કરીના કપૂરના શોના મહેમાન બન્યા વિનીતા સિંહ

ફિલ્મી દુનિયા

મુંબઈ, શાર્ક ટેંક ઈન્ડિયાના જજ અને સુગર કોસ્મેટિક્સના કો-ફાઉન્ડર તેમજ સીઈઓ વિનીતા સિંહ ખૂબ જલ્દી બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂરના ચેટ શો વોટ વુમન વોન્ટના મહેમાન બનવાના છે. સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવેલા પ્રોમોમાં વિનીતા બેડ પર જતા પહેલા રોમેન્ટિક થવાના બદલે તેઓ પતિ સાથે કેવી રીતે બેંક બેલેન્સ અંગે વાતચીત કરે છે તે અંગે શેર કરતાં દેખાયા. પ્રોમોમાં વિનીતાની પહેલીવાર ફન સાઈડ જોવા મળી રહી છે.

વીડિયોના શરૂઆતમાં વિનીતા કહી રહ્યા છે કે, શાર્ક ટેંક શોમાં તેઓ જે પણ નેગોસિએશન કરે છે તેની પ્રેક્ટિસ તેઓ બાળકો સાથે કરે છે. વિનીતા સિંહે ઉમેર્યું કે ‘શાર્ક ટેંક પર પિચર્સ સાથે જે નેગોસિએશન થાય છે તે બધાની પ્રેક્ટિસ મને મારા બાળકો સાથે મળી છે’. આગળ કરીનાએ તેમને તેઓ ગર્લ બોસ કે બોસ લેડી વિશે શું વિચારે છે તેમ પૂછયું. જેના પર તેમણે કહ્યું ‘ઈન્ડસ્ટ્રીમાં બિઝનેસવુમન તરીકેની કોઈ ટર્મ નથી. પરંતુ આગામી ૨૦ વર્ષમાં ભારતને ઘણી મહિલા આંત્રપ્રિન્યોર મળવાની છે’.

કરીનાએ બાદમાં કો-શાર્ક અનુપમ મિત્તલ, નમિતા થાપર, અશનીર ગ્રોવર, પિયુષ બંસલ અને અમન ગુપ્તાને મોસ્ટ ક્વોલિફાઈડ તરીકે રેંક લિસ્ટમાં મૂકવા કહ્યું, જેના પર વિનીતા હસવા લાગ્યા અને કહ્યું ‘હું તેમ કહી શકું નહીં. નમિતાએ કરીનાને કહ્યું કે ‘જ્યારે પણ હું મારી કંપનીની ફેક્ટરીમાં એન્ટર થતી હતી ત્યારે લોકો મને ટાઈટ જીન્સ અને ટોપ ન પહેરવાનું સલાહ આપતા હતા અને તે ઠીક ન હોવાનું કહેતા હતા’. અંતમાં તેમણે કહ્યું કે ‘રાતે અન્ય કપલ એકબીજાને ‘ગુડનાઈટ બેબી’ કહીને ઊંઘે છે

પરંતુ અમારી સ્થિતિ અલગ છે, અમે અમારું બેંક બેલેન્સ કેટલું છે અને અમારી પાસે કેટલા રૂપિયા બચ્યા તેના વિશે વાત કરીએ છીએ’. વિનીતા સિંહ છેલ્લે ‘શાર્ક ટેંક ઈન્ડિયા ૨’માં અનુપમ મિત્તલ, નમિતા થાપર, અશનીર ગ્રોવર, પિયુષ બંસલ અને અમન ગુપ્તા સાથે દેથાયા હતા.

શાર્ક ટેંક ઈન્ડિયા ૨’માંથી ભારત-પેના પૂર્વ કો-ફાઉન્ડર અને એમડી અશનીર ગ્રોવર ગાયબ રહ્યા હતા, તેમનું સ્થાન ‘કાર દેખો’ના સીઈઓ અને કો-ફાઉન્ડરે લીધું હતું. સીઝનની શરૂઆત થઈ તે પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં વિનીતા સિંહે તેઓ અશનીરને મિસ કરશે તેમ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ‘હું અશનીરને મિસ કરવાનું છે, મને લાગે છે કે તેઓ સારા હતા. પરંતુ જે કંઈ થયું તે ચેનલ અને તેમની વચ્ચે હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.