નેટથી બનેલો હોટ ડ્રેસ પહેરી ઉર્ફી જાવેદે લગાવી આગ

ફિલ્મી દુનિયા

મુંબઈ, ઉર્ફી જાવેદ તેના લેટેસ્ટ લુકથી બધાને ચોંકાવી દે છે. તાજેતરમાં તેણે રેડ નેટથી બનેલો એવો ડ્રેસ પહેર્યો કે આ આઉટફિટ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ઉર્ફી જાવેદ તેના આ હોટ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે. ઉર્ફી જાવેદના ચાહકો તેના આ નવા લૂક પર પ્રેમ વરસાવી રહ્યા છે. રેડ કલરના નેટમાં ઉર્ફી જાવેદે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. કયારેક રમકડાંથી તો કયારેક બબલગમથી પોતાના ડ્રેસ તૈયાર કરી ઉર્ફી જાવેદ ચાહકોને દંગ કરે છે. એક્ટ્રેસનો નવો લૂક આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફી જાવેદ દરેક વખતે કંઈક અલગ જ પહેરે છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

આ વખતે આઉટફિટ જોઈને યુઝર્સ ક્રેઝી થઈ ગયા છે. ઉર્ફીએ આ વીડિયો તેના ઈન્સ્ટા હેન્ડલ પર પણ શેર કર્યો છે. આટલું જ નહીં, ઉર્ફીના આઉટફિટની સૌથી મોટી ખાસિયત તેની લાલ રંગની નેટ હતી, જેને જોઈને દરેકનું મન ચોંકી જશે. ઉર્ફીને વધુ પડતી ખુલ્લી નેટ ડ્રેસમાં જોઈને ચાહકો દંગ રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો જોઈને લોકો ફની રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું- શું તમે આ માસ્ક રાજ કુન્દ્રા પાસેથી લીધો છે?

અન્ય એક યુઝરે લખ્યું કે મારે મારા ઘરમાં લાલ રંગની નેટ લગાવવી હતી જે કોઈએ ચોરી કરી છે, મળી નથી રહી જેમણે પણ લીધી હોય પરત કરો. જ્યારે ત્રીજાએ લખ્યું- આજે મને ખબર પડી કે મારો ફોન કેટલો ઝૂમ કરી શકે છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય ઉર્ફી જાવેદ અવારનવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં આવે છે. હવે અભિનેત્રીની નવી પોસ્ટ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.