તૃણમુલના ગ્લેમરસ સાંસદ નુસરત જહાંને બે વર્ષમાં એવું તો શું થયું કે પતિ નથી ગમતો

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 57

કલકત્તા,
જાણીતી બંગાળી અભિનેત્રી અને ્‌સ્ઝ્ર સાંસદ નુસરત જહાં હાલ પોતાની પર્સનલ લાઈફને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. નુસરત અને તેના પતિ નિખિલ જૈન વચ્ચે હાલ બધું બરોબર નથી. આ બંને પતિ-પત્ની છેલ્લા છ મહિનાથી અલગ રહે છે. નુસરતે ડિસેમ્બરમાં નિખિલનું ઘર છોડ્યું હતું અને હાલ તે તેનાં માતા-પિતા સાથે બાલીગંજ સ્થિત પોતાના ઘરમાં રહે છે.
નુસરત અને નિખિલના લગ્નમાં પહેલેથી જ વિવાદ જાેવા મળી રહ્યો છે. ૧૯ જૂન, ૨૦૧૯ના રોજ નુસરત – નિખિલ એક થયા ત્યારથી જ તેઓ લોકોના નિશાના પર છે. જ્યારે કટ્ટરપંથીઓએ તેમના લગ્નને ક્યારેય માન્યતા આપી જ નથી. જ્યારે નુસરત સંસદમાં શપથ સમયે સાડી, મંગલસૂત્ર અને માથામાં સેથાની સાથે જાેવા મળી હતી ત્યારે અનેક લોકોએ તેની ટીકા કરી હતી, જેનો જડબાતોડ જવાબ નુસરતે આપ્યો હતો. નુસરત વિરુદ્ધ ફતવો પણ જાહેર કરવામાં આવ્યો હતો. જાેકે આ બે વર્ષમાં જ એવું તો શું થયું કે મેડ ફોર ઈચ અધર્સ ગણતા આ કપલે અલગ થવાનો ર્નિણય કર્યો છે. એક સમય હતો, જ્યારે નુસરત અને નિખિલની જાેડી ટ્રેડિંગ ટોપિક રહેતી હતી, ત્યારે એકાએક એવું તો શું થયું કે બંનેએ અલગ થવાનો ર્નિણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નુસરત અને નિખિલ જૈન એકબીજાથી જુદા પડ્યા છે. ગયા વર્ષે નવેમ્બરથી બંને એકબીજાથી અલગ રહેતા હતા. આ દરમિયાન નૂસરત જહાંની ગર્ભાવસ્થાના સમાચાર જાેર પકડ્યું છે. આ અહેવાલો પર પતિ નિખિલની પ્રતિક્રિયા સામે આવી છે. તેને નુસરતની ગર્ભાવસ્થા વિશે કોઈ માહિતી નથી. નુસરતના નિવેદન બાદ હવે નિખિલની પ્રતિક્રિયા સામે આવી છે.
ખરેખર, અભિનેત્રીની ગર્ભાવસ્થાને લઈને નિખિલે કહ્યું કે, તે બાળક મારું કેવી રીતે થઈ શકે, જ્યારે આપણે છેલ્લા ૬ મહિનાથી અલગ રહીએ છીએ. પતિના નિવેદનો પછી, નુસરતે મૌન તોડ્યું અને કહ્યું – તેણી અને નિખિલ વચ્ચે ઇન્ટરફેથ મેરેજ (બે ધર્મના લોકો વચ્ચે લગ્ન) થયા, જેને ભારતમાં કાનૂની માન્યતાની જરૂર હતી, પરંતુ તે બન્યું નહીં. જ્યારે નિખિલ જૈને કહ્યું, “મારા કહેવા મુજબ, તે કાયદેસર હતું. તેણે શું કહ્યું તેના પર હું કોઈ કોમેન્ટ કરવા માંગતો નથી. અમારો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો છે. હું સિવિલ શુટ ફાઇલ કર્યું છું. દાવો કરવામાં આવ્યો છે. હું આ મામલો કોર્ટમાં ન આવે ત્યાં સુધી આ અંગે કોઈ કોમેન્ટ નહીં કરું. “


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.