જ્યારે કરિયરના પીક પર દીપિકા પાદુકોણ થઈ ડિપ્રેશનનો શિકાર

ફિલ્મી દુનિયા

મુંબઈ, એકેડમી એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને ફિલ્મ ‘પઠાન’ની શાનદાર સફળતા બાદ દીપિકા પાદુકોણ હાલ ખૂબ જ ઉત્સાહિત છે. દીપિકાએ ઘણી ફિલ્મોથી પોતાની જબરદસ્ત ફેન ફોલોઇંગ ઉભી કરી દીધી છે. પરંતુ એક સમય એવો હતો કે તણી ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી. પોતાના આ ખરાબ સમય વિશે વાત કરતાં દીપિકાએ હાલમાં જ ખુલાસો કર્યો છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. હાલ એટલા ખરાબ હતાં કે તેણી જીવ આપવા પણ તૈયાર હતી.

આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે કોઈ ડિપ્રેશનમાં છે તો તેનું કારણ તેની નિષ્ફળતા હોય છે પરંતુ, દીપિકાએ સ્પષ્ટ કરી દીધું કે માનસિક હાલતને સફળતા સાથે કોઈ લેવાદેવા નથી. એક્ટ્રેસે જણાવ્યું કે જો ભૌતિક સફળતા જ બધું હોય તો સુપરસ્ટાર હંમેશા ખુશ હોય. દીપિકાએ કહ્યુ હતું કે, ‘વર્ષ ૨૦૧૪માં મારી ફિલ્મો હિટ થઈ રહી હતી પરંતુ હું ડિપ્રેશનમાં જઈ રહી હતી. કંઈક મને અંદરથી તોડી રહ્યુ હતું અને હું આખો દિવસ બસ સુવા માંગતી હતી. અંદરનો ખાલિપો કરડી રહ્યો હતો. દીપિકાએ કહ્યુ હતું કે, ‘ તમે કામ પર જા છો પણ કોઈ સાથે વાત નથી કરી શકતા. ચુપ રહો છો. આવી હાલતમાં બહાર આવવા માટે દવાઓનો સહારો લેવો પડે છે.

દીપિકા પાદુકોણે પણ એ ખુલાસો કર્યો હતો કે તેને ડિપ્રેશનમાંથી નીકળવા માટે તેની માતાએ મદદ કરી હતી. કારણકે હું એક સફળ એક્ટ્રેસ હતી, મારી ફિલ્મો ચાલી રહી હતી તો જ્યારે ડિપ્રેશન છતાં મારા મમ્મી-પપ્પા આવતા તો હું તેમના સામે મજબૂત બનવાનો પ્રયત્ન કરતો. એવામાં મારી માતાએ મારી સ્થિતીને જાણી. ફેમશ બેડમિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણની દીકરી ખુદ પણ પ્લેયર રહેલી છે. એક્ટ્રેસે જણાવ્યુ કે, ‘હું એક્ટર છુ અને એથલિટ રહી છુ. જ્યારે તમે કોઈ મેચ હારો છો તો તે લાંબા સમય સુધી તમારા મગજમાં રહે છે કે તમારી કયાં ભૂલ થઈ હતી. એવું જ ફિલ્મોની સાથે પણ છે.

ફિલ્મો મારા મગજમાં રહે છે, તેની સાથે જોડાયેલા અનુભવો પણ સાથે રહે છે, કે મારી એપ્રોચ ઠીક હતું કે નહીં. દીપિકા પાદુકોણે પોતાની ભૂલો જણાવી, કહ્યુ-‘મારી ભૂલ એ થઈ હતી કે મારી પ્રોફેશનલ લાઈફ મારી પર્સનલ લાઈફ પર ભારે પડી હતી. હવે મે મારા જીવનમાં સંતુલન શીખી લીધું છે. મજાની વાત એ છે કે, જ્યારે સપળતાના સમયે દીપિકા પાદુકોણે મેન્ટલ હેલ્થને લઈને ખુલાસો કર્યો તો લોકોએ આ ફિલ્મ પ્રમોશનની રીત સમજી તેમજ અમુક લોતોએ તેને રોઈ ફાર્મા બ્રાન્ડ સાથેનું કોલોબરેશન સમજ્યુ. તેથી જ તેણી આ વિષય પર વાત કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.