રાજીવ તેમજ મારી વચ્ચે જે થયું તેને પબ્લિસિટી સ્ટંટ ગણે છે પરંતુ તેવું નથી : ચારુ

ફિલ્મી દુનિયા

મુંબઈ, સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને ટીવી એક્ટ્રેસ ચારુ અસોપાનું લગ્નજીવન શરૂઆતથી ચર્ચામાં રહ્યું છે. લોકડાઉન વખતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને રાજીવ ચારુને મુંબઈમાં એકલી છોડી દિલ્હી જતો રહ્યો હતો. થોડા સમય બાદ બંનેનું પેચઅપ થયું હતું. તેમના જીવનની ગાડી હજી માંડ પાટા પર ચડી હતી ત્યાં ચારુએ ડિવોર્સની અરજી કરી દીધી હોવાનું સામે આવ્યું હતું અને ગણેશોત્સવ દરમિયાન કપલે દીકરી ઝિયાના માટે ભેગા થવાનો ર્નિણય લીધો હતો અને ફેન્સને પણ આ વિશે સોશિયલ મીડિયા થકી જાણ કરી હતી.

લગ્નના ત્રણ વર્ષની અંદર બંને વચ્ચે ઘણું બધું થઈ ગયું અને લોકોએ તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. YouTube પર ચેનલ ધરાવતી એક્ટ્રેસે હાલમાં જ એક વ્લોગ થકી બંનેના સંબંધો વિશે વાત કરી હતી. ચારુ અસોરાએ વીડિયોમાં ફેન્સનો આભાર માનતાં કહ્યું હતું કે તમે આ જર્ની દરમિયાન અમારી સાથે રહ્યા છો, તમે બધું જાેયું છે. કેટલાક લોકો જજમેન્ટલ થઈ જાય છે. તમારામાંથી કેટલાક લોકો મારાથી નારાજ છે, તેમને લાગે છે જે થયું તે પબ્લિસિટી સ્ટંટ હતો. મને લાગે છે કે રાજીવ અને મારા વચ્ચે જે ઝઘડો હતો, અમે અલગ થવાના હતા. મેં બધી વાતો તમારી સાથે શેર કરી હતી.

જ્યારે હું ભીલવાડામાં હતી ત્યારે કહ્યું હતું કે, મુંબઈ જઈને એક નવી જર્ની શરૂ કરવાની છું. બધુ પ્લાન કરેલું હતું, પરંતુ કહેવાય છે ને કે, ઉપરવાળા પ્લાન આગળ કોઈનું ચાલતું નથી. મને લાગે છે કે ભગવાને અમારા માટે સારું જ વિચાર્યું હશે. ચારુએ કહ્યું હતું કે જ્યારે હું ભીલવાડાથી મુંબઈ માટે ફ્લાઈટમાં બેઠી ત્યારે બાપ્પા આવવાના હતા. ૩૧એ બાપ્પા આવવાના હતા અને ૩૦એ અમારે સહી કરવા જવાની હતી. ૨૯ના રોજ હું ફ્લાઈટમાં બેઠી ત્યારે બાપ્પાને મનમા એક જ વાત કહી હતી કે, ‘હું તમને ઘરમાં લઈને આવવાનું છે તો તમને જેમ ઠીક લાગે તેમ કરજાે.

ઝિયાના અને મારા માટે યોગ્ય લાગે તેવું કરજાે’. જ્યારે હું ત્યાં પહોંચી તો ૨૯ની સાંજ હતી અને ૩૦ની સવારે અમારે ફેમિલી કોર્ટ જવાનું હતું. રાજીવ અને હું બેસીને વાતો કરી રહ્યા હતા…ઘણી વાતો થઈ. વાત કરતાં-કરતાં અમારી ગેરસમજણ દૂર થઈ અને બાપ્પા પણ તેમ જ ઈચ્છતા હતા કે, ઝિયાના માટે અમે એકબીજાને તક આપીએ. ચારુ અસોપાએ વધુમાં કહ્યું હતું કે ‘સંબંધો તોડી દેવા સરળ છે, તે આપણે ગમે ત્યારે તોડી શકીએ છીએ, પરંતુ અમે બંનેએ સાથે બેસીને ર્નિણય લીધો કે એકબીજાને તક આપવામાં કંઈ ખોટું નથી. મને લાગે છે કે તેમાં કોઈ પબ્લિસિટી સ્ટંટ નહોતો. મને લાગે છે કે તે ચમત્કાર હતો. કારણ કે બધું પ્લાન કરેલું હતું.

હું બીજા ઘર માટે ટોકન આપીને આવી હતી. મારે ૨ તારીખે ત્યાં શિફ્ટ થવાનું હતું. મારા ઘરનું ફર્નિચર પણ મુંબઈ આવી ચૂક્યું હતું. ત્યારબાદ જે થયું તે મને ઘણું સરપ્રાઈઝિંગ લાગ્યું. મેં આજ સુધી બાપ્પાને જે કંઈ કહ્યું છે, જે માગ્યું છે તે તેમણે મને આપ્યું છે. ૩૧ તારીખે અમે બાપ્પાને ઘરે લઈને આવ્યા હતા અને ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવી હતી’.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.