો હતો કે ૬ વર્ષ પહેલાં જ્યારે તેણે બોલિવૂડ માટે કામ માગવા એક ડાયરેક્ટર પાસે ગઈ તો તેણે હતું કે હું તારા ચહેરા પર પાદવા માંગુ છું.

રૂબીનાએ વાત કરી કે ૬ વર્ષ પહેલાં મે કામ માટે બોલિવૂડમાં ઘણા લોકો સાથે વાત કરી હતી. પરંતુ મને કોઈ સારો અનુભવ નહોતો થયો. ટીવીના કલાકારોને ખરાબ રીતે જ જાેવામાં આવે છે. તમને અલગ અલગ રીતે જજ કરવામાં આવે છે. કોઈ પ્રોજેક્ટનો ભાગ બનવા માટે સ્કીન ટેસ્ટ સૌથી અંતિમ વસ્તુ હોય છે. આ બધી વાતોએ મારા પર ખરાબ અસર છોડી અને મે વિચાર્યું કે આ બધું શું થઈ છે.

આગળ વાત કરી કે હું એ ડારેક્ટરનું નામ નહીં લઉં. તે મોટા ગજાના હતા. પરંતુ તેણે મને પૂછ્યું કે આ ફિલ્મ જાેઈ છે. તો મે ના પાડી કે ના હું ત્યારે નાની હતી અને સ્કૂલમાં હતી. એક રૂઢિવાદી સમાજમાંથી આવું છું એટલે અમને એ ઉંમરમા આવી બધી છૂટ ન હતી. પછી તેણે કે ખરેખર તું જાણતી જ નથી કે મે શું શું કા કર્યું. મને તારા ચહેરા પર પાદવાનું મન થાય છે. આ સાંભળીને હું હેરાન રહી ગઈ. અને પછી ત્યાંથી ગમે તેમ કરીને ભાગી જવાનો પ્લાન કરતી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.