સલમાન સાથે એક્શન કરતા વિજેન્દ્ર સિંહને લાગતો હતો ડર

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન હજી થોડા સમય પહેલાં જ રિલીઝ થઈ હતી. તેમાં પૂજા હેગડે, શહનાઝ ગિલ, સિદ્ધાર્થ નિગમ, રાઘવ જુયાલ, પલક તિવારીની સાથે બોક્સર વિજેન્દ્ર સિંહ પણ જોવા મળ્યો હતો. તે આ ફિલ્મમાં વિલન બન્યો હતો. તેણે કેટલાક એક્શન સીન્સ પણ કર્યા હતા. જોકે, આ ફિલ્મ બોક્સઑફિસમાં કંઈ ખાસ પ્રદર્શન નહતી કરી શકી. તેને જોતા મેકર્સે એક-બે મહિના બાદ જ આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી દીધી હતી. ત્યારે હવે વિજેન્દ્ર સિંહે આ ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવ જણાવ્યા હતા.

એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, કઈ રીતે સલમાનને મારવામાં તે ધ્રૂજવા લાગતો હતો. વિજેન્દ્ર સિંહને સલમાન ખાને આ ફિલ્મમાં તક આપી હતી. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે પોતાના અનુભવ શેર કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, તેને ખુશી છે કે, આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. કારણ કે, જે લોકો પડદા પર ન જોઈ શકયા તેઓ હવે ઘરે બેઠ આ ફિલ્મને જોઈ શકશે. આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે, સલમાન ખાનની સાથે કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો હતો. તે સમયનો પાક્કો છે. જે સમય આપે છે તે કામ તે જ સમયે થતું હતું. વિજેન્દ્રએ જણાવ્યું હતું કે, શૂટિંગ પૂર્ણ થયા પછીથી જ તે બધા એકસાથે વર્કઆઉટ કરતા હતા.

એટલું જ નહીં, કયું ડાયટ ફોલો કરવાનું છે. તે ચાર્ટ પણ શેર થતું હતું. બોક્સરે આ અંગે જણાવ્યું હતું કે, ભાઈજાનના એબ્સ ફેક નથી. કારણ કે, તેણે તેની પર પંચ માર્યા છે અને તે એકદમ રીયલ છે. આ ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, તેના માટે ક્લાઈમેક્સનું શૂટિંગ કરવું ઘણું મુશ્કેલ હતું. કારણ કે, તેણે સલમાનના માથા પર પથ્થરથી ૩થી ૪ વખત પ્રહાર કરવાનો હતો. વિજેન્દ્રએ જણાવ્યું હતું કે, તે સલમાન ખાનને વર્ષ ૨૦૦૮થી જાણે છે. એટલે તે આ સીન કરવામાં ખચકાતો હતો,

પરંતુ ભાઈજાને કહ્યું હતું કે, તે જોરથી તેને મારી શકે છે. મુંબઈમાં જે સીનનું શૂટિંગ થયું હતું. તેને કરવામાં વિજેન્દ્રએ ૨૦ રિટેક્સ આપ્યા હતા. તે સમયે ગરમી પણ વધારે હતી. કારણ કે, શૂટિંગ સવારે ૧૧ વાગ્યે શરૂ થઈ જતું હતું. આવામાં તેણે એટલી વખત રિટેક્સ લેવાના કારણે સેટ પર હાજર બધા કંટાળી જતા હતા. વિજેન્દ્રને ડર હતો કે, કયાંક તે એક્ટ રિયલ ન થઈ જાય અને સાચે એક્ટરને પથ્થર ના લાગી જાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.